તા. ૧૭મીએ જયેશભાઇ અને સતિશભાઇ સાથે માર્ગદર્શન કાર્યક્રમનું વડોદરા ખાતે આયોજન કરવા ઉત્સુક શાળા/કોલેજોની માહિતી મેળવીને તેમની સાથે સંપર્ક કરવા શરૂ કર્યા.
તા. ૧૮મીએ વિજયભાઇ ઘરિઆ, જયન્તભાઇ શાહ, કમલેશભાઇ પટેલ સાથે માર્ગદર્શન કાર્યક્રમનું ભરૂચ ખાતે આયોજન કરવા ઉત્સુક શાળા/કોલેજોની માહિતી મેળવીને તેમની સાથે સંપર્ક કરવા શરૂ કર્યા.
તા. ૧૯મીએ શુક્લતિર્થની નર્મદા હાઇસ્કૂલના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને તેમના માતાપિતાની ઉપસ્થિતીમાં કારકીર્દીલક્ષી માર્ગદર્શન આપ્યું.
રાત્રી રોકાણ કબીરવડ ખાતે ગોવિંદભાઇની મહેમાનગતિ માણી. કબીરવડના બેટ પર રાત્રી રોકાણનો આ અનુભવ અદભૂત હતો. વેબસાઇટ પર વિડીયો જોઇ શકાશે. હરિવદન જેવા ઉત્સાહી વિદ્યાર્થીઓને નર્મદાના ખોળે નાવડી પણ હંકારતા જોવા .. શહેરના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું.
તા. ૨૧ અને ૨૨મીએ નેત્રંગ ખાતે ૪૫ જેટલા
આદિવાસી યુવક અને યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને ઇન્ટરવ્યુ કેવી રીતે આપવો વિષય ઉપર કાર્યશાળા યોજી.
તા. ૨૨મીએ રાત્રે વલસાડ પાછા ફર્યા.