૧૮.૦૬.૨૦૦૮ રાત્રે ૧૧.૩૦ કલાકે
ગઇકાલે સુરતમાં ઉત્તમભાઇ, પીયુશભાઇ અને ઐલેશભાઇને મળ્યા પછી, ગુજરાતી લખવાની ઇચ્છા પ્રબળ થઇ હોવાનુ લાગવા માંડયુ.
આજે આખો દિવસ કીબોર્ડ લે આઉટ ઇનસ્ટોલ કરવામાં ગયો.
મઝા પડી.
મારૂ કોમપ્યુટર બચારુ થાકી ગયુ.
લગે રહો … શીખવાની મઝા જ કંઇક ઓર છે.
એન્ટર …. અને …. એસ્કેપ,
યુટોપીયન ડોટ કોમ ના ઓનલાઇન ગુજરાતી એડીટર પરથી ખસીને હવે માઇક્રોસોફ્ટ વર્ડમાં ગુજરાતી લખવાની પ્રેકટીસ કરવાની જરૂર છે.
હવે ફ્રન્ટપેજ ૨૦૦૩માં ગુજરાતી લીપીમાં લખવાનો આ પ્રયોગ સફળ થાય તો તો જલસા પડી જશે.
અને સાચ્ચા અર્થમાં અખિલ ટીવી ડોટ કોમ ગુજરાતી ભાષામાં ગુજરાતી વિડીયો દ્વારા ગુજરાતનુ દર્શન કરાવતી વેબસાઇટ બની જશે.
ઉત્તેજના એટલે શું?
વિરામચિન્હો ( ; . , ? ) પ્રમાણમાં વધારે ડાર્ક છપાય કે લખાય છે . કોઇ ઉપાય ખરો ?
બાકીનું આવતીકાલે ..