જીવન આનંદ

૦૧.૦૩.૦૯ / ૩૧૬૮

ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના શોખે મને લગભગ દરેક વસ્તુ, વ્યક્તિ અને વ્યવસ્થાને જોવા માટેના વૈકલ્પિક દ્રષ્ટીકોણ શોધતા શીખવાડયું છે.

કોઇ પણ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ફેરફાર થઇ શકે અને આ ફેરફાર સુધારા કે બગાડની દિશામાં લઇ જાય.

જે આજે ન આવડતું હોય તે શીખી શકાય, શીખ્યા પછી એ આવડતના ઉપયોગે સમજાય કે … ક્ષમતા વધી કે ઘટી.

બે દ્રષ્ટાંત આપું ..

૧. મારા દાદાજીની પાયા,અડધા,પોણા જેવા દાખલા મોઢે ગણવાની આવડતમાં કેલક્યુલેટરે અવરોધ ઉભો કર્યો.

૨. મારા બાળકોનું ગણિત, કેલ્કયુલેટર વાપરવાની આવડતને કારણે સુધર્યું છે.

મારી સવાલ પૂછવાની આવડતમાં થઇ રહેલા ફેરફાર હવે હું જાતે અનુભવી શકું છું.

તો સારું – ખરાબ કે સાચું – ખોટું ને બદલે … બદલાઇ રહેલા વાતાવરણ સાથે વહેતા રહીએ તો જીવનનો આનંદ અકબંધ જ રહે છે, બલ્કે વધતો જાય છે.

એટલેકે, હું રામનામ લઇશ અને જો રામ કા નામ લે ઉસકા ભલા ઔર જો ન લે ઉસકા ભી ભલા … નો અભિગમ એટલીસ્ટ મને અને તૃપ્તિને તો જીવનનો આનંદ આપે જ છે.

અમારે જે કરવું છે તે અને અમને જે કરવું ગમે છે તે કરીએ છીએ.

અન્યો પણ કરે તો બધાનો આનંદ, અને ના કરે તો આપણો આનંદ.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in પ્રેરણા. Bookmark the permalink.