૧૪.૦૧.૨૦૦૯

We a group of five friends who studied in Dr Gandhy Engg College, Surat during 1976 – 80 in Department of Mechanical Engineering had begun putting Rs. 500/- aside every year since 1985 to a total sum of Rs. 2500/- and offer to a deserving student to buy text books on returnable basis. Beneficiaries over a period of time begun returning both.. used books and the money as they started earning salary !!

Now we have become a group of 60 friends .. still continueing with Rs. 500/- each every year … offering upto Rs. 30000/- ( 10 would be engineers for an upper limit of 3000 each ) and a book bank worth Rs. 45000/- !!!

વિરેશભાઇ જેવા અહિ ઇન્ટરનેટ પર મળેલા મિત્રોએ આ કામમાં સહભાગી થવાની ઇચ્છા વ્યક્ત કરી એટલે …

ના પાડવાનો તો સવાલ જ નથી. પણ,

આ તો .. અમે જે કોલેજમાં ભણ્યા .. તે જ કોલેજમાં ભણતા અમારા અનુગામીઓ માટે … કંઇક નક્કર કરવુંની મારી તદ્દન અંગત ઇચ્છાનું વિસ્તાર પામેલું સ્વરૂપ છે.

અમે એનજીઓ નથી કે નથી કોઇ ચેરીટેબલ ટ્રસ્ટની રચના કરી.

મારી પત્નિ તૃપ્તિ અને મેં બેંક ઓફ બરોડામાં એક સ્પેશીઅલ બચતખાતું રાખ્યું છે, જેમાં સૌ પોતપોતાની અનુકુળતાએ રકમ જમા કરાવી દે છે. ઘણુ ખરૂ એપ્રિલ અને મે મહિનામાં. સામાન્ય રીતે જૂન મહિનાની તા. ૧૫થી ૩૦ દરમ્યાન કોલેજના આચાર્ય અને હેડ ઓફ ધ મીકેનીકલ એન્જી. ડીપાર્ટમેન્ટ પાસેથી નવા, જૂના, ડ્રોપ થયેલા અને ડ્રોપ પછી ફરી જોઇન થયેલા વિદ્યાર્થીઓનું લીસ્ટ મેળવી લઇને નોટીસબોર્ડ દ્વારા સૌને જાણ કરીએ અને જુલાઇના પહેલા કે બીજા સપ્તાહમાં હું અને અન્ય એકાદ.. બે મિત્ર.. આ કાર્યવાહી પૂરી કરી દઇએ.

અમે કદી માઇક્રોલેવલ પર હિસાબ કિતાબ રાખ્યા નથી…આ તો .. બસ, અખિલની વાતમાં જેમને દમ લાગ્યો, તેમણે અખિલ પર વિશ્વાસ મૂકીને .. અખિલના આ ‘અભિયાન’ને મહત્વ આપીને .. આર્થિક સહયોગ આપ્યો છે. .. મજાકમાં હું કદીક કહેતો હોઊ છું કે, અલ્યાઓ, પાછળથી હિસાબ માંગશો તો નહિ આપું .. ત્યારે તેમના આત્મીય જવાબ ‘ બીજા ૫૦૦નો ચૂનો કરી જાય તેના કરતાં તું શું ખોટો છે? ’ .. મને સંતોષ આપે છે. મને જવાબદારીયુક્ત સ્વતંત્રતા મળ્યાનો અહેસાસ થાય છે.

પ્રોજેક્ટ માર્ગદર્શન અન્વયે ફિલ્મ શોના કાર્યક્રમ માટે મિત્રો ( સ્વદેશ અને પરદેશના ) તરફથી મળતી રકમ પણ અમારી સગવડ ખાતર હવેથી આ જ ખાતામાં ઉમેરવાનું રાખ્યું છે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.