ભારતનું ભવિષ્ય – ફ્યુચર ઓફ ઇન્ડીઆ : જનમત
ભારતની લોકશાહીને બચાવવા આટલું અવશ્ય વાંચો અને વંચાવો.
ભારતમાં થતી ચૂટણીઓમાં મતદાતાને મત આપવાનો અધિકાર ૧૮મે વર્ષે મળી જાય છે. પોતાના “મત” નો ઉપયોગ યોગ્ય ઉમેદવારને પસંદ કરવા માટે જ કરવાનો અધિકાર મતદારને મળ્યો છે.
ચૂંટણી લડી રહેલા પૈકી એક પણ ઉમેદવાર મતદાતાને યોગ્ય ન લાગે તેવા સંજોગમાં મતદાતાનો મત – “નો વોટ” તરીકે રજીસ્ટર થવો જોઇએ. તો જ સાચા અર્થમાં પ્રત્યેક મતદાતાએ કરેલ મતદાનનો અર્થ સાર્થક થાય.
ભારતિય ચૂંટણી પ્રક્રિયામાં મતદારને યોગ્ય ઉમેદવારની તરફેણમાં મતદાન કરવાના અધિકાર સાથે સાથે, ચૂંટણી લડી રહેલા બધા જ ઉમેદવારો અયોગ્ય લાગતા હોય ત્યારે – “નો વોટ” નો મત આપવાની સગવડ / અધિકાર મળવા જોઇએ.
આ માટે ઇ.વી.એમ. (ઇલેક્ટ્રોનીક વોટીંગ મશીન) પર જેમ પ્રત્યેક ઉમેદવારના નામ અને નિશાન સામે તેની તરફેણમાં મત આપવા માટે બટન હોય છે તેવી જ રીતે તમામ ઉમેદવારોના લીસ્ટની નીચે એક વધારાનું બટન ”ઉપરનાઓમાંથી કોઇ નહી” ની તરફેણમાં હોવું જોઇએ.
તો જ સાચા અર્થમાં લોકમત દ્વારા ખબર પડશે કે મતદાતાની પસંદ-નાપસંદ શું છે અને લોકશાહીમાં પ્રત્યેક નાગરીકના પ્રત્યેક પવિત્ર મતને ગણત્રીમાં લાવી શકાશે.
તમે શું વિચારો છો ?
ભારતના રાષ્ટ્રપતિ, ભારતિય ચૂંટણી કમીશન અને ભારત સરકાર પાસેથી આ અધિકાર પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં સક્રીય બનો.
ઓન લાઇન ઇપીટીશન સાઇન કરો : http://www.ipetitions.com/petition/myvote
ઇ મેલ કરો : janmat@india.com
આ પત્ર રાષ્ટ્રની તમામ ભાષાઓમાં અનુવાદ પામીને વધુને વધુ લોકો સુધી પહોચે તેવી અપેક્ષા છે.
સાચી વાત..