ઇન્ટરનેટના માધ્યમ પર જે કંઇ છે એ પોતાની જ માલિકીનુ છે ..
એવી માનસિકતાની બહાર સૌ આવે,
વિચાર એકવાર વહેતો મૂકયા બાદ સૌનો થાય ..
એક વિચાર પર સૌ વિચાર કરે તે ઇચ્છનિય છે…
સૌ તે વિચાર પર સંમત થાય એ દર્શનિય છે..
અને … સામુહિક રીતે એ વિચાર અમલમાં મૂકાય તે તો .. અદભૂત પરિણામ કહેવાય.
દુનિયામાં ..
જગત વિશે ..
અને
એમાં જીવતા લોકો વિશે …. તો હજુ કંઇજ જાણતા નથી.
જેમને હજુ જોયા નથી ..
અડક્યા નથી ..
જેમની સાથે ફક્ત વિચાર પ્રદાન જ શરૂ થયું છે ..
એમને જાણવા અને ઓળખવા ..
એ તો સૌથી કપરૂ કામ…
અને જયારે અઘરૂ કામ કરીએ તો ભૂલ તો થવાની જ !
મને એવુ સમજાયું છે કે,
આ માધ્યમ પર કામ કરવા માટે …
સમજાવવા કરતાં સમજવું વધારે મહત્વનુ છે.
મન મોટું રાખીએ,
કદી કશાનુ ખોટુ ન લાગવા દઇએ,
મિત્રો મળે તો સારુ …
અને મળીને ચાલ્યા જાય,
છોડી જાય તો …
તકલીફ થવી ન જોઇએ.
… તો જ અહીં મઝા પડે.
તમને શું લાગે છે ?
તા.ક – મારો બ્લોગ + પોડકાસ્ટ હવે http://akhiltv.podbean.com/ ખસેડયો છે.