આપણને ક્યારે મુંઝવણનો અનુભવ થાય છે ?
જીવનમાં જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ સામે આવીને ઊભી રહી જાય
અને ત્યારે એને સમજવા માટે આપણા માહિતિ, જાણકારી અને અનૂભવ ઓછા પડે.
જેટલુ શિખ્યા – ભણ્યા – ગણ્યા તે બધું જ ઓછુ પડતું હોય એમ લાગે.
ક્યારેક આ પરિસ્થિતિની જાણ કોઇને કરવામાં સંકોચ પણ લાગે.
જેને લીધે એકલતા ઘેરી વળી હોય એવું પણ લાગે.
ન કહેવાય – ન સહેવાય જેવી સ્થિતિમાં શું કરવું તેની સમજ ન પડતી હોય
ત્યારે …. થતા અનૂભવને મુંઝવણ કહેવાય.
તમે શું વિચારો છો?