ચોમાસાની ભીની સવારે સૂર્યના કિરણો મારા બગીચામાં પ્રસરી રહ્યા હતા.
ગરમાગરમ ચા પીવાની શરુઆત કરુ ત્યાંતો મારી નજર પડી એક અળસિયા પર.
અમળાતું – સળવળતું જમીનને છીદ્રાળુ બનાવતુ,
પોતાના દિવસની શરુઆત કરી ચૂક્યું હતુ.
રંગીન પતંગિયુ પણ આવી પહોચ્યું.
અહી-તહી ઉડાઉડ કરતું .. દ્ર્શ્યને અતિસુંદર બનાવતું ..
બંને જણ જાણે ભેગા મળીને મને કહેતા હતા કે :
જીવનનો આજનો દિવસ તારા હાથમાં છે.
પરિશ્રમના પરસેવાની સુગંધ આજે કરવાના કામોમાં ઉમેરી દેજે.
જેથી સાંજની ચા પીવાના સમયે,
આજનો દિવસ જીવ્યાનો સંતોષ થાય.
sundar vichar…