“બંસીનાદ”વાળા – જયભાઈને પત્ર

૧૯૭૮માં સુરત જીવનભારતીના છાત્રાલયમાં રહીને ભણતો ત્યારે વેકેશનમાં મુંબઈ ઘેર જવા માટે “રાણી” માં જ જવાનો આગ્રહ રાખતો એ યાદ આવી ગયુ.

૬ રુપિયાની ટીકીટ પર ૫૦% વિધ્યાર્થી કન્શેશન .. સીંગલ સીટ પર બારી પાસે બેસીને નવસારી, બીલીમોરા, વલસાડ ના વડા, વાપી, દહાણુ ની દાળ અને લીલી ફૂદીના વાળી ચા … બોરીવલી અને અંધેરી .. પછી લોકલમા સાંતાક્રૂઝ …

મને યાદ આવે છે કે માટુંગા ફાટક પાસે આવેલા એક મકાનના ત્રીજા માળેથી મારા મલેકપોર(નવસારી-બારડોલી રસ્તા પર)ન વતની એવા મિત્રના ફોઈને મળવા ગયો હતો. “હસમુખ ધિરજભાઈ / ધિરજભાઈ ભુલાભાઈ ભક્તા” …

એનો એક પિત્રાઇ .. નામ યાદ નથી આવતું ..

એ કદાચ તમે જ હો તો ??? .. અચરજ થશે જ !!……..

પણ મઝા પડી ગઈ.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in ડાયરી and tagged . Bookmark the permalink.

5 Responses to “બંસીનાદ”વાળા – જયભાઈને પત્ર

  1. Gaurang કહે છે:

    bilimora na khaadaa naa khaman?????????????

  2. હરીશ દવે કહે છે:

    નેટ જગતની આ જ મઝા છે! દોસ્ત! ક્યાં ક્યાંથી કોણ અચાનક સામે ઉપસ્થિત થાય છે!
    …. હરીશ દવે અમદાવાદ

  3. jayeshupadhyaya કહે છે:

    valasad na lila nariyal bhuli gaya (tarapa)
    http://jayeshupadhyaya.wordpress.com

  4. જય કહે છે:

    પ્રિય અખિલભાઈ,

    અનાયાસે જ તમારો પત્ર મને હમણાં જ વાંચવા મળ્યો. ખૂબ જ આનંદ થયો. માટુંગાના ફાટક પર સાંજે જવાનુ એટલે જવાનુ જ. હવે જ્યારે મુંબઈ જવાનુ થાય ત્યારે માટુંગાના સ્ટેશન પર પંહોચી જાઉ, અને સાથે WRનુ ટાઈમ ટેબલ પણ ખરું જ.

    વેબ સાઈટ પરથી ‘રાણી’ના મનગમતાં (ઐતિહાસિક) ફોટા મોકલું છું.
    http://www.geocities.com/stamparchive/RAILWAYS/BB_CI_Railway.htm
    http://www.irfca.org/~shankie/famoustrains/famtrainfranee.htm

    આશા છે કે તમને જરૂર ગમશે.

    જય

  5. સુરેશ જાની કહે છે:

    મારા બાપુજી પણ રેલ્વેમાં હતા.

ટિપ્પણીઓ બંધ છે.