૦૬. જુલાઇ, ૨૦૦૮
મને એ ખબર નથી કે મને શુ ખબર હોવી જોઇએ.
તમને એ ખબર કેવી રીતે હોય કે મને શુ ખબર છે ?
મને જે ખબર નથી એ તમને ખબર હોય પણ ખરી.
તમને જે ખબર હોય તે મને ખબર હોય એવુ ના પણ બને.
છતા કોને ખબર કે કોને શુ ખબર છે.
જેને ખબર જ નથી કે ખબર હોવી જોઇએ,
તેને ખબર આપવાની ખબર છે કોઇને ?
ખબર પૂછવી કે ખબર લેવી તેની પણ ખબર તો હોવી જોઇએને ?
એટલે તો કહુ છુ કે,
મને એ ખબર નથી કે મને શુ ખબર હોવી જોઇએ.
આને મારી વેબસાઇટના રીનોવેશન પછી લાગેલા થાકની અસર કે કહુ કે આડઅસર,
મને ખબર નથી !!!!
આગળની પોસ્ટનુ પુનરાવર્તઃ
માર્ગદર્શન નામના ફીલ્મ આધારીત કાર્યક્રમને વોટ આપીને તમે તમારો ટેકો આપ્યો ?
૧૦૦ વોટની જરુર છે. ૪૩ થયા છે. ૫૭ની આવશ્યકતા છે.
નીચે જણાવેલ લીંક પર કલીક કરો ..