ભારતિય ચૂટણી પંચ પાસે એક આમ આદમી કેવી અપેક્ષા રાખે છે ?
મારુ મન પણ ચકરાવે ચડ્યું.
પોલિટીશીયન + પોલીસ અને પ્રેસ/મીડીઆ પબ્લીકનો કસ કેવી રીતે કાઢી શકે છે તેવા એક પ્રસંગનુ અહી વર્ણન કરવાની ઇચ્છા રોકી શકુ એમ નથી.
સ્થળ અને વ્યક્તિઓના નામ અત્યારે ખાનગી રાખ્યા છે.
બન્યુ એમ કે નગરપાલિકાની ચૂંટણીઓ આવી. અમારા મતવિસ્તારમાંથી ત્રણ ઉમેદવારો – ભા.જ.પ , કોન્ગ્રેસ અને અપક્ષ; ચૂંટણી લડી રહ્યા હતા.
“ત્રણમાનો એક્પણ ઉમેદવાર ચૂટાવાને યોગ્ય નથી” એવો મત ધરાવનાર એક મતદાતા મતદાન મથક પર પહોચે છે.
એની ઇચ્છા હોત તો એ આરામથી ટીવીની સામે ઘેર બેસી રહી શક્યો હોત.
બૂથ પર ફરજ પરના અધિકારીને પોતાની ઓળખ આપીને – ચૂટણી કાર્ડ બતાવીને પ્રશ્ન કર્યો કે, “ત્રણમાનો એક્પણ ઉમેદવાર ચૂટાવાને યોગ્ય નથી” એવો મત આપવા માટે શું કરવું ? – ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન પર ત્રણ પૈકી કોઇ પણ એક ઉમેદવારની તરફેણમાં મત આપવાની સગવડ છે. મારે મતદાન કરવું છે – પણ મારો પવિત્ર મત આમાના એક પણ ઉમેદવારને આપવો નથી. હુ ઇચ્છુ છુ કે, ચૂટણી કમીશ્નર / ચૂટણી પંચને એ પણ જાણ થવી જોઇએ કે, મતદારનો ‘સાચો’ મત શું છે.
પ્રિસાઇડીંગ ઓફીસર પાસે આનો ઉત્તર ન હતો. એમને એ પણ જાણ ન હતી કે આ સંજોગમાં શું કરવુ જોઇએ.
એમણે એમના અધિકારીનો સંપર્ક કર્યો. એમની પાસે પણ જવાબ ન હતો.
આ પરિસ્થિતિએ અન્યોનું ધ્યાન ખેંચ્યુ. અધિકારીઓ અકળાયા.
આરોપ લગાવ્યો કે, તમે ચૂટણી પ્રક્રિયામાં ખલેલ પાડી રહ્યા છો.
પોલિસ બોલાવી. બપોરે ૩.૩૦ વાગ્યે મતદારની ધરપકડ કરી. ત્રણ-ચાર કલમો લગાડી. પોલિસ સ્ટેશનમાં પી.આઇ.એ શિખામણ આપી કે શુ જરુર હતી આ બધુ કરવાની. રાત્રે ૧૦ વાગ્યે જામીન પર છોડ્યા. જેમને લખતા આવડતુ નહોતુ એવા કોનસ્ટેબલે કાગળિયા કર્યા.
પરિવારના અન્ય સભ્યો (માતા-પિતા-પત્નિ)ના (દુરા)આગ્રહ – આપણને આવુ ન શોભે / લોકો શું કહેશે / છાપાવાળા શુ લખશે – ને વશ થવુ પડ્યુ.
કેસ થયો. વકીલ રોક્યો. એણે બે તારીખો પાડી. છેવટે લોક અદાલતમાં બે મહિના પછી વકીલે કહ્યુ કે (ન કરેલો)ગુનો કબુલ કરી લો. રુ. ૩૦૦નો દંડ થયો.
ગાંધિજી અને વિવેકાનંદજીના વિચારોથી પ્રભાવીત આ મતદારને હું ઓળખુ છુ.
એમની પાસે ઉકેલ પણ હતો.
કોઇએ એમને બોલવાની તક ન આપી.
શું વિશ્વની સૌથી મોટી લોકશાહીની ચૂટણી પ્રક્રિયામાં ક્રાંતિ લાવી શકાય એમ છે.
કેવી રીતે ?