ફોન ઇન લાઇવ …

Akhil: હવે અખિલ ટીવી ડોટ કોમ પર લાઇવ ફોન ઇન ની વ્યવસ્થા કરી છે

U: વાહ એમાં શું કરવાનું?

Akhil: રીયલ ટાઇમમાં ફક્ત ૧૦ સેકન્ડનો ફેર પડે છે click http://www.akhiltv.com

U: હા પણ અમારે એનો શો ઉપયોગ?

Akhil: તમે તમારા જ પીસીના મીડીયા પ્લેયરમાં આ ઓડીયો પ્રોગ્રામ રીયલ ટાઇમમાં ફક્ત ૧૦ સેકન્ડના ડીલે સાથે સાંભળી શકશો.

U: કાવેરીના કીનરે આવે છે \ \

Akhil: now clik Phone IN

U: કર્યું

Akhil: હવે તમારા ઇન્ટરનેટ કનેક્શનની સ્પિડ મુજબની લિંક કરો. બ્રોડબેન્ડ અથવા ડાયલ અપ

U: બ્રોડબેન્ડ

Akhil: સરસ

U: ક્યા બાત હૈ … તમારો અવાજ મારા પીસી પર … આ તો એકદમ રેડિયો જેવું જ !!

Akhil: આમેય હું અક્ષર કરતાં અવાજનો વધારે વહાલો છું !!!

U: આની ઉપયોગિતા શું ?

Akhil: દા.ત, અમદાવાદના અનિલભાઇ, વેરાવળના વસંતભાઇ, પોરબંદરના પ્રકાશભાઇ, ભાવનગરના ભરતભાઇ, નવસારીના નવિનભાઇ, સુરતના શરદભાઇ, વડોદરાના વૈભવીબહેન, ભરૂચના ભારતીબહેન, આણંદના અનિતાબહેન ….. ટુંકમાં ગુજરાતના કોઇ પર સ્થળેથી કોઇ પણ વ્યક્તિનો ઇન્ટરવ્યુ તેમના ફોન પર મારી બીએસએનએલની લેન્ડલાઇન પરથી કોઇ ચોક્કસ વિષય પર વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતીઓ માટે કરી શકાશે.

U: શું વાત કરો છો ? આ તો અત્યંત આનંદના સમાચાર છે.

Akhil: હા …. લોકો આનો લાભ લે એ જ મનોકામના છે.

U: અભિનંદન

Akhil: આભાર. ( http://akhiltv.podbean.com )

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in માર્ગદર્શન, રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.