“લોક-મિલાપ”

ગોપાલભાઈની મેઈલ વાંચી. ૧૦ નંગ ખીસાપોથીની કિંમત કરતાં તે સાથે જોડાયેલા “લોક-મિલાપ”ના નામનું મુલ્ય મારા મતે ઘણુ વધારે છે.

મને લાગે છે કે, અક્ષરાંકન, મુદ્રણ અને બાઈન્ડીંગ ઊપરાંત કવર પેપરની ગુણવત્તા ૧૯૮૦ના સમયગાળા દરમ્યાન પ્રકાશિત થયેલ ખિસાપોથીઓની તુલનામાં સમયની સાથે વધુ સારી હોઈ શકતે.

સસ્તા ભાવે ઉત્પાદન કરાવવાનો વિચાર “લોક-મિલાપ”ને કેમ આવ્યો તે ન સમજાયું. લોક-મિલાપના પ્રકાશનો વ્યાજબી કિંમતે જ પ્રાપ્ય હોય છે.

મારા વ્યવસાયમાં સરેરાશ દર મહિને ૨૦૦થી ૨૫૦ વ્યક્તિઓને મળવાનુ થાય છે. ત્યારે મારા તરફથી સૌને ખિસાપોથી આપતો રહ્યો છું.

નવસર્જન, અમદાવાદની – “નિત્ય-મનન : ગાંધિજી” મુલ્ય – રૂ. ૩.૫૦ પાના ૬૦ તમારા ધ્યાનમાં હશેજ.

તમારી મહેનતનું પ્રમાણ આંખે ઊડીને વળગે તેવું છે. ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવાના તમારા પ્રયત્નો એળે ના જાય એ હેતુથી જ આ સુચન કર્યા છે.

બાકી આજના સમયમાં રૂ. ૩.૦૦ ની એક એવી ૧૦ ખિસાપોથીની કિંમત થાય ફક્ત રૂ. ૩૦.૦૦ એટલે કે .. ત્રણ પેકેટ કુર્કૂરે કે વેફર અથવા ત્રણ બોટલ પાણી ..

સવાલ ખાવા કે પીવાનો નથી,

વાંચવા અને વંચાવવાનો છે.

ખિસાપોથીનો સ્પર્શ માત્ર વાંચનની ભૂખ ઊઘાડી નાખે તેવો હોય તો મઝા પડી જાય.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in ડાયરી and tagged . Bookmark the permalink.