ગયા મહિનાની આખરમાં અમદાવાદ, વડોદરા, ભરુચ, સુરત અને નવસારીના મારા પ્રવાસ દરમ્યાન “ગુજરાત યાત્રા ૨૦૦૮”ની પૂર્વભૂમિકા તૈયાર કરવી હતી. ઇન્ટરનેટ પર થયેલ ઓળખાણને આધારે લોક-સંપર્ક કર્યો..
“ભારતના ભવિષ્ય” – “ફ્યુચર ઓફ ઇન્ડિયા” ના પ્રોગ્રામની માહિતિ અને જાણકારી આપી અને શાળાઓમાં / કોલેજોમાં ટૂંકી પ્રેરણાદાયી ફિલ્મોનું પ્રદર્શન કરવા શુ કરી શકાય તે અંગે મિત્રોના અભિપ્રાય / સુચન લીધા.
તાલુકા – જીલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરીને આ પ્રોગ્રામની શરુઆત જુલાઇ ૨૦૦૮થી કરવાનો ઇરાદો છે.
તમારા શહેરમાં – તમારુ સંતાન જે શાળામાં / કોલેજમાં અભ્યાસ કરે છે ત્યાં આ કાર્યક્ર્મનું આયોજન કરવામાં તમે અમને સહયોગ આપી શકશો..
બોલો શું વિચાર છે ?