૦૬.૦૧.૨૦૦૯

 

 

ગઇકાલે વલસાડ જીલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસમાંથી વલસાડ જીલ્લાના પાંચ તાલુકાઓ .. ઉમરગામ, પારડી, કપરાડા, ધરમપુર અને વલસાડની ૧૯૬ માધ્યમિક શાળાઓના આચાર્યોને સંપર્ક કરવા માટે જરૂરી એવી માહિતી મેળવી લીધી છે.
 
તે સૌને તેમની શાળાના ધોરણ ૭ થી ૧૨માં ભણતા બાળકો માટે પ્રેરણાદાયી ફિલ્મોના નિઃશુલ્ક આયોજન માટે ત્રણ દિવસમાં કહેણ મોકલાવી દઇશું.
 
અને પછી .. વહેલો તે પહેલો ને ધોરણે .. તેમજ ઓછા ખર્ચે એક પ્રવાસમાં એક જ લાઇન પર આવતી શાળાઓને આવરી લેતા પ્રવાસ યોજવા છે.
 
આ કાર્યક્રમને સી.એસ.આર પ્રોજેક્ટ સાથે જોડી શકાશે. તે માટે ઉત્સુક સંસ્થાઓ મારો સંપર્ક કરે.

ન નફો ન ખોટને ધોરણે ચાલતા આ અભિયાનના વાસ્તવિક ખર્ચને પહોંચી વળવા બેનર અને બાળકોને આપવામાં આવનાર હેન્ડબીલ માટે પ્રાયોજકોનું ઉમળકા સાથે સ્વાગત છે.

 ( માફ કરજો, અમે કાર્યક્રમ દરમ્યાન સ્વાગત, મહેમાનના બે શબ્દો, પુષ્પગુચ્છ અને આભારવિધી જેવી સમય ખાઇ જતી પરંપરાઓને તીલાંજલી આપી દીધી છે.)

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.