તા. ૧૨.૦૧.૧૮૬૩ થી તા. ૦૪.૦૭.૧૯૦૨ દરમ્યાન નરેન તરીકે જન્મી સ્વામી વિવેકાનંદ તરીકે જીવીને આજે ૨૦૦૯માં પણ મને સુક્ષ્મસ્વરૂપે સતત પ્રેરણા આપનાર આ મહાન વિભુતીની જન્મજયંતિએ મારો (અમારો) સંકલ્પઃ
રાષ્ટ્ર ઘડતર અને યુવાનોના ચારિત્ર્ય ચણતર માટે કોઇ પણ જાતના વળતરની અપેક્ષા વગર દર મહિનાની બારમી તારીખે સાંજે ૫ કલાકે શહેરમાં રોડશો કરીશું. સ્વામીજીના શક્તિશાળી અને પ્રેરણાદાયી વિચારમણકાઓમાંથી તૈયાર કરેલી માળા ૧૦૦૦ જેટલા હેન્ડબીલ સ્વરૂપે પ્રજામાં વિતરીત કરીશું.