ઇન્ટરનેટને કારણે મને મારા અંતરના ઉંડાણમાંથી સ્ફૂરતી વિચારધારા ગુજરાતી ભાષામાં વિશ્વભરમાં વસતા ગુજરાતી ભાષા જાણનારા લોકો સાથે વહેંચવાનો મોકો મળ્યો છે.
જેવું આવડે છે તેવુ, જેટલુ આવડે છે તેટલુ – અહી લખવા અને દર્શાવવા વિચાર્યું છે.
આ બ્લોગ પર મને મારા જીવનમાં પ્રેરણા આપનાર વ્યક્તિઓ, તેમના તેમજ અન્યોના વિચાર અને પ્રસંગોને શબ્દ અને વિડિયોનું સ્વરુપ આપ્યુ છે.
આમ તો હું પ્રોફેશનલ ફિલ્મ મેકર નથી, પરંતુ – શોખને લીધે : શુટીંગ, એડીટીંગ, વોઇસ ઓવર, ડબીંગ, મ્યુઝીક મીક્ષિંગની જાણકારી મેળવીને જે વિડિયો ક્લીપ બનાવી છે એ તમને કેવી લાગી એ જરુરથી જણાવશો.
પ્રેરણા, જનમત, મંથન અને માર્ગદર્શન જેવી કેટેગરીમાં મારા વિચારોને વિભાજીત કર્યા છે.
પ્રેરણા :
પ્રગતિ માટે આવશ્યક એવા વિચારો જ જન્મ આપે છે પ્રેરણાને.
પરિશ્રમ કરવા પ્રોત્સાહિત કરવાની ક્ષમતા હોય છે ફક્ત પ્રેરણામાં.
એટલે જ પ્રેરણા ક્યાંથી, ક્યારે, કેવી રીતે, મળી શકે તેની વાતો અહી કરીશ.
જનમત
જનમત એટલે જનતાનો મત.
આમ આદમીનો દ્રષ્ટિકોણ.
જીવનની જાતજાત-ભાતભાતની પરિસ્થિતિઓ અંગે જનતા શું વિચારે છે ?
જનતા શું અનૂભવે છે ?
જનતા શું સમજે છે ?
જનતા શું અપેક્ષા રાખે છે ?
જનતા શું માને છે ?
જનતાને શું લાગે છે ?
આ તમામ સવાલોના જવાબ એટ્લે .. જનમત
મંથન
વિચારોના આગમનની ઝડપનુ કોઇ માપ કાઢી શકાતુ નથી.
વિચારોની શક્તિનો અંદાજ મનન કરીએ પછી જ મળે.
જેમ દૂધમાંથી દહી – દહીમાંથી છાશ – અને છાશમાંથી માખણ નીકળી શકે
તેમ જ વિચાર મંથન પછી જ જીવન બહેતર બનાવવા
માટે જરુરી એવા વિકલ્પો વિકસાવી શકાય.
માર્ગદર્શન
જન્મથી જીવનના અંત સુધી માનવીને ડગલેને પગલે
- બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, મુગ્ધાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા તેમજ પ્રૌઢાવસ્થા દરમ્યાન માર્ગદર્શન વગર ન ચાલે.
મારુ માનવુ છે કે, માર્ગદર્શન મેળવવાની ઇચ્છા હોવી અનિવાર્ય છે.
અહી તમે જીવનની જૂદી જૂદી પરિસ્થિતિઓ અંગે માર્ગદર્શન મેળવશો.
રોજનીશી – ૨૦૦૯
આ વર્ષે નિયમિત રીતે રોજે રોજ બે કે બાર લાઇન પણ લખવી જ છે. ગમે તે નહિ, ગમે તે જ !!
થોડામાં ઘણું ?? !!
સ્વ સાથેનો સંવાદ અને અન્યો પાસેથી જાણવા મળેલી જીવનને બહેતર બનાવતી એ દિલની વાતો દિમાગથી કરી અને કરાવી છે - કે જે અંતરના ઉંડાણમાંથી વહીને મન અને આત્માને ભીંજવતી રહી છે.
આશા છે કે તમને ગમશે.
your blog is superb.
તમારા બ્લોગni પ્રેરણાદાયી એક મુલાકાત…!