વિનયભાઇ અને સૌને …

વિનયભાઇ,

તમે લખેલ મેઇલનો એક ભાગ મને ખળભળાવી ગયો …

૫/૩ પ્લેજરીઝમ – નવોદિતાથી ન્યુરોસર્જન સુધી
પ્લેજરીઝમ એટલે બીજાના વિચાર કે લખાણની ચોરી કરી તેને પોતાના તરીકે છાપી મારવાનું કૃત્ય. આજકાલ ગુજરાતી બ્લોગ જગતમાં તેની ફેશન થઈ પડી છે. નવોદિતોથી લઈને મગજના ડૉક્ટરો પણ આવી રીતે મહેનત કર્યા વગર અન્યની રચના/વિચાર પોતાના નામે ચડાવી સસ્તી પ્રસિદ્ધી પામવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે.
૫/૩ અમારી બીજી કોઇ શાખા નથી
પહેલાં દુકાનોવાળા આવા પાટિયાં ચીતરાવતા કે “અમારી બીજી કોઇ શાખા નથી”, “નકલખોરોથી સાવધાન”, “ભળતા નામે ભોળવાશો નહીં” વગેરે… પણ હવે આપણે પણ આવા લખાણ આપણા બ્લોગ/વેબસાઈટ પર મૂકવા પડશે. તેનું કારણ છે પ્રસિદ્ધ અને સમૃદ્ધ બ્લોગની શાખ અને નામ વાપરીને નકલખોરો ઉતરી પડ્યા છે.

મારા માટે તમે ‘તમે’ છો.

મારું માનવું છે કે તમારી પાસે અન્યો પાસે છે તે કરતાં કઇક જુદુ કરી શકવાની આવડત પણ છે.

તમારી ‘ખૂણે ખાંચરેથી અવનવા વિષય પર જાણવા જેવું ખોળી કાઢવાની આવડત પર મને માન છે’

તમે ‘જોડણી’ ને લઇને …… ના સમર્થકો સાથે કરેલ શબ્દ યુધ્ધ નહોતુ ગમ્યું.

મારો બ્લોગ હોંસે હોસે શરૂ કર્યા પછી ફક્ત બે જ મહિનામાં …. ફ્લેટ ૬૦ દિવસમાં મારે કામના, મને કામ લાગે તેવા વ્યક્તિઓને તારવી લીધા …. અને તેમની સાથે જ્ઞાનગોષ્ટી / સંગાથ માણવાનું ચાલુ છે.

જેમને હું કામનો લાગ્યો એવા મારી યે નજીક આવ્યા. થોડા ટક્યા બાકીના વિદાય થઇ ગયા.

હજારો લોકોને લાખો પ્રકાર અને જાતની ટેવ અને કુટેવ હોય … એ તો અહીં જ જાણવા મળ્યું.

હું પાછો લડાયક મિજાજનો … આક્રમક વૃત્તિવાળો જીવ … ધીરે ધીરે …. સમજણો થયો !! ( ૫૧ વરસનો થયો હોં ! )

જાત અનુભવે એવું ઇમાનદારીથી કહી શકું એમ છું કે,

વર્ડપ્રેસ પર મને જે વાંચન મળ્યું તે જે તે બ્લોગરનું મૌલિક સર્જન હતું કે કેમ મને ખબર નથી.

૯૯% બ્લોગરો પ્રસ્તુત કરેલા વિચારના વખાણ જ થાય એવી અભિલાષા રાખનારા છે.

ગુજરાતમાં રહેનારા ૨૦ થી ૨૨ બ્લોગરો સાથે મેં ટેલિફોન પર જાતે વાતો કરી છે.

એટલે તેમના લખવા અને બોલવા વચ્ચેનો તફાવત મને ખબર છે. ( વાતોના વિરા કે વડા …. પણ છે વાસ્તવિકતા )
હા, તેમને જે આવડે છે તે મને નથી આવડતું એ હકિકત છે.

એટલે તેમના દ્વારા પ્રસ્તુત થયેલા ‘વિચાર’માં મને જે સારું જણાયું તે અપનાવ્યું બાકીનું … જય શ્રી કૃષ્ણ !

તેમાના ઘણાખરાના શહેરમાં ( અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત ) પણ બે – ચાર થી અનેકવાર વાર જવાનું થયું છે ત્યારે …. તેમનું મારી સાથે ટેલિફોન પર બોલવું અને મને મળવા જેટલા સમયનો અભાવ … .. એક વાર, બે વાર .. ત્રણ વાર .. પણ ચોથી વારે ?? ઘણં ઘણું કહી જાય છે … સમજાવી જાય છે. વ્યક્તિની અગ્રિમતાઓ કે પ્રાથમિકતાઓ અલબત્ત વ્યક્તિગત જ હોય એ હું સારી રીતે જાણું જ છું.

માર્ગદર્શન ની પ્રવૃત્તિ સાથે મળીને કરવી જોઇએ, હું તમારી સાથે છું … કોઇ કામ હોય તો જરૂરથી જણાવજો .. એવું કહેનારાઓ … મને માત્ર ફોન અને ઇન્ટરનેટ પર જ મળ્યા છે. ગણત્રીના ૬ અપવાદ બાદ કરતાં. આ પણ વાસ્તવિકતા છે.

જેને ચોરી ખબર ન પડે એવી રીતે કરતાં ન આવડતી હોય તે ખુલ્લે આમ કરે … પણ તેણે કરેલી ચોરી કે ઉઠાંતરીથી કોને .. શું … કેવા પ્રકારનું અને કેટલું નુકશાન થાય કે થયું … એવુ તો કોઇ જણાવતું નથી … !!!

સાચું કહું તો … હું મહત્વ લખાણને આપું છું મોકલનાર કે ફોરવર્ડનાર ( નવો શબ્દ શોધાયો ! ) ને નહી.

લખનાર વ્યક્તિ વિદ્વાન છે કે નહી તે નક્કી કરવાનું કામ વાચકનું છે અને વાચક ધીમે ધીમે પોતાની ગતિએ જ સમજણો થતો હોય છે એમ મને લાગે છે.

મોટા ગજાના કે નાના ગજાના .. ધુરંધરો કે મુર્ધન્ય .. માં મને સમજ નથી પડતી. વલસાડમાં યોજાયેલ બે ચાર કવિસંમેલનમાં હાજરી આપી પણ એવું લાગ્યું કે, હું કવિતાનો જીવ નથી. એટલે કવિતા કરનારા કે લખનારા ખોટા નથી થઇ જતા.

બોટમ લાઇન – તેઓ ‘તે’ છે, તમે ‘તમે’ છો અને હું ‘હું’ છું. … કેટલું જીવવાનું છે તે ખબર નથી … તેમને કે તમને સુધારવાને બદલે ‘મને’ સુધારવાનુ મને વધુ રસપ્રદ, સરળ અને કરવા જેવું કાર્ય લાગે છે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

2 Responses to વિનયભાઇ અને સૌને …

  1. વિનય ખત્રી કહે છે:

    સાચી વાત કહી – તમે ‘તમે’ છો અને હું ‘હું’ છું.

    જોડણી વિશેના મારા વિચારો મેં એક લેખ દ્વારા વ્યક્ત કર્યા હતા.

    હું તે ૯૯% બ્લોગરોમાં નથી આવતો અને મારા બ્લોગ પર થયેલી નકારાત્મક કોમેન્ટ ડિલિટ નથી કરતો.

  2. Dilip Gajjar કહે છે:

    Good code of conduct..has to be follow on blog.

ટિપ્પણીઓ બંધ છે.