૦૩.૦૧.૨૦૦૮

 
બ્લોગની દુનીયામાં પ્રવેશતાની સાથે જ ….
 
જબરજસ્ત અને ઉમળકા સાથે મારું સ્વાગત થયું હતું.
 
લખતાં તો ક્યાં આવડે છે ? પણ શરૂઆત કરી.
 
ધીમે ધીમે … બ્લોગવિશ્વના રીત રીવાજ .. પ્રવર્તમાન માનસીકતા .. જણાવા માંડી .. ના .. પોત પ્રકાશવા માંડ્યા.
 
વિચારની અભિવ્યક્તિ સુંવાળા કે સખત શબ્દોમાં કરીને રોજે રોજ કોમેન્ટસની ઊઘરાણીએ નીકળતા બ્લોગરોને ઓળખવા તેમની સાથે ફોન પર સંપર્ક કરીને સંવાદેય કર્યા છે. અમદાવાદ .. સુરત .. મુંબઇ  સુધી. પરદેશ ફોન કરવાનું પરવડે તેમ નથી.
 
આ બધાના બોલવાના કે લખવાના જુદા અને કરવાના જુદા. જોકે લખવા સિવાય કશું કરતાં તો જણાયા જ નથી.
 
તમને તો ખબર છે કે …. સાહિત્યસભાની ય કસુવાવડ થઇ ગઇ.
 
સ્વકેન્દ્રી અભિગમ.
 
જેણે કોમેન્ટમાં જેની પ્રસંશા કરી હોય તે તેની જ … !!♦♦ … કરતા જણાયા. પરસ્પરની જલન કે અદેખાઇ સાંભળીને મને ચક્કર આવવાના જ બાકી રહ્યા.
 
જાણે એક ખાસ પ્રકારનું માસ્ક – આવરણ.
 
તમે તો પાછા મારાથીય જુના .. જાણીતા … અનુભવી .. એટલે .. મારે તમને શું કહેવાનું હોય ?
 
કોના કોના નામ લઇએ ? …. આપણે દેશનું કામ કર્યે રાખીશું તેમાં આપણું કામ સમાવીષ્ટ જ છે એ નહી ભુલવાનુ.
 
કાદવ બધે જ છે. આપણે કેટલા કાદવમાં ઉભા રહેવું છે તે નક્કી કરી લેવાનુ. લીલ બાઝી ન જાય તે જોવાનું.
 
ભલે તેટલા પૂરતું અંગ ગંદુ થાય. ધેટ ઇઝ અ પાર્ટ ઓફ ગેમ.
 
સમય જતા … તડકો ચડતાં … ચિત્ર સ્પષ્ટ થયું કે … મારા જેવાય બીજા થોડા જણ (તમારા જેવા) મારી જેમ જયાં ઓછો કાદવ છે ત્યાં ઉભા છે. મેં તેટલા જણની સાથે સંબંધ બાધી રાખ્યો છે.
 
જાપાનીઓ જો તેમના ટચૂકડા અમથા દેશમાંથી વીશ્વ આખાની ઓટોમોબાઇલ્સ ઇન્ઠસ્ટીઝમાં અગ્રેસર રહેતું હોય તો …
 
૧૨૫ કરોડના આ દેશમાં મારા જેવો ટચૂકડો અખિલ પણ એના અસ્તિત્વને ઓળખ આપી જ શકેને ?

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.