વિનયભાઇને પત્ર

.. વિનયભાઇ … દાદાને દાદાની મરજીથી તેમની રીતે તેમનું મનગમતુ કામ કરવા દેવા જોઇએ … અરે, ફક્ત દાદા જ શા માટે. સૌને …લાગુ પડે છે આ વાત.

દાદાએ મને એકાદ વાર કહ્યું પણ હતું કે, ઊંઝા પર આવી જાવ … જયવંતભાઇએ કહ્યું કે સાર્થ જ સાચી પધ્ધતી છે. …. મને એવું લાગે છે કે … હવે મારે કયાં પરીક્ષાઓ આપવી છે ..??

… મને કયાં જોડણીનું ભાન છે ? … કદાચ કશેક ભુકા બોલવતો હોઇશ … જાણકારો કાન આમળે એટલે શીખી લેવાનું … સુધરી જવાનું …. અહમ ઓગાળીને જીવવાના પાઠ અહી જ .. અન્યોના સંવાદોમાંથી મળ્યા છે મને.

…. હું તો એવું માનું છું કે .. તમે જે લખો છો કે કરો છો નો ભરપૂર આનંદ તમને મળતો હોય તો તેલ લેવા ગઇ દુનિયા….. તમારા સમયપત્રક પ્રમાણે તમારી દુનિયામાં લોકોએ આવવું હોય તો આવે …. ને બદલે … દાદા લખે છે…. તેમ.. કોક વિષય પર લેખ તૈયાર કરવામાં લાગતા ૩–૪ કલાક આનંદદાયક હોય તો સરસ પણ કષ્ટદાયક બનતા હોય તો … તેવું કરવાથી દૂર રહેવું. વાચકો તમારા લેખની રાહ જોશે જ…. મારી જેમ.

…. કમસે કમ હું તો તમારામાંથી કોઇને હજુ રૂબરૂ મળ્યો પણ નથી. … મને ગમતું .. કે .. મને રસ પડે એવું વાંચન પીરસતા બ્લોગ શોધવાની ફરજ કે જવાબદારી મારી જ હોયને ?

… પોસ્ટના વખાણ કરવા અને બીરદાવવા વચ્ચેનો ભેદ પણ અહી અન્યોના લખાણ .. કોમેન્ટસ વાંચીને જ પારખતો થયો. છુ.

…. … રીત સર કોમેન્ટસની ઊઘરાણી કરનારા બ્લોગરોની મેઇલ મને રોજ મળે છે. પસંદગીના બ્લોગ કે સાઇટ ફેવરીટના લીસ્ટમાં કે બુકમાર્ક કરેલા જ હોય … એટલે ત્યાં પહોંચવા બ્લોગરે મોકલેલ લીંકની ખાસ જરૂર ન પડે.

મારા ફિલ્ટર્સ નક્કી કરે કે શું વાચવું અને શું છોડી દેવું. હું એવા બ્લોગરોને નથી કરતો પ્રોત્સાહિત કે નથી કરતો નિરૂત્સાહી…. કારણકે…. એ એમનું ગમતું કામ કરે છે

…. મારા તરફથી મોકલાતી મેઇલ્સના પણ આવા હાલ થતા જ હશે …. કારણકે, બધે … બધાને બધું સરખું નથી જ લાગવાનું.

…. જેને તમારી રચનાઓ ગમશે તે લોંગ ડીસ્ટન્સ કોલ કરીને પણ વાત કરશે … અથવા ખાસ ઇમેઇલ મોકલશે .. અને બને કે બ્લોગ પર કોમેન્ટ નહીં પણ લખે. જે લખશે … તે મેં અગાઉ જણાવ્યું તેમ પારખી લેવી જોઇએ.

… આ વાત મારા અનુભવે કહું છુ.

તમારા સૌની પાસે જે ક્ષમતા છે …. તેનો બસ … મોજથી મોજ માટે ઉપયોગ કરતા રહો …

શુભેચ્છાઓ સહ,

નાના મોંએ મોટી વાત થઇ ગઇ હોય તો ક્ષમા કરજો.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in ડાયરી and tagged . Bookmark the permalink.

2 Responses to વિનયભાઇને પત્ર

  1. વિનય ખત્રી કહે છે:

    રીતસર કોમેન્ટસની ઊઘરાણી કરતી બ્લોગરોની મેઇલનો ઉપાય મેં મારી રીતે શોધી કાઢ્યો છે તે છે – સર્ફગુજરાતી.કોમ પણ સમયના અભાવે કાર્ય પુરું કરવામાં વિલંબ થયો છે.

  2. વિનય ખત્રી કહે છે:

    દાદાજીએ લખ્યું હતું કે ગદ્યમાંથી પદ્યમાં જવાથી કોમેન્ટની સંખ્યા ઘટી ગઈ છે તે વિશે સ્પસ્ટતા કરી હતી કે કોમેન્ટની સંખ્યા તેને કારણે નહીં પણ ‘નવી જોડણી’ના પ્રચાર અને પ્રસારને કારણે ઘટી છે.

    દાદાજીને (આપે કહ્યું તેમ બધાને) તેમનું મનગમતું કાર્ય કરવાની છુટ છે જ! રોકવા વાળો હું કોણ?

    રીતસર કોમેન્ટસની ઊઘરાણી કરતી બ્લોગરો મેઇલનો ઉપાય મેં મારી રીતે શોધી કાઢ્યો છે તે છે – સર્ફગુજરાતી.કોમ પણ સમયના અભાવે કાર્ય પુરું કરવામાં વિલંબ થયો છે.

ટિપ્પણીઓ બંધ છે.