આજે ૧૭મી માર્ચે સવારે ૯થી બપોરે ૧૨ દરમ્યાન વલસાડના મોગરાવાડી વિસ્તારની હિન્દી મીડીઅમ સ્કૂલના ધોરણ આઠથી અગિયારના વિદ્યાર્થીઓ માટે ફિલ્મ શોનું આયોજન કર્યું હતુ. ભારતનું ભવિષ્ય, બાપૂને કહા થા અને ગોદાવરીને કિનારેનું સ્ક્રીનીંગ કરવાનું નક્કી કર્યું હતું. અમને લેવા માટે શર્માજી રીક્ષામાં આવ્યા અને અમે સમયસર સ્થળ પર પહોંચી ગયા.
પતરાંની છત નીચે કોબો કરેલા ફ્લોરીંગ પર આશરે ૪૦ ફૂટ બાય ૪૫ ફૂટના ખંડમાં વચ્ચોવચ ચાર પીલર … અને લાકડાની બંધ ન થઇ શકતી તૂટેલા કાચવાળી બારીઓમાં થઇને અંદર આવતા પ્રકાશને ડબલ ફોલ્ડ કરેલી જાડી રોકવા ચાદરો પણ સંતોષકારક પરિણામ આપી નહોતી શકી.
અમે અમારા સાધનો ટેબલ પર ગોઠવ્યા, તેના જોડાણ કર્યા અને ટેસ્ટ કર્યા …
મજા ન આવી.
કારણકે,
જોઇતા પ્રમાણમાં અંધારુ થઇ શકે તેમ ન હતું.
શાળા પાસે પોતાની પીએ સીસ્ટમ ન હોવાથી અને મારા કોમ્પયુટર પર લાગતા એમ્પલિસ્પિકર્સની ઘક્તિ ઓછી પડતી હતી.
મને આશ્ચર્ય ત્યારે થયું કે, આચાર્યે સમગ્ર શાળાના તમામ બાળકો … ધોરણ એકથી અગિયારના આશરે ૩૫૦ની સંખ્યાને આ કાર્યક્રમમાં બોલાવી લીધા હતા.
કલબલ કરતાં નાના બાળકોને શિક્ષિકાઓ નેતરની સોટી બતાવીને શાંત રાખવા પ્રયાસ કરતાં હતાં.
આ પ્રકારે જાણકારી કે માહિતી આપતો એક પણ કાર્યક્રમ શાળા શરૂ થયા પછી યોજાયો નથી. અમે શાળા શરૂ થયાના બારમા વરસે સૌ પ્રથમ એવા મહેમાન બન્યા કે …. જેમણે બાળકો સાથે સંવાદ કરવાનો પ્રયાસ કર્યો.
સખત ગરમી, તપતાં પતરાં અને ખંડની ક્ષમતા કરતાં વધારે બાળકો/વ્યક્તિની હાજરી .. અને પીએ સીસ્ટમની ગેરહાજરીમાં … મોટેથી (બુમો પાડીને જ કહોને) બોલવા સીવાય કોઇ વિકલ્પ મારી પાસે નહોતો.
મારી સમક્ષ કુતુહલથી છલકાતું બાળપણ અને તેમનો અવિરત કલબલાટ … તેમજ જીજ્ઞાસાથી ઉભરાતા કિશોર–કિશોરીઓ અને તેમની ચંચળતા જોઇને … મેં વિચારી લીધું કે,
મારે તેમને માટે જે જરૂરી છે એવી જાણકારી અને માહિતી આપવાના જ છે જે ઇશ્વરે મને આપ્યા છે.
ચાળીસ મીનીટ દરર્મ્યાન મેં તેઓ સાંભળી શકે, સમજી શકે અને યાદ રાખી શકે તેટલી જ વાતો કરી. સવાલ કર્યા .. જવાબ ન મળ્યા … સવાલ પૂખવા કહ્યું … કોઇએ ન પૂછયા.
આજના અનુભવે મને મારી આસપાસ વસતાં … શ્વસતાં … વિશ્વની વાસ્તવિકતાનો એક વધુ સાચો રંગ બતાડયો.
સીલેબસની અંદર આવતું પાસ થવા જેટલું ભણીને ઉપલા ધોરણમાં જાતને ધકેલતા રહેવાના પાઠ આમને કોણ ભણાવતું હશે ?
મારો અવાજ બેસી ગયો! … જોકે એ તો પાછો ઊભો થઇ જશે.
પણ,
વિષમ પરિસ્થિતીનો સામનો કરવા માટે આ બાળકોને ઊભાં કરતાં કોણ શીખવશે ?
3539
tamaro mogra-wadi no anubhav vachi ne avo khayal aave che ke AAPDI aa parethti mate koan Javabdar che?
Bravo to You-Keep on doing -Hats off to you.
જ્યારે જ્યારે આવા સમાચાર જાણવા મળે છે, ત્યારે મન વ્યગ્ર થઈ જાય છે.
અમેરીકન છું માટે નહીં; પણ દીલથી નખશીશ ભારતીય છું માટે કહું છું ..
અમેરીકા અને પશ્ચીમના દેશો સર્વોપરી રહ્યા છે અને રહેશે ..
કારણકે ..
અહીં સરસ્વતી દેવીને ઉંચા ઓટલા પર મુકી પુજા થતી નથી .. સરસ્વતી અહીં પાયામાં ધરબાયેલી છે. અહીં બાળક એ સૌથી મોટી સમ્પત્તી ગણાય છે. અહીં લાયબ્રેરી અને શાળાઓ પાછળ મ્યુની. ટેક્સના 35 % ખર્ચાય છે. આખી શીક્ષણવ્યવસ્થા એવી રીતે ગોઠવાયેલી છે કે, લાખોમાં એક વીશીષ્ઠ પ્રતીભા મુરઝાઈ ન જાય. દરેકે દરેક ક્ષેત્રમાં આગવું પ્રદાન કરનાર અહીં પુજાય છે.
ખોખલી અને પલાયનવાદી મુર્તીપુજા અહીં નથી.
અને મહાન ભવ્ય ભુતકાળની ગાથા ગાતાં ન ધરાતાં અને પશ્ચીમી દેશોને ગાળો ભાંડ્યા કરતા આપણા દંભી લોક્ને જોઈ માથું શરમથી ઝુકી જાય છે.
ક્યારે મારી માતૃભુમીના લોકોમાં સાચી સમજ આવશે? ક્યારે ?