બ્લોગર જગતમા આપણી અપેક્ષાઓ ….

થોડા દિવસ પર એક બ્લોગર મિત્ર સાથે ચેટમા ચર્ચા થઇ. 

મુદ્દો હતો, બ્લોગર જગતમા આપણી અપેક્ષાઓ ….

અપેક્ષા નંબર ૧ – સાઇટ પર કે બ્લોગ પર વીઝીટરની સંખ્યા વધે તો મઝા આવે.

અપેક્ષા નંબર ૨ – લખાણ પર લોકો કોમેન્ટ કરે …

પાછા કોમેન્ટના બે પ્રકાર .. ૧. વખાણ અને ૨. ટીકા

અપેક્ષા નંબર ૩ – લોકો વખાણ કરે તો વધુ સારુ. કુદરતી નિયમાનુસાર સામાન્ય રીતે આપણને સૌને વખાણ ગમે …. પ્રસંશા તો સૌને ગમે.

પણ ટીકા થાય તો ??

વ્યક્તિ ખળભળી ઉઠે છે …

ટીકાને જ મુદ્દો બનાવીને ચર્ચા ચડભડનુ સ્વરૂપ લઇ છે … …  આગળ વધે છે … અન્યો પોતાના વિચાર રજુ કરતા જાય … સમર્થકો બંનેને મળી રહે … સમજણપૂર્વકના સમાધાન તરફ લઇ જનારા પણ એકાદ પ્રયાસ કરે .. પણ .. સ્વાભિમાનના લેબલ હેઠળનુ અભિમાન વાતનુ વતેસર કરે …

અમારી ચેટનુ કનક્લુઝન – સમજદાર ત્યાંથી વિદાય લઇ લે.

અમારી ચેટ પૂરી થઇ.

મારુ મન વિચારે ચડયું….

ડુંગર તો દૂરથી જ રળીયામણાની કહેવત, મને કહેવાતા શિક્ષિતોના સંપર્કમા ખાસ કરીને ઇન્ટરનેટ પર જેમ જેમ આવવાનુ થયુ તેમ તેમ સમજાતી ગઇ.

…..  મારા મિત્રને પણ એવા જ અનુભવ થયા છે …

કે ટીકા વાંચવાની – સાંભળવાની .. સમજવાની અને જાતમા કે કામમા સુધારો કરવા ઉપયોગમા લેવા જેટલી પરિપક્વતા પોતાનામા છે કે કેમ, તે તો આત્મસંવાદનો કે મનોમંથનનો જ વિષય કહેવાય.

મારા મતે વ્યક્તિના વિચાર .. વાણી .. વર્તન .. વ્યવહાર વચ્ચે કોઇ અંતર ન હોય તો તેનુ વ્યક્તિત્વ પારદર્શક ગણાય.

આજની વાસ્તવીક દુનિયામા … લોકો વિચારે કઇક .. બોલે કઇક .. અને વર્તે કઇક.

મારા વ્યવસાયને કારણે આવા તો અસંખ્ય દાખલા નજરે જોયા છે … કોસ્મેટીક કલ્ચરના એન.જી.ઓ … કોર્પોરેટ કલ્ચરના સી.એસ.આર … અધધધધ…… જવા દો.

સારી, સાહિત્યિક અને સાચી ભાષામા લખવુ કે બોલવુ એ અવશ્ય સીધ્ધી ગણાય.

પણ સરળ અને સમજાય તેવી ભાષામા લખવુ કે બોલવુ એ સીધ્ધી કરતાં યે વિશેષ ગણાય.

(મને મારા ભાષાજ્ઞાન અને જોડણી અંગે શંકા છે જ .. છતાં જેવુ આવડયુ છે તેવુ લખવા માંડયો છુ … તેમણે મને ઉંઝા જોડણીનો વિકલ્પ સુઝાડયો. …)

સુપરસ્ટાર અમિતાભ બચ્ચન .. આમિર ખાન .. અજય દેવગન પણ બ્લોગીંગ કરે છે .. અંગ્રેજીમાં. .. તેમની મરજી મુજબ.

અહી વર્ડપ્રેસ પર કદાચ સૌથી વધુ ગુજરાતીઓના બ્લોગ છે. સુલેખા પર પણ ગુજરાતી બ્લોગર્સની સંખ્યા મોટી છે.

સૌને વાચકો મળે છે …

સવાલ વધારે કે ઓછાનો નથી …. સવાલ મને કેવા વાચકો મળે છે નો છે.

બ્લોગર તરીકે મારે શુ લખવાનુ છે કે વ્યક્તિ તરીકે મારે શુ લખવાનુ છે.

બ્લોગીંગ હુ

– ૧. વાચકો મેળવવા કરુ છુ કે ….

– ૨. વાચકો માટે કરુ છુ કે ….

– ૩. મારા સંતોષ માટે કરુ છુ.

performance is perhaps measured with NUMBERS ….. and GRADES ….

if you are satisfied with what you are doing ..

… that is something beyond any NUMBER !!!

imagine …. if GOD would have counted his creations …. and expected APPRECIATION !!!

Just go on doing what you like and love to ….

keep satisfying self ….

everything else is sometimes  …. artificial also.

continue writing …. expressing …

regardless of …. How many would read it … understand it …

Just without expecting … anything in return !!

I know it is one of the very difficult ability to instil, develop and master.

એકલા જ આવ્યા મનવા, એકલા જવાના; સાથી વીના, સંગી વીના …. એકલા જવાના. ( ગીતકારનુ નામ ખબર નથી )

Akhil Sutaria

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in ડાયરી and tagged . Bookmark the permalink.

3 Responses to બ્લોગર જગતમા આપણી અપેક્ષાઓ ….

 1. jayeshupadhyaya કહે છે:

  વીચારવા જેવી વાત

 2. Niraj કહે છે:

  ખૂબ સરસ વાત કરી અખીલભાઈ, બ્લૉગ આપણા અંગત અભિમાનનું માધ્યમ ન બની જાય તે જોવું રહ્યું. બ્લૉગ પર વાચકોનાં સારા-નરસા બન્ને પ્રતિભાવો આવકાર્ય છે જ પણ ખોટી ચર્ચાઓ મૂળ વિષયવસ્તુને બાજુમાં ન રાખી દે તે જોવું જરૂરી છે. બ્લોગીંગ એ વાચકો કે પ્રતિભાવો મેળવવની સ્પર્ધા તો નથી જ; એ તો માત્ર પ્રયાસ છે ગમતાનું ગુલાલ કરવાનો.

  એક આડવાત “એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના” બરકત વિરાણી ‘બેફામ’ની રચના છે.

 3. જયવંત પંડ્યા કહે છે:

  આપણા વિચારો મૂકવા જોઈએ…વાચકોની ટીકાને આવકારીએ…પણ જો માત્ર ટીકા માટે ટીકા હોય તો તેમને અવગણીએ…આપણું કામ ચાલુ રાખીએ

  ઉંઝા જોડણી કોશ જરા અટપટો છે
  આપણે આપણી ગુજરાતી જોડણી શીખી ન શકીએ જે વર્ષોથી પ્રચલિત છે..

  જો આપણને psychiatrist…bridge…speculation જેવા અંગ્રેજી શબ્દોની જોડણી યાદ રહે તો ગુજરાતીની કેમ નહીં? જરૂર છે માત્ર પ્રયત્નોની. અને ગુજરાતીમાં આપણે વાપરતા શબ્દો તો બહુ મર્યાદિત છે…હજુ ઘણા શબ્દોની આપણને જાણ જ નથી….

  માટે લગે રહો અખિલભાઈ

ટિપ્પણીઓ બંધ છે.