ઇન્ટરનેટને કારણે મને મારા અંતરના ઉંડાણમાંથી સ્ફૂરતી વિચારધારા ગુજરાતી ભાષામાં વિશ્વભરમાં વસતા ગુજરાતી ભાષા જાણનારા લોકો સાથે વહેંચવાનો મોકો મળ્યો છે.
જેવું આવડે છે તેવુ, જેટલુ આવડે છે તેટલુ – અહી લખવા અને દર્શાવવા વિચાર્યું છે.
આ બ્લોગ પર મને મારા જીવનમાં પ્રેરણા આપનાર વ્યક્તિઓ, તેમના તેમજ અન્યોના વિચાર અને પ્રસંગોને શબ્દ અને વિડિયોનું સ્વરુપ આપ્યુ છે.
આમ તો હું પ્રોફેશનલ ફિલ્મ મેકર નથી, પરંતુ – શોખને લીધે : શુટીંગ, એડીટીંગ, વોઇસ ઓવર, ડબીંગ, મ્યુઝીક મીક્ષિંગની જાણકારી મેળવીને જે વિડિયો ક્લીપ બનાવી છે એ તમને કેવી લાગી એ જરુરથી જણાવશો.
પ્રેરણા, જનમત, મંથન અને માર્ગદર્શન જેવી કેટેગરીમાં મારા વિચારોને વિભાજીત કર્યા છે.
પ્રેરણા :
પ્રગતિ માટે આવશ્યક એવા વિચારો જ જન્મ આપે છે પ્રેરણાને.
પરિશ્રમ કરવા પ્રોત્સાહિત કરવાની ક્ષમતા હોય છે ફક્ત પ્રેરણામાં.
એટલે જ પ્રેરણા ક્યાંથી, ક્યારે, કેવી રીતે, મળી શકે તેની વાતો અહી કરીશ.
જનમત
જનમત એટલે જનતાનો મત.
આમ આદમીનો દ્રષ્ટિકોણ.
જીવનની જાતજાત-ભાતભાતની પરિસ્થિતિઓ અંગે જનતા શું વિચારે છે ?
જનતા શું અનૂભવે છે ?
જનતા શું સમજે છે ?
જનતા શું અપેક્ષા રાખે છે ?
જનતા શું માને છે ?
જનતાને શું લાગે છે ?
આ તમામ સવાલોના જવાબ એટ્લે .. જનમત
મંથન
વિચારોના આગમનની ઝડપનુ કોઇ માપ કાઢી શકાતુ નથી.
વિચારોની શક્તિનો અંદાજ મનન કરીએ પછી જ મળે.
જેમ દૂધમાંથી દહી – દહીમાંથી છાશ – અને છાશમાંથી માખણ નીકળી શકે
તેમ જ વિચાર મંથન પછી જ જીવન બહેતર બનાવવા
માટે જરુરી એવા વિકલ્પો વિકસાવી શકાય.
માર્ગદર્શન
જન્મથી જીવનના અંત સુધી માનવીને ડગલેને પગલે
– બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, મુગ્ધાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા તેમજ પ્રૌઢાવસ્થા દરમ્યાન માર્ગદર્શન વગર ન ચાલે.
મારુ માનવુ છે કે, માર્ગદર્શન મેળવવાની ઇચ્છા હોવી અનિવાર્ય છે.
અહી તમે જીવનની જૂદી જૂદી પરિસ્થિતિઓ અંગે માર્ગદર્શન મેળવશો.
રોજનીશી – ૨૦૦૯
આ વર્ષે નિયમિત રીતે રોજે રોજ બે કે બાર લાઇન પણ લખવી જ છે. ગમે તે નહિ, ગમે તે જ !!
થોડામાં ઘણું ?? !!
સ્વ સાથેનો સંવાદ અને અન્યો પાસેથી જાણવા મળેલી જીવનને બહેતર બનાવતી એ દિલની વાતો દિમાગથી કરી અને કરાવી છે – કે જે અંતરના ઉંડાણમાંથી વહીને મન અને આત્માને ભીંજવતી રહી છે.
આશા છે કે તમને ગમશે.
આદરણીયશ્રી. અખિલભાઈ
આપનો સુંદર બ્લોગ ખુબ જ ગમી ગયો સાહેબ,
આપની વિચારધારા પ્રેરણા પુરી પાડે છે.
તમને ગમ્યું એ મને પણ ગમ્યું !!!
મારો અને તમારો ધ્યેય થોડો મળતો આવે છે. હું કોલેજના યુવાનો પાસે સપ્તાહના ૨-૩ કલાક કોઇ સેવાની પ્રવુતી કરાવવાના ઉદ્દેસથી એક વોલેન્ટીયર ગ્રુપ બનાવવા જઇ રહ્યો છુ. આ કામ નો મને અનુભાવ તો છે જ. પણ પ્રથમ વખત સંપુર્ણ સ્વતંત્ર રીતે કરવાનો વિચાર છે. તમારા માર્ગદર્શનની આશા રાખું છુ.
antar ne valovi nakhe ne mayla ne jagadi dye eva aa aar-paar shabdo nu aa tamaru upvan hamesha mahektu rahe evi hardik shubhechhchhao.
your blog is superb.
તમારા બ્લોગni પ્રેરણાદાયી એક મુલાકાત…!