‘ … એવા સમાજ અને વાતાવરણમાં જીવવું છે જયાં સૌને રોજ કંઇક નવું શીખતા રહેવાનું મન થાય, પ્રકૃતિના સાંનિધ્યમાં જીવવા મળે, નાનકડા લોક સમુહનું પ્રગતિ તરફ નેતૃત્વ કરવા મળે અને પરસ્પર સ્નેહ તેમજ પ્રેમ સંપાદિત કરી શકાય. … ’
સ્થાનિક બાળકો અને યુવાનોને વૈશ્વિક જ્ઞાન, માહિતી અને જાણકારી આપવાથી આ સંભવ બનશે એવી અમારી ધારણા છે.
આ સ્વપ્ન સાકાર કરવા ..
અમે ( મારી પત્નિ તૃપ્તિ અને હું ) વ્યાવસાયિક જીવન દરમ્યાન કરેલી આવકનો દસમો ભાગ બચાવતા રહ્યા હતા તે લઇને ..
નજીકમાં આવેલી શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વિડીયો ફિલ્મો બતાવવાનું કામ કરીએ છીએ ..
ફિલ્મ નિર્માણ અને પ્રોજેક્શનના સાધનો વસાવી શક્યા છીએ ..
આ ફિલ્મો જીવનની વાસ્તવિક પરિસ્થિતિને કેન્દ્રમાં રાખીને અમે બનાવતા હોઇએ છીએ ..
ફિલ્મો જોયા બાદ થતી પ્રશ્નોત્તરી અને તેમાંથી થતા વિચારવિસ્તાર ઇચ્છેલા પરિણામ તરફ અમલમાં મૂકવા લાયક યોજનાનો આધાર બને છે ..
હવે મહત્વની વાત ..
તમારા નિવાસસ્થાનની નજીક આવેલી શાળા કે કોલેજના વિદ્યાર્થીઓ માટે આ ફિલ્મ શોનું આયોજન કરાવવામાં તમને રસ છે ?
આ કાર્યક્રમનું નામ ‘માર્ગદર્શન’ રાખ્યું છે.
– ન નફો અને ન ખોટ ને ધોરણે સમગ્ર ગુજરાત રાજયમાં સંચાલન કરવા ઇરાદો છે.
– માર્ગદર્શન એ અંદાજે બે કલાકનો કાર્યક્રમ છે જેમાં ૪ થી ૫ પ્રેરણાદાયી વિડીયો ફિલ્મ બતાવવામાં આવે અને પછી તે વિષય પર પ્રશ્નોત્તરી કરવામાં આવે છે.
– વિદ્યાર્થીઓ માટે .. તેમના માનસિક, બૌદ્ધીક અને નૈતિક વિકાસલક્ષી આ કાર્યક્રમ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.
– ભેટ, મેમેન્ટો કે પુષ્પગુચ્છ સ્વીકારવાથી દૂર રહીએ છીએ.
– વલસાડથી રેલ કે બસ માર્ગે આવવા–જવાનો ખર્ચ, તમારી સાથે રહેવું–જમવું અને મહેમાનગતિ માણવી એ જ અમારું મહેનતાણું.
– છતાં તમારા કે તમારી સંસ્થા તરફથી આ કાર્યમાં સહભાગી થવા સ્વૈચ્છીક રીતે જ અપાયેલ આર્થિક અનુદાનનો એક બંધ કવરમાં સ્વીકાર કરીશું.
jevu vicharato hato tevu malu khru
તમારૂ કાવ્ય તમારા શબ્દમાંઃ-
છેલ્લે લખ્યું કે,
* એક સાંજે
* આજે જ શીખ્યો
* હવે સહેલું લાગે છે …
* ઇચ્છા
* એક સાંજ તૃપ્તિની
* ગડમથલ
* લોકો
* સવાલ
* Goal Setting : VDO
* ખબર
હિમાન્શુભાઇ,
આ તો તમે ધ્યાન ખેંચ્યું ત્યારે ખબર પડી !!!
ધન્યવાદ.
કોઇ પણ સારા કામમાં પ્રભુ સહાય કરે છે. આપનું સ્વપ્ન પણ પૂર્ણ થશેજ.
GOD BLESS YOU.
આપના બ્લોગની મુલકાત લીધી. આપનુ સંકલન જાણીને અનંદ થયો.
bahu saras blog