સંવાદ

સંવાદ અખિલ સુતરીયા

અખિલટીવી ડોટ કોમ પરથી લેખનઃ કાંતિભાઇ પરમાર, હિચીન અને પિયુષભાઈ મહેતા સુરત.

 

નમસ્કાર દોસ્તો,

મારૂં નામ અખિલ છે. અને અખિલ ટી વી ડોટ કોમ પર તમારૂં સ્વાગત છે. બહુ લાંબા સમયથી આ વેબ સાઈટને હું ચલાવી રહ્યો છું, ને એની ઉપર લોકોની જીંદગી બહેતર બને એ હેતુથી જુદા જુદા વિષયોને કેંદ્રમાં રાખીને, ખાસ કરીને જીવનને કેંદ્રમાં રાખીને, અથવા જીવનની જુદીજુદી પરિસ્થિતિઓને કેન્દ્રમાં રાખીને, હું વિડીયો ફીલ્મ બનાવતો રહ્યો છું. કેટલીક એવી વિડીયો ફિલ્મ બનાવવાની હવે મને એ ઈચ્છા છે, કે જે દ્વારા આપણે જીંદગીના જે રહસ્ય જાણી નથી શક્યા, એની માહિતી અને એની જાણકારી આપણને મળે. મારો એક ટ્રેઈનીંગ પ્રોગ્રામ છે, અને એ ટ્રેઈનીંગ પ્રોગ્રામમાં હું જે જે મુદ્દાઓને પાર્ટીસીપન્ટની સાથે ચર્ચામાં મૂકું છું, ત્યારે મને એવા જાતજાતના અનુભવ થાય છે. ચર્ચા કરતી વખતે પાર્ટીસીપન્ટ સાથેની વાતોમાંથી મને ઘણું બધું જાણવાનું પણ મળે છે, અને એવી માહિતી એવી જાણકારી હું તમને આ એપિસોડ દ્વારા તમારી સાથે શેર કરવાનો પ્લાન કરૂં છું. સૌથી પહેલાં તો હું તમને એ માહિતી આપી દઉં કે,

જીવન લાઈફ નો મારો જે સેમિનાર છે, અને એના ચાર મુખ્ય પાસા છે. એક છે જીવનજ્ઞાન એટલે કે જીંદગી વિષેની આપણી પોતાની સમજણ. બીજું છે જીવનધારા એટલે કે આપણે જીવન સમયની સાથે, આપણે કેવી રીતે આપણા જીવનમાં વહીએ છીએ. ત્રીજું છે જીવનસાફલ્ય જીવનમાં વહેતા વહેતા આપણને જે જોઈએ છે તે મેળવવા માટે આપણે પ્રગતિ કેવી રીતે કરીએ છીએ, અને છેલ્લે જીવનસાગર આપણા જીવનમાં પ્રેમ અને બીજા મુલ્યોનું મહત્વ કેટલું છે, અને શું ખરેખર આપણે આપણું જીવન મુલ્યો પર આધારીત રાખીને જીવીએ છીએ. કે પછી વર્તમાન પરિસ્થિતિઓની સાથે સમાધાન કરીને જીવીએ છીએ. જીવનજ્ઞાન અને જીવનધારા અને જીવન સાફલ્ય અને જીવનસાગર, મેં કંઈક એવું વિચાર્યું કે,

 દરેક વ્યક્તિના જીવનમાં ચાર તબક્કા છે, અને તે પ્રમાણે કહી શકીએ કે બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, તરૂણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃધ્ધાવસ્થા. દરેક વ્યક્તિના જીવનમાં ચાર બાબતો અથવા તો ચાર એના ભાગ પાડી શકાય કે,

 એનું અંગત જીવન, પારિવારીક અને સામાજીક જીવન, વ્યાવસાયિક જીવન. તો દરેક પ્રકારે આપણે આપણા જીવનમાં શું મેળવવું છે શા માટે મેળવવું છે, અને કેવી રીતે મેળવવું છે. જ્યારે લોકોને સવાલ પૂછીએ છીએ, અથવા આ સવાલ તમારી સામે જ્યારે હું મૂકું છું, કે બોલો તમને તમારા જીવનમાં શું જોઈએ છે, અફકોર્સ હું ભગવાન નથી, કે તમને જે જોઈએ છે તે તથાસ્તુ કરીશ અને તમને એ મળી જશે. પણ થોડું મગજ પર ભાર મૂકીને થોડી તસ્દી આપીએ, મારે જીવનમાં શું જોઈએ છે, મારે જીવનમાં શું મેળવવું છે, આવો સવાલ જ્યારે તમે તમારી જાતને કરો છો તો શું જવાબ આવે છે, તમારી અંદરથી શું જવાબ આવે છે, તમને શું જોઈએ છે, તમારા અંગત જીવનમાં તમને શું જોઈએ છે. પારીવારીક જીવન માટે તમને શું જોઈએ છે, સામાજીક જીવન માટે તમને શું જોઈએ છે. વ્યાવસાયીક જીવનમાં તમને શું જોઈએ છે, આપણને શું જોઈએ છે, આ પ્રશ્નનો જવાબ વિચારતા કરે છે. જે વિચાર આપણા મનમાં આવે છે, જે વિચાર આપણું મન કરતું થાય છે, એ વિચારને કેટલીક સ્પષ્ટતા સાથે આપણે જોઈ શકીએ છીએ. મારે શું જોઈએ છે, આપણને સામાન્ય રીતે એવો જવાબ મળે છે આ સવાલનો, કે આપણને સુખશાંતિ પૈસો જોઈએ છે સાહેબ, બીજું કાંઈ જોઈતું નથી. પણ સવાલ તે થાય છે કે સુખ એટલે શું ? શાંતિ એટલે શું ? અને જે સુખ અને શાંતિની વાત કરતા હોઈએ આપણે, ત્યારે તે સંજોગોમાં ખરેખર આપણે સમજીએ છીએ કે સુખ એટલે શું ? અને જો સુખ એટલે શું, એની આપણને સમજ ન હોય, તો શાંતિની આપણને સમજ ન હોય, હા, સમૃધ્ધિની સમજ આપણને છે કે ભૌતિક સુખ, ઘરમાં પૈસો હોય, પૈસા દ્વારા ખરીદાયેલી સામગ્રીઓ હોય, અને વ્યવસ્થા ઉભી કરી હોય આપણે, કે જેથી આપણા જીવનમાં અગવડ ઓછી પડે. ગરમી લાગે છે, પંખાની સગવડ છે. મનોરંજન માટે ટેલીવીઝનની સગવડ છે. ઠંડું પાણી પીવા માટે રેફ્રીજરેટરની સગવડ છે. અને એ પ્રકારે આપણે આપણા ઘરમાં આપણા જીવનને સગવડયુક્ત બનાવવા માટે સગવડોને ખરીદીએ છીએ. સગવડો ઊભી કરવા માટેના સાધનો ખરીદીએ છીએ. અને એ સાધનોને ચલાવવા માટે, એ સાધનોને વાપરવા માટે, આપણે મહેનત કરીએ છીએ. એ સાધનોની રચનાને સમજવાની માટે જાણકારી મેળવીએ છીએ. એ સાધનોને યોગ્ય રીતે વાપરવા માટેની તાલિમ લઈએ છીએ. અને આવું ઘણું, કેટલીક વખત તમે પણ જો વિચારો, તમને પણ કદાચ એમ લાગે, કે ખરેખર આપણા જીવન માટે શું જરૂરી છે ? કોઈકને લાગે છે કે, જાણકારી અને માહિતી જરૂરી છે, જ્ઞાન જરૂરી છે, કોઈકને લાગે છે અનુભવ જરૂરી છે, કોઈકને લાગે કે સંબંધની જરૂરી છે, તો વળી કોઈકને લાગે છે કે સગવડો જરૂરી છે, કોઈકને લાગે છે, દરેકને કંઈક ને કંઈક તો લાગે જ છે કે જીવન જીવવા માટે કંઈક જરૂરી છે, અને એ જે કંઈક છે એની સ્પષ્ટતા કેટલી ? એ આપણો સવાલ છે. કેટલી સ્પષ્ટતા સાથે આપણે નક્કી કરીએ છીએ કે આપણને જીવનમાં શું જોઈએ છે. તમને શું જોઈએ છે ? તમારા પત્નિને શું જોઈએ છે ? તમારા જીવનસાથીને શું જોઈએ છે ? બાળકોને શું જોઈએ છે ? વડિલોને શું જોઈએ છે ? માતાપિતાને શું જોઈએ છે ? તમારા સંબંધીઓને શું જોઈએ છે ? તમે જે આપી શકો એમ છો, તમે શું આપી શકો એમ છો, તમે એમને માટે શું મેળવી શકો એમ છો, તમે તમારી જાતને માટે શું મેળવી શકો એમ છો, જે મેળવી શકો એમ છો, એ મેળવવાનું કોઈ કારણ ખરૂં ? શા માટે જોઈએ છે ? ટેલીવીઝન જોઈએ છે, ઘરમાં આપણને, શા માટે ટેલીવીઝન જોઈએ છે ? ટેલીવીઝન શા માટે જોઈએ આપણને, હાં સાહેબ ! દુનિયાભરના સમાચારો મેળવવા માટે, દુનિયાભરની માહિતી મેળવવા માટે. હં ! છાપું જોઈએ, હં ! છાપું શા માટે જોઈએ છે. અખબારો વાંચવા માટે શું આજુબાજુ ઘટનાઓ થાય છે, બીજા કંઈ માહિતી વધારવા માટે, એ વાત. બીજું કંઈ, જે જોઈએ છે એનો અંત નથી, એ લીસ્ટ બહુ લાંબું છે, એટલું બધું લાંબું લીસ્ટ છે કે આપણે એ લીસ્ટને ધ્યાનમાં રાખીને જો વાત શરૂ કરવી હોય, તો સવારના ઊઠતાંની સાથે કદાચ તમને દંતમંજન કરવા માટે યા તો પાવડર જોઈએ છે, અથવા ટુથપેસ્ટ જોઈએ છે, અથવા દંતમંજન જોઈએ છે, અથવા બાવળનું દાતણ જોઈએ છે, અને ત્યાંથી છેક રાત્રે સૂતી વખતે, કદાચ તમને મસ્કીટો કોઈલ જોઈએ છે, અથવા તો મસ્કીટો મેટ જોઈએ છે, જેને કારણે તમે રાત્રે ઊંઘ લેવાના હશો તે દરમ્યાન મચ્છર તમને ખલેલ ન પહોંચાડે. તમને શું જોઈએ છે, સવારથી લઈ રાત સુધીમાં. કેટલું લાંબું લીસ્ટ બને છે, ઘણું લાંબું લીસ્ટ બને છે. આ જે કંઈ પણ વસ્તુઓ આપણને જોઈએ છે, જે કંઈ પણ સાધનો આપણને જોઈએ છે, જે કંઈ પણ સામગ્રીઓ આપણને જોઈએ છે, જે કંઈ પણ વ્યવસ્થાને આપણે જીવનના ઉપયોગમાં લઈએ છે, આ તમામ વસ્તુ, વ્યવસ્થા, સામગ્રી, સાધનો, આપણને જોઈએ છે. પણ આપણને જોઈએ છે માં બે પ્રકાર છે. એક એને આપણે કાયમી ધોરણે આપણા પોતાના કરીને વાપરીએ છીએ, ઓનરશીપ. આપણા પોતાના. અને બે હંગામી ધોરણે. વાહનની જરૂર છે તો તેને માટે, આપણું પોતાનું વાહન કે પછી કોઈક વાહન ભાડેથી. દાખલા તરીકે રીક્ષા કે ટેક્ષી. દરેક તબક્કે કેટલીક વસ્તુઓ છે, જે આપણી પોતાની બનાવીને આપણે વાપરીએ છીએ, આપણે પોતે એને ખરીદી લઈએ છીએ, પૈસા ચૂકવીને, અથવા, પૈસા ચૂકવીને આપણે માત્ર સેવા ખરીદીએ છીએ, સર્વિસીસ. એનો અર્થ એ થાય છે કે જીવનને સગવડયુક્ત બનાવવા માટે આપણે પૈસા ખરચીને એ સેવા આપણને જે સાધનદ્વારા મળવાની છે તે સાધન ખરીદીએ છીએ અને આપણે એના માલિક બની જઈએ છીએ. અથવા એ સાધન જેની પાસે છે એ વ્યક્તિ પાસેથી એ સાધન અમૂક સમય માટે વાપરવા માટે આપણે લઈએ છીએ અને આપણે એનું ભાડું ચૂકવી દઈએ છીએ. ગણત્રી કરવાની છે, કે આપણે આપણા જીવનમાં કઈ વસ્તુઓની માલિકી રાખી શકીએ અને કઈ વસ્તુઓને આપણે ટેમ્પરરી, જરૂર પૂરતી, વાપરવા પૂરતી જ, એને આપણી પાસે લાવીએ છીએ. પૈસા ચૂકવીને, ભાડેથી, તો કઈ રીતે કઈ વસ્તુને વાપરવાનો ખર્ચ કેટલો છે, એ વિચારવાનું છે. કઈ વસ્તુનો નિભાવ ખર્ચ કેટલો છે. શું ખરેખર એ વસ્તુની આપણી પોતાની માલિકી હોવી જરૂરી છે કે કેમ, આ વિચારવાનું છે. જે ધરતી પર આપણો જન્મ થયો છે, જે ધરતી પર આપણે આવ્યા છીએ, માનવ શરીર સાથે, આ ધરતી પર આપણું કહેવાય એટલું શું, અને આદ્યાત્મિક દ્રષ્ટિએ આને વિચારવાની વાત હું નથી કરતો, પણ છતાં એવું લાગે છે આપણને કે આ શરીર પણ આપણું નથી. ૬૦ કે ૭૦ વર્ષ માટે આપણને આ શરીર મળ્યું છે તો આ શરીરને શણગારવામાં, આ શરીરને સાચવવામાં આપણું ધ્યાન, શરીરની અંદર જે ચૈતન્ય છે એની સાથે કેટલું કનેક્ટ થાય છે… એક સવાલ છે, આજે પહેલી વખત મેં એવો પ્રયત્ન કર્યો છે કે આ રીતે કેમેરા સેટ કરીને વાતો કરૂં છું, આવું કેટલી વખત બનશે એ મને ખબર નથી. કયા વિષય ઉપર, કયી વાતો ઉપર હું તમારી સાથે આવી રીતે કરીશ એ મને ખબર નથી, પણ હું માનું છું, હું આશા રાખું છું, અને ઈચ્છું પણ છું કે આવી રીતે તમારી સાથે અવારનવાર હું વાતો કરતો રહું. જેથી કરીને આપણે જે કરવા માગીએ છીએ, કે જે વિચારો હું આવી રીતે તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું એની ઉપર તમે શું વિચારો છો, એ પણ તમે મને કહી શકો, તો દોસ્તો તમે થોડુંક વિચારી જુઓ કે જો આપણે એક એવા સમાજનું નિર્માણ કરવા માગતા હોઈએ કે જ્યાં દરેક વ્યક્તિને કંઈક રોજ નવું શીખવાની ઈચ્છા થાય, જ્યાં વ્યક્તિને પોતાનું જીવન જીવવા માટેની જરૂરી જાણકારી અને માહિતી મેળવવાની ઈચ્છા થાય. નવું શીખો એ પરિસ્થિતિમાંથી પોતાની જાતને કોઈપણ પ્રકારે તાણ અનુભવ્યા વગર વહી શકે, નવું જીવો  પોતે પોતાના જીવનમાં અને પોતાના પરિવારના સભ્યોને સાથે લઈને આગળ વધી શકે, પ્રગતિ કરી શકે, નવું નેતૃત્વ અને કોઈના પણ માટે તિરસ્કારનો ભાવ ન રાખતાં હ્રદયમાં પ્રેમનો ભાવ રાખીને પોતાના જીવનના દિવસો માંથી અઠવાડિયાઓ માંથી પખવાડિયાઓ માંથી મહિનાઓ અને છેવટે આખું જીવન, લોકોનો પ્રેમ પામી શકે અને લોકોને પ્રેમ આપી શકે. એવી રીતે જીવી શકે અને એવા સમાજમાં જો આપણે રહેતા હોઈએ નવું જીવન એવી એક કલ્પના છે. આશા છે કે આ શૃંખલામાં રોજ નવું જીવન આજનો આ પહેલો એપિસોડ તમને ગમ્યો હશે મને જરૂર પત્ર લખજો મને જરૂર ઈ મેલ કરજો જેથી કરીને આપણે આ ચર્ચાને કઈ દીશા આપવી એ નક્કી કરી શકીએ આજના આ એપીસોડમાં મારી સાથે રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ! ધન્યવાદ !

 

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in ડાયરી and tagged . Bookmark the permalink.

1 Response to સંવાદ

  1. shantnu કહે છે:

    very impresive site and this is my first time reading and watching on this site. I can read gujrati and write also but dont know how to write on this key board. i learn some thing very good thing from your vedio site and very well help full in any body’s life.

ટિપ્પણીઓ બંધ છે.