‘આપણી ભાષા’ નામથી ગયા વર્ષે ચાલુ કરેલ બ્લોગનો ખાસ વિકાસ ન થયો.
જુદા જુદા વિષયો પર નીચે જે પ્રકારે સંવાદ કર્યો છે તેવી રીતે … માહિતી / જાણકારી મૂકવી એવું નક્કી કર્યું હતું … પણ અજ્ઞાત કારણોસર આગળ વધી ના શક્યા.
પણ ત્યાં જયવંતભાઇ સાથે ગુગલ ટોક પર કરેલ સંવાદ ‘અનુસ્વારની વાત’ના શીર્ષક હેઠળ લખ્યો હતો તે અહી પુનઃપ્રસ્તુત કરું છું.
10.07.2008
Jaywant: શુભ પ્રભાત
Akhil:શુભ પ્રભાત
Jaywant: બોલો
Akhil: https://akhilsutaria.wordpress.com/
Jaywant: આજે શું કાર્યક્રમ?
Akhil: આજે પાવર ડીસ્ટર્બન્સ છે
Jaywant: પેલા ગુજરાતી બ્લોગનું શું થયું?
Akhil: ઘડીક આવે… ઘડીક જાય મને લાગે છે કે…… એને વર્ડપ્રેસ પર શીફ્ટ કરી લઇએ
Jaywant: મારી ઇચ્છા તો બસ એટલી જ કે તેને તમે ચાલુ રાખો બસ… આરંભે શૂરા ન બનીએ
Akhil: મારુ કામ જીવાડવાનુ..
Jaywant: એટલું ર જ
Akhil: તમારુ કામ તેમા જીવ પૂરવાનુ હુ તેને લોકો સુધી મોકલવાનુ કરી શકુ
Jaywant: હા
Akhil: તેની અંદર વિચાર લખવા તો તમારા જેવા ખમતીધર જોઇએ
Jaywant: અને હા, તમારો આજનો મોકલેલો બ્લોગ વાંચ્યો
Akhil: મને તો હુ જોડણીમા શંકા જ છે.. પણ હાંક્યે રાખુ છુ
Jaywant: વાચકો જે કંઈ ટીકા કરે તેની ચિંતા નહીં કરવી જોઈએ
Akhil: બરાબર પોતાને આનંદ થવો જોઇએ
Jaywant: ઉંઝા જોડણીકોશના રવાડે ન ચડતા એ બહુ વિચિત્ર લાગે છે જો આપણે
Akhil: મારા અંતરમાંથી જે નીકળે તે જ તેવી રીતે લખવા વિચાર્યુ છે… વાચવા વાળા સમજી જશે
Jaywant: speculation, pshyciatrist જેવા અઘરા લાગે તેવા સ્પેલિંગ યાદ રાખી શકીએ તો ગુજરાતીની સાદી જોડણી ન યાદ રાખી શકીએ? આપણે ઉપયોગમાં લેતા હોય તેવા શબ્દો કેટલા?
Akhil: હમણા તમે જે વાચ્યુ… તેમાં તો જોડણીની ભુલો કદાચ હશે જ … પણ… બીક કે ચિંતા રાખ્યા સીવાય … લખી જ નાખ્યુને ?
Jaywant: કેટલાક નિયમો જાણી લઈએ નવનીત સમર્પણ કે કુમાર કે કવિતા જેવા સામયિકોમાં શુદ્ધ જોડણી વાંચીએ
Akhil: ઓકે
Jaywant: તો આવડી જ જાય,…હા, સામયિકો (કદાચ અમારું તેમાં અપવાદ હોઈ શકે, બહુ ઓછી ભૂલ હોય છે) કે અખબારો પર જોડણી શીખવા માટે મદાર ન રાખી શકાય
Akhil: એ ખરુ
Jaywant: જ્યાં નાન્યતર જાતિની વાત હોય ત્યાં અનુસ્વાર આવે જેમ કે
ઘેટું
ખરું
સાચું
ખોટું
આપવું
લેવું
ખાધું
લીધું
પીઘું
Akhil: અરે વાહ …. તમે તો મારું કામ સરળ કરવા માડયં.
Jaywant: કર્યું માંડ્યા….માડ્યાં નહીં
Akhil: માંડયુ કે
Jaywant: નહીં લખો તો હ દીર્ઘ ઈ આવે અને અનુસ્વાર
Akhil: માંડયું
Jaywant: નહિ માં અનુસ્વાર ન આવે બંને જોડણી સાચી તેવી જ રીતે…. તમે થોડા નવરાશમાં છો ને? નવરા તો ન પૂછાય
Akhil: વાહ..
Jaywant: થોડું વધું જ્ઞાન..જાણકારી આપું…ટપકાવી લેજાે જો
Akhil: જરુર
Jaywant: જરૂર જરુર નહીં દિન = એટલે ? અને દીન એટલે?
Akhil: આ જાણકારી …. મારા સંવાદ નામના બ્લોગ પર તમારી મંજૂરી હશે તો મૂકી દઇશ દિન એટલે દિવસ દીન એટલે ગરીબ
Jaywant: અરે ભાઈ, આ તો જ્ઞાન છે અને ગુજરાતીનું જ્ઞાન તો વહેંચવું જ જોઈએ
Akhil: બીલકુલ સાચી વાત સ્કૂલમા કાચુ રહી ગયુ હતું
Jaywant: મને તો ડર છે કે પાંચ વર્ષ પછી બાળકોને ગુજરાતી અને નૈતિક મૂલ્યો એટલે શું તે શબ્દો જ તેમની ડિક્શનરીમાં નહીં હોય કાચું, ગયું
Akhil: ઓકે
Jaywant: સ્કૂલમાં કાચું રહી ગયું હતું
Akhil: રહિ કરાય ? નહિ ની જેમ ?
Jaywant: હા તે વેણ એટલે? ના રહિ નહીં
વેણ અને વહેણ?
Akhil: વેણ એટલે વાક્ય
Jaywant: કેર, કેરી, કેરી અને અદકેરું એટલે?
Akhil: વહેણ એટલે …… ફ્લો
Jaywant: વેણ એટલે બોલેલું
Akhil: ઓહ
Jaywant: વહેણ માટે તમે સાચા છો
Akhil: ઓકે
Jaywant: ક્યાં ખોવાઈ ગયા?
કેર, કેરી, કેરી, અદકેરું?
Akhil: આપણી ભાષા નામનો બ્લોગ ચાલુ કર્યો ….. વર્ડપ્રેસ પર
Jaywant: બીલકુલ = ખોટી જોડણી
બિલકુલ = સાચી જોડણી
Akhil: બરાબર
બ્લોગને સેટ અપ કરવા જેટલો સમય આપશો ?
Jaywant: ચોક્કસ
Akhil: ૧૦ મીનીટ !!!
Jaywant: કેવી રીતે થાય? મારે પણ બ્લોગ બનાવવો છે
Akhil: તો આબ્લોગ તમે જ હંકારોને ?? !!
Jaywant: ના યાર
Akhil: કેમ ? http://aapanibhasha.wordpress.com/ નજર મારો જોઉ !
Jaywant: તે તમારી રચના છે
Akhil: અરે ભાઇ…. તમે કયા મારુ તારુ મા પડયા ..ખાલી હાથે આવ્યો હતો ..
Jaywant: મારું તારું અનુસ્વાર?
Akhil: ખાલી હાથે જીવુ છુ અને ખાલી હાથે જવાનો
Jaywant: જીવું છું. અનુસ્વાર?
Akhil: …….વાત સાચી છે…. સભાનતા સાથે પ્રયાસ કરવાનો છે..
Jaywant: એ વાત નથી, પણ જે રચયિતા છે તેમને જ એ સંભાળવા દઈએ
Akhil: ચાલો તો એમ રાખો..
Jaywant: હું રહ્યો થોડો આળસુ
Akhil: તે મારામાં આળસ નથી એમ કોણે કહ્યું ?
અનુસ્વારનો પાઠ પાકો થયો કે ?
Jaywant: હા, બિલકુલ
Akhil: હજુ મથવાનું..
Jaywant: એકદમ સાચું…
Akhil: નવી ટેવ પાડવી સહેલી …. ખોટી ને સુધારવી … બહુ જ અઘરી …
Jaywant: તમારી ગ્રહણશક્તિ ઝડપી છે તમને વાર નહીં લાગે
શાળામાં જઈને આ પણ કરવા જેવું છે
Akhil: ……. શીખવાની મઝા જ જૂદી છે…
Jaywant: અને હા..ગુજરાતીઓને ગુજ્જુ કહે તે સાંખી ન લેવાય..મરાઠીઓને મઠ્ઠુ કહેતા સાંભળ્યા?
Akhil: એ તો તમારે જ મારી સાથે આવવુ પડે
એ જ તો મોટી વાત છે… આત્મસન્માન
Jaywant: હિમેશ રેશમિયા ગુજ્જુ નામની ફિલ્મ બનાવે છે
તેનો વિરોધ કરવા જેવો છે
Akhil: …… ચાલો તેને પ્રસીધ્ધીથી દૂર રાખીને તેનો વિરોધ કરાય
Jaywant: હા
Akhil: શીખીએ કે શિખીએ ?
Jaywant: શીખીએ
Akhil: ઓકે
Jaywant: મરાઠીમાં રન = ધાવ લખે છે આપણે ત્યાં સ્કોરબોર્ડમાં બેઠું અંગ્રેજી ગુજરાતી લિપિમાં લખાય છે ત્યાં એ લોકો મરાઠી જ લખે છે
Akhil: સાચી વાત સ્ટેશનોના નામ પણ લખવા અને બોલવામા… તેમને પોતાની ભાષાનુ ગૌરવ જણાય
Jaywant: એમ નહીં, સ્કોરબોર્ડ એટલે માનો કે સાયમન્ડ્સ કો. એન્ડ બો. અગરકર એમ ગુજરાતીમાં લખાય
Akhil: હા
Jaywant: જ્યારે મરાઠીમાં? સાયમન્ડ્સ ઝાલ્યો આણિ ફલંદાજી અગરકર એવું કંઈક લખાય છે
Akhil: ઓત્તારી … ખરેખર ? મને ખબર ન હતી આ વાતની ..!
Jaywant: હા..એક મિનિટ
Akhil: મારુ કે મારૂ ?
Jaywant: મારું…અનુસ્વાર આવે
Akhil: મારું મરાઠીનુ જ્ઞાન ઓછુ
Jaywant: મરાઠી સમજવું અઘરું નથી
Akhil: જોકે મે પ્રયાસ કર્યો નથી
Jaywant: ગુજરાતીના ઘણા શબ્દો તેના પરથી આવેલા છે અરે ભાઈ તમારી નજીક જ છે એકદમ
Akhil: એમ કે ?
Jaywant: મહારાષ્ટ્ર…?
Akhil: તમે મારી દિશા ના બદલાવી દેતા
Jaywant: અને ઈન્ટરનેટના જમાનામાં મરાઠી પત્રો પણ ઓનલાઈન વાંચી શકાય છે
Akhil: એ વાત સાચી
Jaywant: થાંબા એટલે ઊભા રહો આપણે ત્યાં નહાઈ લીધું ? એમ પૂછાય
Akhil: બસા એટલે.. બેસો
Jaywant: મરાઠીમાં? હા…તમને તો યાર, આવડે છે
Akhil: થોડુ થોડુ… .
Jaywant: મરાઠીમાં એમ કહેવાય કે સ્નાન કેલા?
Akhil: કાને પડેલુ… જેટલુ યાદ છે તેટલુ
Jaywant: થોડું થોડું…અનુસ્વાર? પડેલું…જેટલું તેટલું
Akhil: ઓત્તારી…. યાર……….. આજે તો વાટ લાગી ગઇ છે
Jaywant: આપણે ત્યાં ગુજરાતીમાં ઘાલ એટલે અપશબ્દ જેવો લાગે
Akhil: હા
Jaywant: મરાઠીમાં ઘાલ એટલે પહેરવું કપડે ઘાલ એમ કહે
Akhil: બરાબર
Jaywant: સંપલા એટલે?
Akhil: સમાપ્ત થવુ કે અંત આવવો
Jaywant: હા તમે સાચા છો તમને હું ક્યાં શીખવાડું છું…?
Akhil: બરાબર
Jaywant: વાઝલે એટલે http://card.maharashtratimes.indiatimes.com/
Akhil: સમયની જાણકારી માટે પૂછાતો સવાલ
Jaywant: સ્કોરબોર્ડ
Akhil: કીતી વાઝલે ?
Jaywant: માટે જુઓ આવું શુદ્ધ ગુજરાતીમાં લખાયું હોય તો?
Akhil: માલા માહિત નાહી
Jaywant: ભદ્રંભદ્ર કહી ઉતારી પાડે
Akhil: સાચી વાત
Jaywant: વાઝલે એટલે વાગ્યા? તુમચા તો મરાઠી છાન આવડતે
Akhil: માને લાગે છે કે….. છેવટે વાત સમજ પર આવે છે. મુદ્દો સમજાઇ જાય … સમજાવો જોઇએ
Jaywant: હા..આપણે ત્યાં છાપામાં દેશ-વિદેશના સમાચારોમાં અનુવાદ થાય છે એ તો તમને ખબર જ હશે
Akhil: હા
Jaywant: એમાં અનુવાદકો ઘણા શબ્દોનો અનુવાદ કરવાની તસદી જ નથી લેતા એ બીકે કે ભદ્રંભદ્ર લાગશે…અથવા તો તેમને ખબર નથી હોતી કે નવા શબ્દો શોધવાની કે બનાવવાની તસદી નથી લેતા
Akhil: એમ ? આ તો રહસ્યની વાત
Jaywant: અથવા તેમના ઉપરી, “આ ભદ્રંભદ્ર લાગશે” આવશે તેમ કહી શબ્દો ફેરવવાનું કહે છે આ મારો જાતઅનુભવ છે
એટલે પછી અંગ્રેજી શબ્દો as it is રખાય માત્ર લિપિ ગુજરાતી થઈ જાય જ્યારે મરાઠીમાં આવું નથી
Akhil: બરાબર
Jaywant: હમણાં ઝી મરાઠી પર સારેગમપ જોતો હતો
Jaywant: ત્યાં સુરેશ વાડેકર,
Jaywant: અને બીજા બે કલાકારો નિર્ણાયક તરીકે હતા તેમની બોલીમાં મરાઠી શબ્દો ઝાઝા હતા અને હિન્દી કે અંગ્રેજી થોડા
Akhil: બરાબર
Jaywant: જ્યારે આપણે ત્યાંથી કોઈ કલાકારને મુંબઈ ગયાને થોડો જ સમય થઈ હોય તો તેની બોલીમાં િહનદી શબ્દો ઝાઝા હોય
Jaywant: કોઈક વાર મનહર ઉધાસ કે બીજા કલાકારોની બોલી સાંભળજો
Jaywant: બે ગુજરાતી મળે તેમને ખબર નથી કે સામેવાળો ગુજરાતી છે અને હોયગુજરાત બહારની જગ્યા તેઓ િહન્દી કે અંગ્રેજીમાં ચાલુ કરે થોડા વખત પછી તેમને ખબર પડે કે સામેવાળો ગુજરાતી છે તો પણ િહન્દી કે અંગ્રેજીમાં જ હંકાવ્યા કરે
ગુજરાતમાં િહન્દી ભાષીઓની સંખ્યા વધતી જાય છે તેઓ ઘણા વર્ષોથી અહીં રહે તો ય બીજા સાથે હિન્દીમાં જ બોલે
Akhil: આજનો આપણો આ સંવાદ …. બ્લોગ પર મુકી દઉ ?
Jaywant: જેવી તમારી ઈચ્છા ઘણી વાર તો પેલા િહન્દીભાષીઓ સારું ગુજરાતી જાણતા હોય તો ય ગુજરાતીઓ તેમની સાથે હિન્દીમાં જ વાત કરે…તેમના વહાલા થવા આ માનસિક ગુલામી છે પરદેશી કોઈ મહેમાન આવ્યા હોય અને તેમને તમે આવકાર આપો તેની આગતા સ્વાગતા કરો તે બરાબર પણ તેનાથી અંજાઈ જાવ તે ખોટું એક કલેક્ટર કે ડીઆઈજી કે એવી કોઈ મોટી પદવી પર બેઠેલા વ્યક્તિએ તેમનો ક્લિન્ટન સાથેનો ફોટો રાખ્યો હોવાનું મેં સાંભળેલું છે
Akhil: એમ કે ?
Jaywant: મારી જૂની ઓફિસમાં િહન્દીભાષીઓ હતા તેમની સાથે તો ગુજરાતી લોકો હિન્દીમાં વાત કરે તે સમજી શકાય
Akhil: પછી ?
Jaywant: પણ બીજા ગુજરાતીઓ સાથે પણ હિન્દીમાં વાત કરે
Akhil: કયા ? મુંબઇમા ?
Jaywant: તેમને હું કહું…મને હિન્દી નથી આવડતું…ના અમદાવાદની વાત છે અમદાવાદના મોલમાં જાવ કે મોબાઈલ સેન્ટર કે એવા કોઈ પણ ઠેકાણે હિન્દીમાં જ વાત શરૂ કરશે તમે ગુજરાતી બોલો તો ય તે હિન્દીમાં ચાલુ રાખશે હવે અમદાવાદમાં ગુજરાતીમાં વાતો કરવાનું ઘટી ગયું છે એવું કંઈક નહોતું કહ્યું જે પછી તમે આપણી ભાષા બ્લોગ ચાલુ કર્યો?
Akhil: …. આ ચર્ચા આવતા અંકે રાખીએ …
Jaywant: દીવો ન કરી શકીએ તો કંઈ નહીં, ક્યારેક દીવાસળી પ્રગટાવવાથી પણ
Jaywant: અજવાળું પ્રગટે ચાલો આ વાતચીત પર અલ્પવિરામ મૂકીએ.
Akhil: ઉજાસ પાથરવાનુ આ કાર્ય ….. ચાલુ રાખીશુ..
Akhil: મીલતે હૈ એક વિરામ કે બાદ
Jaywant: બિલકુલ આવજો ….
………………………………………………………………
આ શ્રુંખલાને આગળ વધારવામાં જે મિત્રને રસ હોય, સમય હોય તેમની હું રાહ જોઇ રહ્યો છું.
3407 / ૧૨૦૩.૨૦૦૯
Plz continue ur dialog with Jashvantbhai–So refreshing- I m getting educated.
Gyani se gyani mile kare gyan ki baat.
Tame e nu Gujarati kari lejo.
શ્રી અખિલભાઈ અને જસવંતભાઈ,
આપનાં સંવાદ વાંચીને આનંદ થયો. વચ્ચે થોડા વખત પર મારે ફિઝીયોથેરાપી કેન્દ્ર માં લાગલગટ જવાનું થતું હતું. ત્યાં એક વાચાળ રાજસ્થાની વૃદ્ધ પણ નિયમીત આવતા હતા. પંણ બધા સાથે હિન્દીમાં જ વાત કરતા હતા. બધાને જય શ્રી ક્રિષ્ન કરીને બોલાવતા હતા પણ વચ્ચે વચ્ચે આરામથી જેને બહારનાં લોકોએ સુરતી ભાષા તરીકે ઉલ્લેખી છે તેવી ભાષાનો પ્રયોગ આરામથી કરતા હતા. વાતવાતમાં તેમણે સુરતનાં દૈનિક ગુજરાતમિત્રનાં કોઈ લખાણનો ઉલ્લેખ કર્યો, તો મેં તરત પુછ્યૂં, કે તેઓ કેટલા વર્ષથી સુરતમાં સ્થાયી થયા છે, તો જણાવ્યું, કે 20 વર્ષથી તો મેં તેમને પૂછ્યૂં કે તેઓ ગુજરાતીમાં કેમ વાત કરતા નથી, તો આરામથી ( મારી દૃષ્ટીએ નફ્ફટાઈથી) જવાબ આપ્યો કે’ તમે બધા હિન્દી જાણો છો પછી મારે શું ગુજરાતીમાં બોલવાની જરૂર છે ?'(હિન્દીમાં જ તો.)
મુમ્બઈનાં ટ્રાફીક સિગ્નલ્સ, બેસ્ટની બસ, બસ સ્ટેન્ડ્સ, વગેરે જગ્યાએ સુરત કરતા વધૂ પચરંગી વસ્તી વાળું શહેર હોવા છતા ય સુચનાઓ હિન્દીને બદલે મરાઠી ભાષામાં વધૂ વાંચવા મળે છે, જ્યારે સુરતમાં કેન્દ્ર સરકારની કચેરીઓમાં ગુજરાતીની ધરાર અવગણનાં ઉડીને આંખે વળગે છે. રાષ્ટ્રીય્કૃત બેન્કો પણ અંગ્રેજી અને હિન્દી ફોર્મ્સ અને ગ્રાહકો ને લખાતા તૈયાર ફોર્મેટ વાળા ચેક રિટર્ન મેમો વગેરેનો ઉપયોગ કરે છે, જ્યારે દક્ષિણના6 રાજ્યોની આ જ કેન્દ્ર સરકારની કચેરીઓ અને રાષ્ટ્રીયકૃત બેન્ક શાખાઓ ત્યાંની પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરે છે અને વૈકલ્પીક ભાષા તરીકે હિન્દીને બદલે અંગ્રેજીનો જ ઉપયોગ થાય છે. સુરત આકાશવાણીની સ્થાનીક ઉદ્દધોષણાઓમાં પણ નિજી રેડિયો ચેનલ્સ જેવા ખીચડી ભાષાનો ઉપયોગ વધતો જાય છે. અહીં ભદ્રઁભદ્રીય ભાષાની વાત નથી પણ જે ગુજરાતી શબ્દો લોક ભાષા (બોલી નહીં) માં વણાયેલા સહેલાઈથી મળે જ છે તેને જાકારો આપવાનું વલણ ભય જનક ચોક્કસ જ છે.
પિયુષ મહેતા
સુરત-395001.