મોગરાવાડીની સ્કૂલ – ૨

સવાલ તે નથી કે બાળકો ઓડીયન્સની સામે બોલતા નથી.

સવાલ તે છે કે બાળકોની વિચારી શકવાની, કલ્પના કરી શકવાની વૃત્તી કે આવડતનો વિકાસ કોણ, ક્યારે અને કેવી રીતે કરવા જવાબદાર છે ?

પ્રતિષ્ઠિત શાળામાં તો બધું દેખાદેખીથી યે થાય, વાલીઓ પાસેથી રૂપિયા ખંખેરી લીધા હોય એટલે અનિચ્છાએ પણ એવી પ્રવૃત્તિઓ કરવી પડે …

પણ,

ગામને છેવાડે સમાજના આર્થિક રીતે નબળા અને શ્રમજીવી વર્ગના વાલીઓના બાળકોને ભણાવતી શાળાના શિક્ષકોની નિષ્ઠા, કાબેલિયત અને બાળકો પ્રત્યેના લગાવ કે લાગણી પર પ્રશ્નાર્થક ચિન્હ છે.

તેર ફાટયાં હોય ત્યારે એક થિંગડાએ શું થાય ?

પણ, ….. જયાં મોટા ફેરફાર કરવાના છે તે કડક અને કઠોર નિર્ણય તો લેવાવા જ જોઇએને ?

મોટું થિંગડું એવું મારવું કે ….. તે યથાર્થ ઠરે.

મોદી સાહેબની સરકારે એ નક્કી અને નિયંત્રિત કરવું મારા મતે વધારે જરૂરી છે કે,

રાજયના શિક્ષણ મંત્રાલયમાં બેસીને ઘડાતી નિતિઓના કેન્દ્રસ્થાને કોણ છે ?
(અ) વિદ્યાર્થી (બ) શિક્ષકો (ક) વાલીઓ (ડ) સંચાલકો

આ નિતિઓ ઘડતી વખતે શું વિદ્યાર્થી, શિક્ષકો અને વાલીઓની શારિરીક, આર્થિક, સામાજિક, ભૌગોલિક અને વાસ્તવિક મર્યાદાઓનો વિચાર થતો હોય છે ?

આ મર્યાદાઓને દુર કરીને વિકાસશીલ શિક્ષણ પધ્ધતિ વિકસાવાય છે કે પછી એ મર્યાદાઓનો સ્વિકાર કરી લેવામાં આવે છે ?

વાઇબ્રન્ટ ગુજરાતની .. કર્મયોગી કે તેવા જ પ્રકારની તાલિમ અપાયા બાદ … અંતે મળેલા વાસ્તવિક પરિણામ જાણવાની કોઇ પધ્ધતિ છે ? ( ઓન પેપર તો બધું બહુ લખાય )

૩૬૫ દિવસના કેલેન્ડર વર્ષમાંથી બાવન રવિવાર અને વેકેશનનો સમય બાદ કરતાં શાળાના કામના દિવસો અને કલાકોમાં

(અ) જે સિલેબસ શિક્ષકોએ ભણાવવાનો છે

– તે માટે તેઓ કેટલા કાર્યક્ષમ છે ?

– તે વિષયમાં સીલેબસ નક્કી થયા પછીના વર્ષોમાં વાસ્તવિક જીવનમાં આવેલ પરિવર્તનોને શિક્ષણમાં શામેલ કરવાની તેમની આવડત કેવી છે ? ( teaching is dual learning. )

(બ) જે સિલેબસ બાળકોએ ભણવાનો છે

– તે માટે તેમની શારિરીક અને માનસિક ઉંમર અને અવસ્થા કેટલા યોગ્ય છે ?

– તેની વાસ્તવિક જીવન સાથે સંબંધીત ઉપયોગીતા સમજવા તે કેટલો ઉત્સુક છે ?

(ક) વાલીઓ અને માતા–પિતાને

– તેમના બાળકે શું ભણવું જોઇએ જેવા સવાલનો જવાબ ભણતર શરૂ થાય તે પહેલા મળે છે ?

– પસંદગીનું ભણતર મેળવવા માટે કેટલા સમય સુધી કેટલી આર્થિક વ્યવસ્થા કરવાની રહેશે તેવી જાણકારી મળે છે ?

એક આમ આદમીના ગજવાને પરવડી ન શકે તેટલો શિક્ષણ ખર્ચ આવતો હોય તો ?

લીધેલું શિક્ષણ કોઇ પણ તબક્કે અધુરુ જ લાગતું હોય તો ?

લીધેલા શિક્ષણથી વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધતો ન જણાય તો ?

લીધેલા શિક્ષણને જોરે નોકરી મેળવી ન શકાતી હોય તો ?

કડક અને કઠોર નિર્ણય લેવા સમાન તેમજ સમતોલ દ્રષ્ટિકોણવાળી સુઝ અને સમજદારી જોઇએ.

જરૂર કરતાં ઘણી વધારે સુવિધાઓ ઊભી કરી દેવા થયેલા મૂડીરોકાણનો ફાયદો જરૂરતમંદ કરતાં મૂડીવાદીઓને વધારે થતો જણાય છે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.