પછાત એટલે શું ?
પછાત કોણ હોય ?
વ્યક્તિ .. વર્ગ .. કે જ્ઞાતિ ?
સરકારે જાહેર કરેલ જ્ઞાતિમાં જન્મ થાય એટલે પછાત ?
તે સિવાયની જ્ઞાતિમાં જન્મેલા પછાત ના હોઇ શકે ?
વાણિયા .. બામણ .. પટેલો …. આ મોંઘવારીમાં ભલે ભુખ્યા મરતા હોય …
પણ તેમને પછાત નહિ ગણવામાં આવે.
અમરસિહ કે માધવસિહ …. નેતા હોવા છતાંય પછાત ??
સરકારી યોજના દ્વારા શું થવું જોઇએ ?
વિકાસ ..
કોનો ?
પછાત વ્યક્તિ .. વર્ગ .. વર્ણ .. કે જ્ઞાતિનો ?
વિકાસના કાર્યોમાં નાબૂદી હોય ખરી ?
નાબૂદ કરવી જરૂરી છે ‘પછાત’ વિચારધારા.
‘પોતાને પછાત ગણાવીને’ ગૌરવ અનુભવતા એ તમામ લોકોને સમજાવવાની જરૂર છે કે આત્મ સન્માન એટલે શું ?
તમે શું વિચારો છો ?
આ માટે અમુક ક્રાંતિકારી પગલા ભરાવા જોઇએ..પણ કમનસિબે આ સુધારો કરવો એ આંગળી ને વેઢે ગણી શકાય એટલા લોકો જ કરે છે. અને કાયદાકીય રીતે અભય છે.. કોઇ પણ જગ્યાએ જ્ઞાતી દર્શાવવાનું સદંતર બંધ થાય તો જ હાલના મુઠી ભર લોકો જ્ઞાતિ વાદ નો ઉપયોગ બંધ કરે.
અશોક કૈલા
અશોકભાઇ,
તમારા જેવી જ લાગણી દેશની પ્રગતિ ઇચ્છતા સૌ નાગરિકો અનુભવતા હશે.
અને સૌ એવી આશામાં જીવી રહ્યા છીએ કે કોઇ .. આવશે … અને સફાઇ કરી આપશે.
મને લાગે છે કે … એવું કદી નહિ થાય.
મારા આ વાક્યમાં નિરાશાવાદ નથી પણ વિશ્વાસ છે. અસમંજસ નથી.
સફાઇ મારે અને તમારે જ કરવાની છે.
એવી પણ તૈયારી રાખવાની કે આ કામમાં તમારા અને મારા સીવાય આ દેશના ૧૨૫ કરોડ લોકો માત્ર જોવાનું કામ કરશે… ટીકા કરશે … તમને અને મને નિરુત્સાહી કરશે .. ગાંડા ગણશે …
ટેકો આપનારા, શબ્દોથી પ્રોત્સાહિત કરનારા …. પરસેવો પાડવાના સમયે … ક્યાય પલાયન થઇ જતાં મેં જોયા છે. કારણકે, …. તે તેમની ફિતરત છે … તેમને પડેલી ટેવ .. કુટેવ કે આદત છે. ( હાથી પાછળ …. ) બોલવું અને કરવુંની વચ્ચે આસમાન જમીનનો ફેર છે. ‘મારા સત્યના પ્રયોગો‘થી વધારે સારુ માર્ગદર્શન આ વિષય પર આપી શકે તેવું પુસ્તક મારી જાણમાં નથી.
કોઇ અજ્ઞાત કારણોસર કહેવાતા મોટા અને બુદ્ધિશાળી લોકોના એનજીઓ માત્ર સુફિયાણી વાતો જ કરતા જણાયા છે.
પરિસ્થિતીમાં પરિવર્તન લાવવા પરસેવો પાડવા કેટલા તૈયાર છે ?
આ તો જેતે જ્ઞાતિના લોકોને જ લાગવું જોઇએ કે પછી પ્રત્યેક પરિવારની મુલાકાત કરીને અથવા તેમની સભાઓમાં જઇને એ સમજ આપવી જોઇએ કે તેમની જ્ઞાતિનો ‘પછાત જ્ઞાતિ‘ના લીસ્ટમાં સમાવેશ એજ તેમનું હડહડતું અપમાન છે.
કોઇ પણ જ્ઞાતિનો .. કોઇ પણ વર્ગનો .. માથે કાળા કે ધોળા વાળ વાળો, બે હાથ અને બે પગ અને એક શક્તિશાળી દિમાગવાળો .. આ ધરતી પર રહેતો કોઇ પણ માનવી .. આત્મવિશ્વાસ અને આત્મસન્માન સાથે લાચારીથી જોજનો દૂર રહીને મફતનું લેવાની વૃત્તિથી વગર જીવી જ શકે છે.
અમે આ દિશામાં કાર્યશીલ છીએ.