આમ કેમ ?

બે દિવસ પર એક વડીલ સાથે ભારતીય ઇન્કમ ટેક્ષ પધ્ધતિ પર ચર્ચા કરીને ..

ઘરે પાછા ફરતી વખતે હું વિચારતો હતો….

કદાચ દરેક રાષ્ટ્ર તમામ સારી કે ઊંચી આવક કરનારા નાગરીકો પાસેથી ઇન્કમટેક્ષ ઉઘરાવતુ હોય છે.

– સરકારે કોની પાસેથી આ ટેક્ષ વસુલવો જોઇએ ?

  1. અ. જેની આવક મબલખ છે. ( અમીર વર્ગ )
  2. બ. જેની આવક જીવી શકાય તેટલી જ છે. ( મધ્યમ વર્ગ )
  3. ક. ગરીબી રેખાની નીચે જેઓ જીવે છે. ( ગરીબ વર્ગ )

ઉપર જણાવેલમાંથી કયા પ્રકારના લોકોની સંખ્યા વધારે હશે ?

અ. બ. કે ક ?

– ૧૨૫ કરોડથીયે વધુ લોકોની વસતી વાળા દેશમાં અમીર મધ્યમ કે ગરીબ વર્ગને જૂદા પાડતી રેખા કઇ ?

– કોઇ પણ રાષ્ટ્ર ઇન્કમ ટેક્ષ દ્વારા મળેલ નાણાનો ઉપયોગ કેવી રીતે કરે છે અથવા કરવા માંગે છે તે અંગે જાણકારી મેળવવા કેટલા નાગરિકો જાગ્રત હશે ?

– જો સરકાર આ નાણાનો ઉપયોગ રાષ્ટ્રના વિકાસ માટે કરતી ન જણાય તો કેટલા નાગરિકો આંદોલીત થાય છે ?

– ભૌતિક સુવીધા કે સગવડ વસાવવાની ઇચ્છા અને આકાંક્ષા પૂર્ણ કરવા માટે વ્યક્તિ પોતાની કઇ અને કેટલી શક્તિ વાપરે છે ? વેડફે છે ?

– જે ચીજ–વસ્તુઓ પર આપણું જીવન અવલંબીત છે અથવા જે ચીજ–વસ્તુઓ વગર માનવજીવન સંભવ નથી એ ખરીદવાનું કેમ મુશ્કેલ બનતુ જાય છે ?

– જે ચીજ–વસ્તુઓ કદાચ આપણે જીવનમાં શોખને ખાતર વાપરીએ છીએ અથવા સગવડ વધારવા ઉપયોગમા લઇએ છીએ તે કેમ સસ્તી થાય છે ?

– આમ કેમ ?  આ થવાનુ કારણ શું ?

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in મંથન. Bookmark the permalink.