મેં ઘણીવાર લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે,
તમે શું માનો છો ?
તમને શું લાગે છે ?
હું માનું છું કે પહેલા સવાલનો સંબંધ માન્યતા સાથે હશે અને મને લાગે છે કે બીજા સવાલનો સંબંધ લાગણી સાથે હોવો જોઇએ.
ફિલ્મ નિર્માણ દરમ્યાન મહેમાનનો ઇન્ટરવ્યુ લેતી વખતે કે વ્યુફાઇન્ડર / અભિપ્રાય જેવા કાર્યક્રમ દરમ્યાન પ્રજાને મારા દ્વારા પૂછવામાં આવતા આ બન્ને સવાલોના જવાબ ઘણં ખરું એક જ હોય છે!!
આવું કેમ ?
તમે શું માનો છો ?
તમને શું લાગે છે ?
ઉદાહરણ આપું ?
પિતા પુત્રને …
હું માનુ છું કે મારે તને મોટરબાઇક તું ૧૮નો થાય પછી જ અપાવવી જોઇએ.
મને લાગે છે કે મારે તને મોટરબાઇક તું ૧૮નો થાય પછી જ અપાવવી જોઇએ.
આ બે વિધાન વચ્ચે શું ફેર સમજવો ???
આદરણીય અખિલભાઈ
મારો દિકરો – નામ મંથન – હાલ ૧૨ સાયંસમાં અભ્યાસ કરે છે. સ્કૂલ ટ્યુશન જવા માટે તેણે બાઈકની માંગણી કરી. મેઁ કહ્યું જો બેટા બાઇક તેને આરટીઓ પાકું લાયસંસ આપે તો મારી સોસાયટીમાંથી હાઉસીંગ લોન માંડવાળ કરી વાહન લોન લઈને તને અપાવું! કારણકે તું કાયદાનો ભંગ કરે એવું હું ઈચ્છતો નથી.
એ જાતે લાયસંસ લેવા ગયો. તેની ઉંમર પ્રમાણે તેન આરટીઓ તરફથી ગિયરલૅસ વાહન ચલાવવાનું લાયસંસ મળ્યું ! ! બે તબક્કામાં લર્નિગ અને પછી પાકું !
ને મારું કામ થઈ ગયું. દિકરા મંથને ગિયરલૅસ વાહન- કાયનેટિક- સાથે તેના અભ્યાસના બે વરસ પૂર્ણ કરવા પર છે.. તેને ટ્રાફિક સૅંસ ખીલી! અને બે વરસમાં મારે એકેયવાર પોલીસ પાસે જવું પડ્યું નથી!
કદાચ આવતે વરસે ઍંજનીયરીંગ માટે સુરત છોડશે તો …તેણે હોસ્ટેલમાં રહેવું પડશે ! માટે કદાચ મેં તેને બાઇક અપાવવાનું વચન આપ્યું છે તે કદાચ પૂરું કરવું પડે …
મારા દિકરા મંથન વાત વાંચ્યા પછી હવે તમે મને કહો કે મારે ઉપરના બે વિધાનો બાબતે વધુ કશું કહેવાની જરૂર છે ખરી ?
પણ આ ‘મંથન’ ચાલુ રહેવું જોઈએ…
કમલેશ પટેલ
શબ્દસ્પર્શ
http://kcpatel.wordpress.com/