જીવનજ્ઞાન, જીવનધારા, જીવનસાફલ્ય અને જીવનસાગર એમ જીવન સીરીઝની મારી ચાર પોકેટબુક્સ અને એની સાથે ઓડિયોબુક તેમજ વિડિયો સીડીના પબ્લિકેશનનું કામ આજથી હાથ પર લઇ રહ્યો છું. આ પ્રોડક્ટસના વેચાણમાંથી થયેલ આવક પ્રોજેક્ટ માર્ગદર્શનમાં વાપરશું.
તા.૧૭.૦૧.૨૦૦૯ વડોદરા ( જયેશભાઇ અને સતિષભાઇ સાથે માર્ગદર્શનના આયોજનની ચર્ચા )
તા. ૧૮.૦૧.૨૦૦૯ ભરૂચ ( સંદિપ ગાંધી, તરૂણ બેન્કર, કમલેશ પટેલ, નિલમ વાંસિયા, પ્રવિણસિંહ સોલંકી સાથે હાઉસીંગ સોસાયટીઓના સ્થાનિક લોકો માટે ત્રણ ફિલ્મ શો )
તા. ૧૯.૦૧.૨૦૦૯ શુક્લતિર્થની શાળામાં ધો. ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ/માતાપિતાની ઉપસ્થિતિમાં કારકીર્દી માર્ગદર્શન અને ફિલ્મ શો, કબિરવડ, ઝાડેશ્વર.
તા. ૨૦ અને ૨૧.૦૧.૨૦૦૯ નેત્રંગ ખાતે ૫૦ જેટલા આદિવાસી ગ્રેજીયુએટ યુવાન તેમજ યુવતીઓ માટે ‘ જીવન’ને સરસ .. રીતે સજાવીને સમતોલ રાખવાની સરળ રીતોની સમજ સવાલ જવાબ દ્વારા.
આજે અને કાલે … આ બધાની તૈયારી કરવામાં જશે.