ભાઇ કાર્તિક,
કોમપ્યુટરનો કક્કો પણ જાણતો ન હતો. ગમે ત્યારે એસ્કેપ અને રીસ્ટાર્ટ થઇ શકાય ના ગુરુમંત્ર સાથે કુદકો મારી દીધો .. ધોતા ધોતા આવી રહેશે એવુ પણ એક જાણકારે કહેલુ .. અને આજે બે પ્રકારની લાગણી થાય છે.
અમારા સમયમા ( ૩૦ વરસ પહેલા ) શીખવાના સાધન આછા અને શીખવાની ઝડપ ઓછી અને અત્યારે શીખી શકવાની ઝડપ કરતા પણ વધૂ ઝડપે બદલાતી ટેકનોલોજી અને ઉપકરણો … જોઉ છુ ત્યારે ….. થાય છે …
સાલ્લુ , મારો જન્મ થોડો મોડો થયો હોત તો ?
આજે ( ૩૦ વરસ પછી ) સાયન્ટીફીક અને પ્રેકટીકલ બનતી જતી દુનિયામા માણસ મશીનની જેમ કામ કરીને બે–ચાર–પાંચ–પંદર–પચીસ લાખના પેકેજ પાછળ પરિવારને સ્વદેશ મુકીને પરગામ કે પરદેશની વાટ મહદ્ અંશે સમૃધ્ધી પાછળ સંસ્કારને ભોગે પકડતો જોઉ છુ ત્યારે … થાય છે…
સાલ્લુ , મારો જન્મ થોડો વહેલો થયો હોત તો ?
વેલ…… જયારે, જયાં, જે, જેટલુ, જેવી રીતે, જેની સાથે, જેને માટે .. જીવાય તે બરાબર જ છે.
મને સંતોષની સાથે આનંદ એ વાતનો છે, અહી તારા બ્લોગ પર ભેગી થયેલી કોમેન્ટસ વાંચીને ખબર પડી કે કેટલુ બધુ જાણવાનુ બાકી છે ..
પરિવર્તન કે સાથ કદમ મીલાને કો હી શાયદ ઝીંદગી કહતે હૈ !!!
ખરુને ?
આમ તો હુ કાઇક બોલુ તો લાગે નાના મોઢે મોટી વાત, પણ કહી જ નાખુ, “આમ તો દુનીયા મા ઘણુબધુ શિખવા જેવુ અને ગુમાવા જેવુ છે, શુ મેળવવા માટે શુ ગુમાવવુ એ તો મણસે જતે નક્કિ કરવનુ હોય છે.”
કાંઈ નહીં … હવે જન્મી જ ગયા છીએ તો જ્યાં અને જે રીતે જીવીએ છીએ તે રીતે રહીને આનંદ કરીએ … બીજુ શું ? કહે છે કે અફસોસ નિવારવાની પહેલી ચાવી છે કે જીવન જ્યાં જેમ ચાલે છે તેને સ્વિકારો, અને બીજી એ કે તેને જીવ્યે જાઓ … બોજ લઈને નહીં પણ મોજ લઈને ….
બાકી જન્મ તો ૨૦૫૦માં થયો હોત તોય આમ જ થાત … કે થોડો મોડો જનમ્યો હોત તો ??
જયારે, જયાં, જે, જેટલુ, જેવી રીતે, જેની સાથે, જેને માટે .. જીવાય તે બરાબર જ છે
સાચી વાત, હું પણ સુરત ની “શાહિ” જીંદગી છોડી ને અહિંયા મુંબઈ મા “કુતરા” મજૂરી કરવા આવી ગયો છું.
હમમ. સરસ વાત કીધી.
ઘણી વખત થાય છે આ બધી માથાકૂટને મૂકો એક બાજુ, એનાં કરતાં તો જન્મ જ ના થયો હોત તો 😉
પરિવર્તન કે સાથ કદમ મીલાને કો હી શાયદ ઝીંદગી કહતે હૈ !!!
બહુ જ ગમ્યું