એક પંથ અને બે કાજ.

પ્રેરણાદાયી વિડીયો ફિલ્મો દ્વારા સ્થાનિક બાળકો અને યુવાનોને વૈશ્વિક નાગરિક બનાવવાના અભિયાન માર્ગદર્શનને ધીમો પણ એકધારો પ્રતિસાદ મળી રહ્યો છે.

વ્યાવસાયિક જીવન દરમ્યાન કરેલી આવકનો દસમો ભાગ બચાવતા રહ્યા હતા તે લઇને નજીકમાં આવેલી શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વિડીયો ફિલ્મો બતાવવાનું કામ કરીએ છીએ.

કરેલી બચતમાંથી સૌને માટે ફિલ્મ શોનું આયોજન કરવાની ઇચ્છા હોવા છતાં વધતી જતી માંગને કારણે હવે સંભવ નથી.

છતાં વિદ્યાર્થીઓ માટે તેમના માનસિક, બૌદ્ધીક અને નૈતિક વિકાસલક્ષી આ કાર્યક્રમ નિઃશુલ્ક ધોરણે જ કરવાનો સંકલ્પ કર્યો છે.

ફિલ્મ નિર્માણના સાધનો વસાવી શક્યા છીએ. આ ફિલ્મો જીવનની વાસ્તવિક પરિસ્થિતિને કેન્દ્રમાં રાખીને અમે બનાવતા હોઇએ છીએ.

માર્ગદર્શન એ અંદાજે બે કલાકનો કાર્યક્રમ છે જેમાં ૪ થી ૫ પ્રેરણાદાયી વિડીયો ફિલ્મ બતાવવામાં આવે અને પછી તે વિષય પર પ્રશ્નોત્તરી અને ચર્ચા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં કરવામાં આવે છે.

ભેટ, મેમેન્ટો કે પુષ્પગુચ્છ સ્વીકારવાથી દૂર રહેવું ..

વલસાડથી રેલ કે બસ માર્ગે આવવા–જવાનો ખર્ચ, યજમાન સાથે રહેવું–જમવું અને મહેમાનગતિ માણવી એ જ અમારું મહેનતાણું. ..

ન નફો અને ન ખોટ ને ધોરણે સમગ્ર ગુજરાત રાજયમાં સંચાલન કરવા ઇરાદો છે.

અને એટલે જ અમે એક તમને અને અમને એમ બન્નેને અનુકુળ એવો રસ્તો શોધી કાઢયો છે.

મેં લાઇફ ઇનસ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાની વિમા એજન્સી લેવાનું વિચાર્યું છે.

મારા બાવનમા જન્મદિવસે ( ૧૭મી ફેબ્રુઆરી, ૨૦૦૯ ) જ એજન્સી મેળવવાની અંદાજે ત્રણ સપ્તાહની વિધી આરંભાઇ જશે.

તમારા દ્વારા અમારી પાસેથી ખરીદાયેલા તમારી જરૂરીયાત અને પસંદગીના વિમા પર એલ.આઇ.સી પાસેથી અમને મળવા પાત્ર થતા કમીશનનો ઉપયોગ માર્ગદર્શનના સંચાલન ખર્ચને પહોંચી વળવા કરવો એમ નક્કી કર્યું છે.

પહેલા, બીજા અને ત્રીજા વર્ષે પોલીસીઓના ભરવામાં આવતા પ્રિમિઅમની રકમ પર અનુક્રમે અંદાજે ૨૦, ૭.૫ અને ૫ પ્રતિશત કમીશન મળતું હોય છે.

ત્યાર બાદ પાકતી મુદત સુધી રીન્યુઅલ કમીશનનો દર ૫ પ્રતિશત હોય છે.

અમે આશા રાખીએ છીએ કે, તમે તમારા પોતાને માટે, પરિવારના સભ્યો માટે, નિકટના સ્વજનો માટે જયારે પણ જીવન વિમો ખરીદવાનો વિચાર કરો ત્યારે એકાદ પોલિસી અમારી મારફત ખરીદો.

ગુજરાત કે સમસ્ત ભારતના કોઇ પણ સ્થળેથી તમે અમારી પાસેથી તમારી જરૂરીયાત અને પસંદગીના વિમા ખરીદી શકશો. જેના પ્રિમિઅમ તમે તમારા શહેરમાં ભરી શકશો.

તમારી પોલિસી તમારા શહેરની શાખામાં ટ્રાન્સફર પણ કરાવી શકાશે.

તમે જેમની પણ પાસેથી તમારી જરૂરીયાત મુજબની પોલિસી ખરીદશો ત્યારે એજન્સીધારકને ઉપર જણાવ્યા મુજબનું કમીશન એલ.આઇ.સી તો ચુકવશે જ.

પરંતુ અમને મળનાર આ કમીશનનો ઉપયોગ અમે પ્રેરણાદાયી વિડીયો ફિલ્મો દ્વારા સ્થાનિક બાળકો અને યુવાનોને વૈશ્વિક નાગરિક બનાવવાના અભિયાન માર્ગદર્શનને વેગીલું બનાવવા જ કરવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત તમે કે તમારી સંસ્થા આ કાર્યમાં સહભાગી થવા સ્વૈચ્છીક આર્થિક અનુદાન આપશો તો તેનો ઉપયોગ આ અભિયાનને આગળ ધપાવવા માટે જ કરીશું.

સલાહ, સુચન કે સંપર્ક માટે ડાયલ કરો – ૯૪૨૭૨૨૨૭૭૭.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in માર્ગદર્શન, રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.