પ્રસંશા, વખાણ .. પ્રોત્સાહન .. ખુશામત .. ખુબ નજીકના સગા છે.
પાતળી .. સુક્ષ્મ ભેદરેખા છે એમની વચ્ચે ..
દૂર રહેલા સારા ..
જયારે દૂર રહી શકીએ ..
ત્યારે …. જીવન જીવ્યાનો આનંદ મળે ..
નવુ શરુ કરવાની પ્રેરણા મળે …
અને ખરેખર … ડો. વીક્રમ સારાભાઇનુ સ્વપ્ન સાકાર કરી શકવાનો સંતોષ છે.
તમને જાણીને આનંદ થશે કે …
સોમવાર – સાતમી જુલાઇથી ….
અખિલ ટીવી ડોટ કોમ પરથી દરરોજ ભારતીય સમય પ્રમાણે રાત્રે ૮ થી ૯ લાઇવ પ્રોગ્રામ્સ પ્રસ્તુત કરવાની નમન્ના છે.
સીંગાપોરમા મુ. ચંદ્રાબહેન અને સુરેષભાઇ જેવાઅભિયાનના વાચકો અખિલ ટીવી ડોટ કોમના દર્શકો બને ત્યારે મારી જવાબદારી વધ્યાનો અહેસાસ થાય છે.
જેવુ આવડે છે
એવુ અને એટલુ કરુ છુ ..
નવુ નવુ શીખુ છુ …
ભુલ પડે તો ટપારી લેજો ..
કારણકે … હજુ ઘણુ જાણવાનુ બાકી છે…