મંદીએ બધાને મંદ કરી દીધા છે.
ધીકતા ધંધા ધીમા થઇ ગયા છે.
ધીમા હતા તે બંધ થયા છે.
મોટા વેપારીઓના પેમેન્ટ આવતા નથી.
નાના દુકાનદારો ઊઘરાણીની ચિંતામાં ઊંઘી શકતા નથી.
નોકરીઆતને માથે નોકરી જવાની તલવાર લટકે છે.
નાણા .. પૈસા … રૂપિયાની કિંમત વિષે હવે લોકોની સમજ બદલાઇ છે.
કરકસર કરવાની વાત ઉડાઉ લોકો પણ કરતા થયા છે.
મંદીએ નુકશાન ભલે પહોંચાડયું ..
પણ ..
લોકોની સમજદારીમાં વધારો તો કરી જ આપ્યો છે.
તમને શું લાગે છે ?