આ બ્લોગ અંગે

ઇન્ટરનેટને કારણે મને મારા અંતરના ઉંડાણમાંથી સ્ફૂરતી વિચારધારા ગુજરાતી ભાષામાં વિશ્વભરમાં વસતા ગુજરાતી ભાષા જાણનારા લોકો સાથે વહેંચવાનો મોકો મળ્યો છે.

જેવું આવડે છે તેવુ, જેટલુ આવડે છે તેટલુ - અહી લખવા અને દર્શાવવા વિચાર્યું છે.

આ બ્લોગ પર મને મારા જીવનમાં પ્રેરણા આપનાર વ્યક્તિઓ, તેમના તેમજ અન્યોના વિચાર અને પ્રસંગોને શબ્દ અને વિડિયોનું સ્વરુપ આપ્યુ છે.

આમ તો હું પ્રોફેશનલ ફિલ્મ મેકર નથી, પરંતુ - શોખને લીધે : શુટીંગ, એડીટીંગ, વોઇસ ઓવર, ડબીંગ, મ્યુઝીક મીક્ષિંગની જાણકારી મેળવીને જે વિડિયો ક્લીપ બનાવી છે એ તમને કેવી લાગી એ જરુરથી જણાવશો.

પ્રેરણા, જનમત, મંથન અને માર્ગદર્શન જેવી કેટેગરીમાં મારા વિચારોને વિભાજીત કર્યા છે.

પ્રેરણા :

પ્રગતિ માટે આવશ્યક એવા વિચારો જ જન્મ આપે છે પ્રેરણાને.

પરિશ્રમ કરવા પ્રોત્સાહિત કરવાની ક્ષમતા હોય છે ફક્ત પ્રેરણામાં.

એટલે જ પ્રેરણા ક્યાંથી, ક્યારે, કેવી રીતે, મળી શકે તેની વાતો અહી કરીશ.

જનમત

જનમત એટલે જનતાનો મત.

આમ આદમીનો દ્રષ્ટિકોણ.

જીવનની જાતજાત-ભાતભાતની પરિસ્થિતિઓ અંગે જનતા શું વિચારે છે ?

જનતા શું અનૂભવે છે ?

જનતા શું સમજે છે ?

જનતા શું અપેક્ષા રાખે છે ?

જનતા શું માને છે ?

જનતાને શું લાગે છે ?

આ તમામ સવાલોના જવાબ એટ્લે .. જનમત

મંથન

 વિચારોના આગમનની ઝડપનુ કોઇ માપ કાઢી શકાતુ નથી.

વિચારોની શક્તિનો અંદાજ મનન કરીએ પછી જ મળે.

જેમ દૂધમાંથી દહી - દહીમાંથી છાશ - અને છાશમાંથી માખણ નીકળી શકે

તેમ જ વિચાર મંથન પછી જ જીવન બહેતર બનાવવા

માટે જરુરી એવા વિકલ્પો વિકસાવી શકાય.

માર્ગદર્શન

જન્મથી જીવનના અંત સુધી માનવીને ડગલેને પગલે

- બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, મુગ્ધાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા તેમજ પ્રૌઢાવસ્થા દરમ્યાન માર્ગદર્શન વગર ન ચાલે.

મારુ માનવુ છે કે, માર્ગદર્શન મેળવવાની ઇચ્છા હોવી અનિવાર્ય છે.

અહી તમે જીવનની જૂદી જૂદી પરિસ્થિતિઓ અંગે માર્ગદર્શન મેળવશો.

સ્વ સાથેનો સંવાદ અને અન્યો પાસેથી જાણવા મળેલી જીવનને બહેતર બનાવતી એ દિલની વાતો દિમાગથી કરી અને કરાવી છે - કે જે અંતરના ઉંડાણમાંથી વહીને મન અને આત્માને ભીંજવતી રહી છે.

આશા છે કે તમને ગમશે.

Akhil TV.com - Homepage

 

 વિશ્વ્ભરમા વસતા ગુજરાતી ભાષા જાણનારા સૌને માટે ગુજરાતી ભાષાના વિડિયો દ્વારા ગુજરાતનુ જીવન દર્શન કરાવતી મારી વેબસાઇટ પર પહોચવા અહી ક્લીક કરો :

http://www.akhiltv.com

[]

Responses

DEAR AKHIL,

YOU HAVE A GOOD UNDERSTANDING OF THE SELF.
NOW, YOU ARE PUTING VIA INTENET YOUR THOUGHTS AND ACTION TO SURFERS TO ENJOY
YOUR WORK.
GOOD LUCK.

RAJENDRA

VISIT OUR SERVICES AT http://www.bpaindia.org

સુંદર પરીચય અખિલભાઈ… નૂતન અને સુંદર વિચાર…

ગુજરાતી બ્લોગજગતમાં તમારું હાર્દિક સ્વાગત છે… તમારા આ બ્લોગને મરા લિસ્ટમાં સમાવી લીધો છે…. http://sarjansahiyaaru.wordpress.com/gujarati_blog_jagat/

બ્લોગ માટે અભિનંદન… અને હાર્દિક શુભકામનાઓ.

akhilbhai, welcome to this net world..,

nice starting…nice thinking. congrats…

nilam doshi

http://paramujas.wordpress.com

અખિલભાઈ,

ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
આપનો વિચાર ગમ્યો અને આપ ખુબ ખુબ આગળ વધો એવી શુભેચ્છાઓ.

નીલા કડકિઆ

મેઘધનુષ તફથી આપનું સ્વાગત છે.

http://shivshiva.wordpress.com

સુંદર વેબ-સાઈટ…

અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

વિવેક ટેલર

Welcome to Gujarati Blog World.

Leave a response

Your response: