કમલેશભાઇ,
નાની ટૂંકી પ્રેરણાદાયી અને વ્યક્તિને જે તે વિષય ઉપર વિચારવા મજબૂર કરે .. યોગ્ય અને સાચી દિશા કઇ તે શોધવા પ્રેરણા આપે .. ‘બોલતો’ કે ‘બેઠેલો’ માણસ ‘ચાલતો’ કે ‘દોડતો’ થઇ જાય એવું લક્ષ્ય રાખીને મારા પોતાના સાધનો અને આવડત વડે ફિલ્મો બનાવતો અને બતાવતો રહ્યો છું.
મારા વ્યાવસાયિક જીવન દરમ્યાન સંસાર ચલાવવા ઉપરાંત મારા પત્નિએ કરેલ નાણાની બચતમાંથી હવે અમે આ કામ કરી રહ્યા છીએ. અમે બન્ને ૫૧ના થયા!! જીવનના આ દસ વરસ મારા રાષ્ટ્ર અને રાજયના બાળકો તેમજ યુવાનોના વૈચારિક ઘડતર માટે ફાળવ્યા છે. ૬૦ સુધી તો શરીર સાથ આપશે જ. અમારી મરજીથી અને મોજ માટે આ કામ ન નફો ન ખોટને ધોરણે કરીએ છીએ. પ્રસંશા અને પ્રસિધ્ધીથી સભાનતાપૂર્વક દૂર જ રહીએ છીએ.
ઉદાહરણ તરીકે … ડો. કિરણ બેદીની કચહરી .. બાલિકાવધૂ .. જેવા કાર્યક્રમોના અંતે આપવામાં આવતી માહિતી અને સંદેશ વધૂને વધૂ લોકો સુધી પહોંચે તેવું .. તેવા લોકો સાથે મળીને કરવું છે. જીવનની વિવિધ પરિસ્થિતિઓ અગે જીવનપયોગી જ્ઞાન, જાણકારી અને માહિતી જે સામાન્ય રીતે શાળા કે કોલેજોમાં અપાતું નથી તે, સામાન્ય માણસને .. નિરક્ષર માણસોને .. તેમની જ બોલીમાં સમજાવી શકે તેવા વ્યક્તિઓનો સાથ લઇને કરીએ છીએ.
જે લોકો અમને જાણે છે અને અમારા આ કામથી પરિચિત છે તેઓ તેમની અનુકુળતા મુજબ કદીક કદીક અમને આર્થિક સહયોગ આપતા હોય છે.
એનજીઓ સાથે કામ કરવામાં બહુ સારા અનુભવ નથી થયા. આડંબર અને દંભ જણાય તો તે જગ્યા, લોકોથી દૂર રહેવાનુ અમે પસંદ કરીએ છીએ.