૧૩.૦૧.૨૦૦૯

આજે બજારમાં મારા કેટલાક કામનું લીસ્ટ લઇને નીકળ્યો. સરસ મજાની થંડીમાં ૪ રૂપિયાનો ૨૦૦ એમએલ તાજો થંડો નીરો પીધો.

રાજયની શાળાઓમાં પરીક્ષાઓ ચાલે છે. એક ફોટોકોપી કરનારની દુકાને જાણીતી સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ માઇક્રોઝેરોક્ષ કરાવી રહ્યા હતા.

૨૦૦૯ની નાની ખીસામાં મૂકી શકાય તેવી ડાયરી સાઇઝ નંબર બે નંગ એક ખરીદી.

વિલાયતી (ગોરસ) આમલી અને બોર લીધા. મિત્રની ઓફિસે પહોચ્યો. … બંને ફળના બી / ઠળીયા કાઢીને મોજથી ખાધા.

એક અન્ય સંગીતપ્રેમી મિત્રને ત્યાં જવાનું પ્લાનિંગ નહતું. તેના ઘર નીચેથી પસાર થઇ રહ્યો હતો ત્યારેજ તેનું બાલ્કનીમાં આવીને મને જોવું … પહેલી આંગળી અને અંગૂઠાની મદદથી જોરદાર સીસોટી વગાડીને મારા નામની પહાડી બૂમ મારીને … બોલાવ્યો.

ગયે સપ્તાહે જ તેણે ખરીદેલ યામાહા જી૮૦ વર્કસ્ટેશન વગાડતો હતો .. બે કલાક જૂના .. નવા ગીતો સાંભળવામાં ક્યાં જતા રહ્યા તે જ ખબર ના પડી.

ભાન થયું કે … જમવાનો સમય ચૂકી ગયો .. સુભાષની રજા લઇને ત્યાંથી ભાગ્યો..

રસ્તે સલીમ સાયકલવાળો મળી ગયો. … એક સાયકલ ખરીદવાનો વિચાર તો મનમાં હતો જ .. તે સલીમને જોઇને મજબૂતીથી સળવળ્યો … એવોન જીનીયસ અને હિરો સાયક્લોન એમ બે મોડેલ જોયા … સાદી.. સારી.. સસ્તી ના; વ્યાજબી લાગી ..

પછી વાત .. કરીને નિકળ્યો … તે જાણી ગયો ..

તેણે પૂછયું, ‘મૂકી જાઉં ?’ … મેં કહ્યું .. નેકી ઔર પૂછ પૂછ ? … ચાલ ચાલ … જલ્દી કર … આજે તો … વાટ લાગી જવાની છે.

જેવો ઘરે પહોંચ્યો … કે … તરત જ … તૃપ્તિ બોલી …

( બોલો જોઇએ, મારા પર શું વીતી હશે ? ) …..

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

1 Response to ૧૩.૦૧.૨૦૦૯

  1. jitu કહે છે:

    kale utran che tal bor ne serdi lai aavjo gol gharma che bajar mathi aam farine avi jav te na chale fari jaav.
    Ha..ha…ha…………..

ટિપ્પણીઓ બંધ છે.