Posted by: અખિલ સુતરીઆ | May 31, 2009

જયારે વ્યક્તિ

 6338

આજનો વિચાર

જયારે વ્યક્તિ અન્યાય સામે લડવા ઊભો થઇ ન શકે ત્યારે તેનો આત્મા મૃત્યુ પામે છે.

આજનો પ્રયત્ન

આજથી અમર્યાદિત ઇન્ટરનેટનો મર્યાદિત ઉપયોગ કરીશ.  રોજના ફક્ત ૪ કલાક. સવારે બે અને રાત્રે બે.

આજની વાત

યુવાન યુગલ મને મળવા આવ્યું. છોકરો ૨૭નો ઓછું ભણેલો અને છોકરી ૨૫ની પોસ્ટ ગ્રેજયુએટ.  સાત–આઠ મહિના પર જ લગ્ન થયા છે. બંને એક સાથે એક જ કંપનીમાં નોકરી કરે છે.  ઘરેથી કામ પર આવવા જવાનો સમય પણ લગભગ એક જ. છોકરાને કદીક મોડું થાય. બંનેના પગારનો સરવાળો પાંચ અંક. છોકરો મને જાણે અને કદાચ એવા વિશ્વાસે જ મારી પાસે આવ્યા હતા કે ….

મને કહે, અંકલ, નથી ફાવતું.

મેં પૂછયું, કેમ ?

છોરી કહે કે, એ નાની નાની વાતમાં ખીજાય છે.  મને ચીડવે છે.  નોકરી કરવાની ના પાડે છે. અબોલા કરી લે છે. બે ત્રણ દિવસ સુધી બોલતો જ નથી. મનેય પછી ગુસ્સો આવે એટલે હું ય .. ના જ બોલું.

છોરો કહે કે, કામમાં બહુ ભલી વાર નથી. ઘરકામમાં સાવ ઢીલી પડે છે. મારી વાત જ સાંભળતી નથી. થાકીને લોથપોથ થઇ જાય અને બહુજ જીદ્દી છે.

મેં પૂછયું, લગ્ન શા માટે કર્યા ?

તો બંને કહે, સાથે રહેવા.

મેં પૂછયું, રહેવા કે જીવવા ?

બંને એકમેકની સામે જોવા લાગ્યા. મારી સામે જોયું. વિચારી રહ્યા હતા. પછી બોલ્યા, સાથે જીવવા.

મારો સવાલ લંબાવ્યો અને  ઉમેર્યું, આનંદથી કે કકળાટ કરીને ?

ફટ દઇને બંને બોલી પડયા, આનંદથી જીવવાસ્તો વળી.

ફરી મે મારો સવાલ વધારે લંબાવ્યો, કોના આનંદ માટે ? તારા કે તારા ? ( વારાફરતી બંને તરફ જોયું )

મને મેં ધારેલો તે જ જવાબ મળ્યો. અંકલ, બંનેના.

મેં પૂછયું …. તમારા બંનેનો આનંદ તમારા બંનેના જીવનમાં કોણ લાવી શકશે ?  જો આનંદ નહિ લાવો તો શું આવી જશે ?

સર, સમજી ગયો.  અંકલ, હું પણ સમજી ગઇ.

મેં કહ્યું, હું પણ સમજી ગયો…… જાવ મોજ કરો.


Leave a response

Your response:

Categories