વર્તમાન વાસ્તવિકતા – ૨

સ્નેહી સુરેશભાઇ અને સુધીરભાઇ,

છેલ્લા ૬ માસ દરમ્યાન મારી મેઇલમાં જણાવ્યા મુજબના શહેરોમાં તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની શાળાના બાળકો માટે અમે યોજેલા ફિલ્મ શો અન્વયે થયેલ સવાલ–જવાબ પરથી તારણ કાઢયા છે. ( ભરૂચ, રાજકોટ, જુનાગઢ, માંગરોળ, તલાલા, વડોદરા, સુરત અને વલસાડના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર )

વૈશ્વિક નાગરિક કેવો હોય … તેવા સવાલનો જવાબ એક પણ શિક્ષક આપી ન શક્યા કેવળ તેમણે કલ્પનાના ઘોડા દોડાવ્યા.

સ્વેચ્છાએ સ્વિકારેલા વ્યવસાયમાં કેમ કાર્યક્ષમતાનો અભાવ જણાય છે નો જવાબ … પોતાને મળતી સગવડ વ્યાજબી નથી, વળતર પૂરતું નથી, ઘરની ઘણી જવાબદારીઓ છે .. વિ.

શહેરના સંપન્ન પરિવારમાં બાળકોને જરૂર કરતાં ઘણં વધારે વહાલ કરીને .. સગવડ આપીને .. છાપરે ચડાવી દેનાર માતાપિતા .. મહેમાનો આગળ બાળકોને વાંદરવેડા કરવાનું કહી નુમાઇશ કરીને પોતાની બાળઉછેરની આવડતનુ પ્રદર્શન કરતાં જણાય છે .. તેમાં પોતે ગૌરવ અનુભવે છે.

સામાન્યજ્ઞાન કે સામાન્યબુદ્ધી ( બુધ્ધી ) વધારવાને બદલે બધા જ સીધા ‘અસામાન્ય વ્યક્તિત્વ’ ના માલિક બનવાની સ્પર્ધા કરી રહેલા જણાય છે.

ગ્લેમર, ટેલિવિઝન કે સીનેમાની ઝાકઝમાળની દુનિયામાં જ ઉધ્ધાર થઇ શકે તેમ છે એવી માન્યતા મંદગતિએ મજબૂત થઇ રહી હોય તેમ લાગે છે.

ઘણા બધા આવું માનવા લાગ્યા છે કે, ઉચ્ચ ભણતર વગર ક્યાંય નહીં જીવાય. ગ્રેજયુએશન (બી.કોમ , બી.એસસી કે બી.એ) હવે જાણે બીજી–ત્રીજી ચોપડીનું ભણતર હોય તેમ ગણાવા માંડયું છે.

બારમા પછીના ત્રણ વર્ષનું કોલેજ જઇને અંદાજે રૂ. ૩૦,૦૦૦ (વધુ થાય પણ ઓછા હરગીઝ ન થાય)ને ખર્ચે મેળવવામાં આવતું ગ્રેજયુએશન હવે યુઝલેસ ગણાય છે.  છતાં દર વર્ષે લાખો બાળકો એ લેવા અને માતાપિતા એ અપાવવા મજબૂર બને છે.

પોસ્ટ ગ્રેજયુએશન વગર ચાલશે જ નહી .. એવી માન્યતા હવે દ્રઢ થતી જણાય છે.

બેઝીક લાઇફ સ્કીલ્સ પણ હવે કોલેજોમાં શીખવવી પડે છે. માતા–પિતા નથી શીખવી શકતા – કુવામાં હોય તો હવાડામાં આવે ને ?

…. સ્વામી વિવેકાનંદજીએ પણ છેવટે તો રોક પર છલાંગ જ લગાવવી પડીને ?

ગાંધીએ પણ છેવટે મૌન જ સ્વીકાર્યું હતું ને ?

લોહિયાળ લડાઇ પછી સમ્રાટ અશોકે પણ સમશેરનો ત્યાગ કર્યો જ ને ?

સંભોગસે સમાધીનો વિચાર આપનાર ઓશોએ પણ તત્કાલીન અમેરીકી પ્રમુખે આપેલ દેશવટો સ્વીકારવો જ પડયોને ?

પ.પૂ. ડોંગરેમહારાજ અને પાંડુરંગશાસ્ત્રીજીએ તેમના જીવન કાળ દરમ્યાન ઓછા પ્રયત્નો નથી કર્યા

.. છતાં … આપણે

… હા… આપણે …. સાલ્લા, ડુક્કર જેવા .. ડુક્કરની જેમ ઉકરડા પર જ જીવવાનું પસંદ કરતાં થઇ ગયા છીએ.

આજના સમયમાં પાકિસ્તાનથી કસાબ બની ભારત આવીને રાષ્ટ્રને ધમરોળી નાખવાનું કામ સહેલું લાગવા માંડયું છે

… પણ … ૧૦ ભારતિય યુવાનો …ત્યાં જઇને એમની ………. ફાડી નાખવાની તાકાત રાખે છે ?

એવા ૧૦ યુવાન પેદા કરનાર સંપૂર્ણ પણે સ્વદેશી અને સંસ્કારી ગર્ભાશય ભારતમાં છે ?

. . . મારો આક્રોશ વધી રહ્યો છે

… એટલે અહી અટકું છું.

. . . બાકી આવા તો અસંખ્ય સવાલો અહીં નેટ પર …

.. રોજ પૂછાયા કરે છે ..

.. ફોરવર્ડ થતા રહે છે ..

અને વાહ વાહ … મેળવતા રહે છે કે પછી …

વાચકના મનમાં માનસિક ઉદાસીનતા ઊભી કરે છે …

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in તેજાબ, મંથન, રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

9 Responses to વર્તમાન વાસ્તવિકતા – ૨

  1. dhavalrajgeera કહે છે:

    Dear Akhil,

    Your thoughts are probing many mind.
    My mind too.
    We need to stop suffering,getting up set but look for the solution within and from out side.
    Learning here and now is an art….Process.

  2. અક્ષયપાત્ર કહે છે:

    જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં શૂર નહિતર રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર !

  3. દિનકર ભટ્ટ કહે છે:

    અખિલ ભાઇ,

    તમારો આક્રોશ સો ટકા વ્યાજબી છે.કોઇક રચનાત્મક કાર્ય વિષે વિચારવું રહ્યું, જેથી સૌનો સહકાર મળી રહે.

  4. DR. CHANDRAVADAN MISTRY કહે છે:

    Akhibhai..You had published this Post with all the passion & it clearly shows your deep love for India. In your dispair about the realities that exist in present India, you had demonsrated some anger & your reference to allof us as “pigs & rats ” may be inappopriate but I do not blame you as it came out of your anger & frustrations. I think. we all should think rationally & try to find a solution to the present problem with “some positive attitude ” Let us take the Educationan System…let us bring the CHANGE needed in ” our children & teachers ” by asking more questions & reacing the RIGHT SOLUTION ! Just my view !

ટિપ્પણીઓ બંધ છે.