જયવંતભાઇ,
લોકોનું માનસ સમજવા જેટલું અઘરું કોઇ કામ મને લાગ્યું જ નથી. તમારી વાત સાચી છે પણ આનો ઉકેલ મારી પાસે નથી. જેમણે મારા અખિલટીવીના ગુગલ ગૃપ એટલે કે ‘અખિલટીવી ઇ ફોરમ‘ની સદસ્યતા મેળવી છે તે સૌને મેં મારા દ્વારા હાથ ધરાયેલા સર્વેની લિંક ચાર વખત મોકલી હતી. જેમાં તમે જણાવ્યા છે તે સંબંધિત મુદ્દાઓ પર સૌના અભિપ્રાય જાણવાનો પ્રયત્ન કર્યો હતો.
૭૭૫ની સંખ્યા ધરાવતા આ ગૃપના ફક્ત ૨૨ (બાવીસ) વ્યક્તિઓંએ જ જવાબ આપવાની તસ્દી લીધી. ઇ મુખપત્રમાં ( વન વે )થી ઇ ફોરમ ( ટુ વે / મલ્ટીપલ વે )બનાવવાનો નિર્ણય લીધો. જેથી વાચકો પરસ્પર ચર્ચા કરી શકે. હજુ પણ બધા જ સભ્યોને જીમેઇલની થ્રેડ અને ન્યુ ટોપીક ની સગવડનો ઉપયોગ કરવાની ફાવટ નથી. જેને લીધે …કોઇ પણ વિષય પર વાચક તે મેઇલ જયારે વાંચે, પછી તેની પર વિચારે અને પછી તેને સમય મળે ત્યારે પોતાનો પ્રતિભાવ મોકલે….. એટલે થ્રેડ તરીકે મોકલાયેલા પ્રતિભાવ પોતાની જગ્યાએ તારીખ પ્રમાણે ગોઠવાઇ જાય પણ નવા ટોપીક તરીકે મોકલાયેલ તે જ વિષયનો પ્રતિભાવ તમે કહો છો તેવી ગરબડ ઉભી કરે છે. ગુગલ હેલ્પમાં આ બધી જ જાણકારી આપી છે.
શરૂઆતમાં મેં ૧૦૦થી ૧૨૫ મિત્રોને આ ગૃપમાં જોડી દીધા હતા. આ બધા મારા જુના યાહુ પરના મિત્રો હતા/છે. હું બધુ મળીને સાત ગૃપ મોડરેટ કરું છુ. મેં સૌને સલાહ આપી છે અને જાણ કરી છે કે પોતાના રસ પ્રમાણે જ જે તે ગૃપમાં રજીસ્ટર થવું. બે–ત્રણ મેઇલ એવી હોય છે જે બધા ને મોકલું છુ. બાકી બધી જે તે ગૃપના મુખ્ય વિષય પ્રમાણે મોકલું છુ. છેલ્લા સાત મહિના દરમ્યાન મેં એક પણ વ્યક્તિને રજીસ્ટ્રેશન માટે આમંત્રણ મોકલ્યું નથી. મારી વેબસાઇટ પરથી મુલાકાતી પોતે જ પોતાને મેઇલીંગ લીસ્ટમાં ઉમેરવાનું કામ કરી શકે તેવી સુવિધા કરી છે. વ્યક્તિ એક કરતાં વધુ ગૃપના મેમ્બર હોય તેમને સ્વાભાવિક છે કે મેઇલ્સનું ડુપ્લિકેશન થશે. આમેય ફોરવર્ડ થઇને આવતી એકની એક મેઇલ્સ કોઇ પણ ગૃપના મેમ્બર ન હોવા છતાંય મળ્યા જ કરે છે ને ? આનો મને કોઇ ઉકેલ દેખાતો નથી.
હવે તમારા જે અંગત મિત્રો છે …. કે જેઓ પત્રકાર નથી જેમને હું પણ ઓળખતો નથી… તેમના આઇડી પર ઇમુખપત્ર/ ઇફોરમમાં જોડાવાનું આમંત્રણ તમારા સુચનથી મોકલ્યું હતુ. જે તેમણે સ્વીકાર્યું અને તેમને મારી મેઇલ્સ મળતી થઇ. હવે મારી દ્રષ્ટિએ તેમની પાસે બે જ વિકલ્પ છે. પરિસ્થિતિનો સ્વીકાર કરવો અથવા આ ગૃપમાંથી અનસબસ્ક્રાઇબ થવા માટેની લીંક પણ પ્રત્યેક પોસ્ટની નીચે ફૂટનોટમાં મૂકીજ છે તેનો ઊપયોગ કરીને વિદાય લેવી. [ akhiltv-unsubscribe@googlegroups.com ]
જગત તો માનવમેળો છે …. મળવું … જાણવું … વિદાય લેવી …. આ બધું તો ચાલ્યા કરે. અને એક સાથે .. એક જ સમયે …. સૌને પસંદ પડે તેવું કોઇ એક કામ આ વિશ્વમાં શોધ્યું જડવાનું નથી… તેથી મને લાગે છે કે, દરેક વ્યક્તિએ પોતાની વિવેકબુધ્ધી વડે નિર્ણય લઇને એવું કામ કરવું કે જેમાં પોતાને મોજ પડે.
મારી છાપ ….. બગડે …. સુધરે ….. કોના પર ?? જે મને જાણે છે તે મને જાણે જ છે. જે મને નથી જાણતા ત્યા શું ફરક પડે છે ? આમેય ….. સ્મશાનયાત્રામાં ચાર જ હોય…. જે મને મળી ગયા છે.
આપણી મિત્રતા … એ આપણો સંબંધ છે. વિચાર કે વ્યવહાર નથી.
ગુગલ ટોક અને યાહુ મેસેન્જરે ભેટમાં વાયરસ આપ્યા છે …
ઉદય ઉદયપુરથી આવીને પીસીની સાફ સફાઇ કરી આપશે પછી ….. જરૂર મળીશુ.
આ પત્રની ઇફોરમના સૌ મેમ્બર્સને પણ મોકલી રહ્યો છું.