વડિલને વહાલથી

( કેટલાક એવા વડિલ અને સમવયસ્ક બ્લોગરોને જેમણે મારી સાથે દિમાગ હલાવી નાખે તેવી વાત દિલથી કરી …. તેમને માટે અને અન્યો માટે ખાસ )

આદરણીય કરતાં પણ હવે તમે આત્મીય હો એવો અહેસાસ થાય છે.
તમે બ્લોગીંગની  ઉંમરે અને અનુભવે મારાથી ઘણા ‘મોટા’ છો.

મારા પર આટલી તો તમારા પર કેટલી ની ત્રીરાશી તો મેં કંઇ કેટલાય સમય પહેલા મુકી હતી.

તમારી વાત સાચી છે. પ્રસીધ્ધીના ભૂખ્યા લોકોના ઢગલેઢગલા છે. દંભ સીવાય કંઇ જ જણાતું નથી. એટલે હું પણ મારા કામમાં જ મસ્ત રહું છું. અહિ નેટ પર થાય તેટલું .. મનને ગમતું .. શીખવા જેવું લાગે તેટલું શીખીને .. બાળકોને આપવા જતાં રહેવાનું.

મારો શોખ સાહિત્ય કરતાંય ટેકનોલોજીના ઉપયોગ પ્રત્યે થોડો વધારે જ છે.
તમારી વાત સાચી છે કે, સાચું જાણનારાને જાણકારો ખોટું કરે ત્યારે ઘણું દુઃખ થાય. મારા જેવા તો માત્ર કોમ્યુનિકેટ કરવા પૂરતાં જ ભાષાનો ઉપયોગ કરતાં હોઇએ.

સાચું કહું તો હવે મને ખબર પડવા લાગી છે કે હું પણ જયારે શાળામાં ભણતો ત્યારે કેટલો બેદરકાર હતો. પણ એ ભૂતકાળ થયો.

આજે … અત્યારે અને હમણાં શું ???

માર્ગદર્શન માટે આર્થિક વ્યવસ્થા કરવા એલ.આઈ.સી ના એજન્ટ બનવાનું વિચાર્યું અને તે માટે જરૂરી એવી પરીક્ષા પણ આપી.

પરિક્ષામાં નાપાસ થયો !!

એટલે કંઇ દુનિયા થોડી જ અટકી જશે ?

માર્ગદર્શન માટે આર્થિક વ્યવસ્થા કરવાનું પહોંચ બહાર જશે તો ?

દુકાન બંધ કરી દેવાની !!

દિલ અને દિમાગને તકલીફમાં નહીં મૂકવાના.

હું છું તો જીવન છે … એ જીવનમાં મારે હવે એવું કશું મારી આજુબાજુ ફરકવા દેવુંય નથી જે મને ન ગમતું હોય.

પચ્ચાસ પછીના જીવન પર તો પોતાનો જ હક હોય.

તેલ લેવા ગઇ દુનિયા, ને તેલ લેવા જાય કહેવાતો સમાજ …

ભાઇ, મોજ કરો ..

હળવાશથી જીવો .. ફટ્ટાક કરીને પીસીને શટડાઉન કરી જ દેવાનું !

ફક્ત એક સપ્તાહ માટે તમે બ્લોગિંગથી અલિપ્ત રહી શકો ખરા ?

તમારા પોસ્ટ પ્રસિધ્ધ ન થવાથી કેટલાને ફેર પડશે ?

શો ફેર પડશે ?

ભાઇ, આ બધી માયાજાળ છે.

કોણ કોનું છે ?

કોણ કોની સાથે છે ?

કોણ કોની સામે છે ?

કોને ખબર છે આ બધી ?

જયાં વ્યક્તિને પોતાને વિશેની જ ખબર ન હોય ત્યાં …

બસ, હું ભલો અને મને શ્વસવનાર … જીવાડનાર ભલો … ઘરવાળી યે નહી.

હું ફિલસુફ નથી. મારી દ્રષ્ટી બહુ લાંબી હોય એવું હું માનતો નથી. મારાથી ઘણું વધારે જાણનારા લોકો પણ આ વિશ્વમાં હશે જ .. છે જ. મારે તેમને મળવાનું થાય કે ન થાય તે તો  ઉપરવાળાનો ફીક્ષ્ડ એજેન્ડા હોય.

એક એવી પણ ઉંમર હશેને કે, જયાં બનાવેલા નિયમ તોડવાનો દંડ ના થાય અને નિયમ તોડવાનો આનંદ પણ હોય !!

મને તમારો અંગત મિત્ર ગણીને તમે તમારું દિલ ખોલ્યું એથી મને જીવ્યા જેવું … જરૂર લાગ્યું છે.

તેમની પાસેથી મારે શીખવું કે નહીં તે મારા પર કરતાંય મારી ઇચ્છા પર વધારે આધાર રાખે છે. …. મન હોય તો માળવે જવાય.

આજે મન નથી .. ના હોય એવું પણ બનવું ના જોઇએ ??

3662

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in મંથન, રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

4 Responses to વડિલને વહાલથી

  1. સુરેશ કહે છે:

    આભાર કહું?

  2. પિંગબેક: Now is the Spring!! « હાસ્ય દરબાર

  3. dhavalrajgeera કહે છે:

    Dear Akhil,

    You have many more years to do great service to All from a child to an old man reaching in 90’s.
    You do know where to find the light on the path to walk even with no eyes as long as you have the inner vision and the light.
    Best wishes

    Rajendra

ટિપ્પણીઓ બંધ છે.