કોઇ પણ એક માન્યતા અંતિમ હોતી નથી ..
જુદા જુદા નામે કે સ્વરૂપે …
રામ … રહિમ … જીસસ … અને …. એવા તો ઘણાં ….
લોકોએ જ આપેલા નામથી ઓળખાતી
આ અલૌકિક શક્તિ પર આધાર રખાય છે …
કોઇ પણ ધર્મના, જ્ઞાતિના કે સંપ્રદાયના લોકોની
આસ્થા જે ધર્મગ્રંથ પર હોય તે …
બાઇબલ, કુરાન કે ગીતા … પથદર્શક છે …
જન્મથી મૃત્યુ સુધીની સફર મળેલા શરીર સાથે કરવાનું … માર્ગદર્શન છે …
શરીર અને ચૈતન્યનો ભેદ સમજાવતું … ડહાપણ ( wisdom ) છે …
જીવાત્મા, મહાત્મા અને પરમાત્માની અવસ્થાનો … પરિચય છે …
વામન કે વિરાટ – એ સ્વરૂપની કલ્પના છે …
પણ,
મને લાગે છે કે,
‘એ’ ની અનુભુતી એ ‘એની’ સાથેનો એકાકાર છે …
એટલે,
જો ‘એ’ નથી તો એ મારૂં અજ્ઞાન છે …
કારણકે,
‘એ’ છે તો અહીં જ છે … મારામાંથી જ વિસ્તરે છે …
અને પછી અણુએ અણુંમાં થઇને સમગ્ર સૃષ્ટિને પોતાના કવરેજ વિસ્તારમાં રાખે છે.
જીવન અને મરણ … શરીર સંબંધીત ઘટના છે
… ચૈતન્ય સાથે નહિં.