સવારે મારા કેટલાક કરવાના કામની યાદી ખીસામાં મૂકીને બજાર જવા .. ખભે થેલો લટકાવીને ચાલતો થયો.
રસ્તાની જમણી બાજુએ ચાલવાની ટેવનું કારણ મારી માન્યતા કે સામેથી આવતા ટ્રાફિકનો ભય ઓછો.
આજકાલ ત્રણ, ચાર કે પાંચ રસ્તાઓના જંકશન પર સીગનલને બદલે પોલિસ ઊભા હોય .. અને પાદચારીઓની .. ખાસ કરીને સીનીઅર સીટીઝન્સની અગવડ વધી જાય.
ડગુમગુ .. ધીરે ધીરે .. સમતુલન જાળવીને .. ચાલવાનો .. રસ્તો ક્રોસ કરવાનું મહાકાર્ય કરી રહેલા કાકા કે માસીમાં …. બાપને પૈસે લીધેલ બાઇક પર પૂરપાટ ઝડપે ધસી આવતા યુવાનોને કેમ પોતાના દાદા કે દાદીના દર્શન નહિ થતો હોય ?
તમને કોના દર્શન થાય છે ?