વર્તમાન સમયમાં હેન્ડીકેમ જેવા નાના કદના મોટા કામ કરી શકે તેવા વિડિયો કેમેરા વસાવવા સહેલા થયા છે. જીવનમાં લગભગ પ્રત્યેક પ્રસંગે હોમ વિડિયો બનતી હોય છે.
ઓટોમેટીક અને ડીજીટલ કેમેરા મોટા ભાગનુ કામ કરી લે છે. છતાં જ્યારે પણ સીનેમા / ફિલ્મ / ટેલીવીઝન જોતી વખતે હંમેષા એક સવાલ મનમાં થતો રહ્યો છે કે, ફિલ્મ કેવી રીતે બને?
ફિલ્મ કે ટીવીનો કાર્યક્ર્મ શરુ થાય ત્યારે અને છેલ્લે પૂરો થાય ત્યારે આવતા નામની યાદી વાંચતી વખતે ખ્યાલ આવે કે ; જે ” જોયું ” તે બનાવવા માટે કેટલા બધા કલાકારો અને કસબીઓએ જહેમત ઉઠાવી !
અને આપણે એક જ મીનીટમા એ ૩૦ મીનીટના એપીસોડ કે ૩ કલાક્ની ફિલ્મને ” આપણુ પોત્તાનું ” સર્ટીફીકેટ – (વિશેષણ) આપી દેતા હોઇએ છીએ.
એટલે જ અહી એક વિડિયો ક્લીપ પ્રસ્તુત કરુ છુ જેથી સમજી શકાય કે ….
ફિલ્મ મેકિંગ એટલે શું?
હમ્મ્મ્મ્મ્મ્મ, આ ફિલ્મ જોઈ ને મને પણ થોડી inspiration મળી ગઈ રે…