સ્લમડોગ

૦૧.૦૩.૦૯ / ૩૧૭૮

સ્લમડોગ …. કે …. અરૂંધતિ રોયે લખેલ પુસ્તકને બુકર્સ પ્રાઇઝ મળવું …

સત્યજીત રે.. શ્યામ બેનેગલ જેવાઓએ સીનેમા જેવા શક્તિશાળી માધ્યમનો ઉપયોગ કરવાની તેમની આવડત કે કુશળતાનો ઉપયોગ કરતી વખતે શું વિચાર્યું હશે ?

( આર્ટફિલ્મની વ્યાખ્યા … કોણ કરે ? મહેશ ભટ્ટ ? )

ગાંધીજીએ મ.ઝીણા અને નહેરૂના મતભેદને ઉકેલવા કરેલ નિર્ણય પર સરદારે શું વિચાર્યું હશે ?

મહદઅંશે તમારી વાત સાચી છે ..

દંભના આવરણ હેઠળ વિપરીત પરિસ્થિતિને અંકુશમાં લેવાની માત્ર બુધ્ધી ધરાવતા કહેવાતા સંસ્કારી, જ્ઞાની એવા લોકો પાસે એનો ઉપયોગ કરવાની આવડત છે કે કેમ ?

અને સૌથી મહત્વનું કે, આવડત હોય તો ….. એ અમલમાં મુકવા જેટલી હિંમત છે ?

મીંડાઓની દુનિયામાં એકડો થઇને જીવવું … એ અઘરૂં જરૂર છે.

જે મીંડા એકડાને અનુસરે છે તેમનું મુલ્ય આપોઆપ વધી જ જાય છે.

ઓસ્કારે પોતાનું અવમુલ્યાંકન કર્યું હોય એમ મને લાગે છે. ફિલ્મની વાર્તા અને વાસ્તવિકતા ને સંબંધિત કરવા કે નહીં તે મુદ્દો નથી.

વાર્તા કહેવાની રીત કેવી હોવી જોઇએ તે મુદ્દો છે.

એવી રીતે કહેવાયેલી વાર્તાની આમ ( ખાસ નહી ) જનસમુદાય પર કેવી અસર / કેવો પ્રભાવ પડશે તે મુદ્દો છે.

ઓસ્કારનું એન્ડોર્સમેન્ટ મળેલ વિચાર, વાર્તા, વ્યવહાર કેવા સમાજમાં કેટલી સરળતાથી સ્વિકારાઇ જતા હોય છે તે મુદ્દો છે.

ગંગા પણ આજે ગંદી થયેલી જણાય છે, એટલે ગંગાવતરણનો પ્રસંગ કહેવાની રીત બદલાઇ જાય ?

યમુનાને ચોખ્ખી કરવાની વાતો શરૂ થઇ છે એટલે … મોગલ સમયના દિવાને આમ અને દિવાને ખાસમાં યમુનાજળના થયેલ ઉપયોગની વાર્તા બદલાઇ જાય ?

ત્યારનું ભારત …. આજનું ભારત અને આવતી કાલનું ભારત કેવું ?

ના જવાબ તુંડે તુંડે મતિ ભીન્ન જેવા મળશે.

એટલે, બદલાઇ રહેલા વાતાવરણ કે પરિસ્થિતિમાં કોડિયા જેટલી પણ રોશની આપી શકાય તો … ભયો ભયો !!

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in મંથન, માર્ગદર્શન. Bookmark the permalink.

1 Response to સ્લમડોગ

  1. Suresh Jani કહે છે:

    બદલાઇ રહેલા વાતાવરણ કે પરિસ્થિતિમાં કોડિયા જેટલી પણ રોશની આપી શકાય તો … ભયો ભયો !!

    બહુ ગમ્યું

ટિપ્પણીઓ બંધ છે.