Vinay: hi
Akhil: hi
Vinay: savare vaat adhuri rai gai
Akhil: ha … bolo
Vinay: suarabh shah na “jelna anubhavo” column sandesh ma aave chhe ke band thai gai?
Akhil: mane khabar nathi… ame chhapa mangavta nathi !!!
Vinay: ??? !!!! ahi malta nathi!
Akhil: એમાં નવાઇ પામવા જેવું કશું જ નથી
Vinay: media person chho, media thi kevi rite door rahi shako?
Akhil: મેરી મરજી !!!!!
Vinay: saras
Akhil: મને જે જોઇએ તે મેળવવાનુ … લોકો માગે તે નહી … મારી સાઇટ પર મેરી મરજી
Vinay: sachi vaat chhe
Akhil: લોકોની માગણી સંતોષવી કે નહી તે મેરી મરજી … ટીવી પર શુ જોવું કે નહી મેરી મરજી
Vinay: બીજાની મરજી પ્રમાણે ચાલવું કે નહીં તે પણ આપણી મરજીથી નક્કી થતું હોય છે ને?!
Akhil: બધા જ છાપાવાળા કહે કે વાચકોની જરૂરીઆત સિતોષવા અમે આવું લખીએ છીએ … પણ મને એવું લાગતું નથી
Vinay: સાચી વાત છે. આજે તમે અલગ મૂડમાં છો! ‘મેરી મરજી’ મૂડમાં!
Akhil: હમણાં જ બાળકો અને પત્નિ સાથે તિથલથી પાછા આવ્યા
Vinay: વાચકોની જરૂરીયાતને નામે પોતાની જરૂરીયાત સંતોષતા હોય છે.
Akhil: ગરમાગરમ ભજીયા … નાળીયેર પાણી …. ચણા જોરગરમ …
Vinay: સરસ
Akhil: અને ફૂદીના વાળી ચા
Vinay: વાહ્! નાળીયેર પાણી અને ચા?!
Akhil: આજે અખિલ રેડિયોએ ૭ કલાકની નોનસ્ટોપ સેવા આપી
Vinay: કોક્ટેલ!
Akhil: હું ચા નો જીવ … તૃપ્તિ અને બાળકો નાળીયેરપાણીવાળા
Vinay: ભુજમાં મારો એક મિત્ર છે. તેને મરડો છે તેને પણ આવું કોમ્બિનેશન ગમે છે!
Akhil: મને રસગુલ્લા અને ચાનું બહુજ સારુ વ્યસન છે
Vinay: અમે સાથે જઈ પહેલાં નાળીયેર પાણી પીએ, પછી ચા. હું કોઈ એકમાં કંપની આપું.
Akhil: મારી આ બે ચસ્તુઓની નબળાઇ સાચવીને જીવું છુ.
Vinay: રેડિયો = સરસ.
Akhil: મને ચા જ ગમે… ગમે તેટલી વાર…. ગમે તેટલી
Vinay: મને પણ. પણ હવે એસિડિટીના ડરે ઘરે પીવા મળતી નથી બહાર કોણ પૂછવાનું છે? 😉
Akhil: હું રોજ અઢી લીટર પાણી પી જાઉં છુ. એસીડીટી કી તો ઐસીતૈસી
Vinay: પાણીતો હું ય ઘણું પીઉં છું.
Akhil: જનરલ મોટર્સનો પાણી પ્રયોગ બહુજ પ્રચલિત થયો છે
Vinay: ચા સાથે બિસ્કીટનો શોર્ટકટ શોધી કાઢ્યો છે.
Akhil: તૃપ્તિ ચા સાથે પસંદ કરે પારલે જી
Vinay: રેડિયો માટે મેં તમને લિન્ક આપી’તી તે કામ આવી કે નહીં?
Akhil: હા તેનો અભ્યાસ કરીને … તેમાં થોડું મોડીફીકેશન કરીને ઉપયોગમાં લીધી
Vinay: સરસ … ચા કોઈદી ખાલી પેટે ન લેવી, એસિડિટી વકરે.
Akhil: ખરી વાત … પણ પાણીનો મારો ચલાવી લેવો
Vinay: વલસાડના બીજા કોણ કોણ છે બ્લોગ જગતમાં? તમારા ધ્યાનમાં?
Akhil: હિના સીવાય બીજા નામ મને ખબર નથી
Vinay: ok
Akhil: અને મારે હિના સાથે ખાસ સંપર્ક નથી.
Vinay: સિદ્ધાર્થ શાહ..કદાચ વડોદરાના છે.
Vinay: હા મારી વાત થાય છે નેટ પર હિનાબેન સાથે. અમદાવાદના ઘણાં છે સુરતના પણ
Akhil: શરૂઆતમાં મારી પર રોજની એક બે પ્રસ્તુતી આવતી હતી … પણ તેમનો વિષય … અને તેમના જેવા વિષય પર બીજા ઘણાની વાતો સમજવામાં મને ફાવટ નથી
Vinay: ક્ચ્છી એક બહુ ઓછા છે… હું છું, ‘ધુફારી’ છે. નીતાબેન કોટેચા કદાચ કચ્છી છે.
Akhil: મેં થોડાના બ્લોગ પર એમના પરિચયના પેજ જોયા પછી એમ લાગ્યું કે…
બધા પોતે જે કામ કરે છે તેનો પરિચય વધારે આપે છે … પોતાને વીષે .. ઓછી જાણકારી લખે
Vinay: સારું અને સાચું અવલોકન છે.
Akhil: કેટલીક વાર તો તે વ્યક્તિની ઉંમરનો અંદાજ લગાવવામાં ભારે ગરબડ થઇ જાય તુંકાર કરી દઇએ ને ખબર પડે કે તે તો સાઇઠ ના છે !!!
Vinay: virtual world
Akhil: અને તમે કરીએ એટલે …… તે ત્રેવીસના નીકળે.
Vinay: હા! 🙂
Akhil: ચાલ્યા કરે .. પણ સરવાળે …. બધા મજબૂત અહમ વાળા ખરા હોં !!!
Vinay: ભાઈ સમજીને સંબોધન કરીએ અને બેન નીકળે (દા.ત.પ્રજ્ઞાજુ)
Akhil: કોકને પૂછીએ તો તરત જ ખોટું લાગી જાય… … એ હા….. એ પણ ખરું હોં.
Vinay: અહંને પોષવા માટે તો બ્લોગ બનાવ્યો હોય.
Akhil: આપણે આપણો આનંદ લઇને હાલતા થવાનું ….. આજે જ મેં મારા બ્લોગ પરથી કોમેન્ટનું બોક્ષ કાઢી નાખવાનો નિર્ણય લીધો છે…
Vinay: પહેલા કહેવાતું – આવ્યા છો તો જમીને જજો, હવે, આવ્યા છો તો કોમેન્ટ મૂકીને જજો! :0 🙂
Akhil: બરાબરને ? !!!
Vinay: ૯૯% બ્લોગર નેગેટીવ કોમેન્ટ સ્વીકારતા નથી. કોમેન્ટ અપ્રુવ ન કરે અને ઉપરથી દલીલ કરે. હું સ્વીકારું છું મારા બ્લોગ પર જોઈ શકો છો.
Akhil: અને પાછા કહે એમ કે મને તો મારી ભૂલ બતાડે તેમને માટે અહોભાવ જ હોય છે.
Vinay: હા મે નેગેટીવ કોમેન્ટ પર કોમેન્ટ કરવાનું ટાળ્યું છે. હું બધીજ કોમેન્ટ અપ્રુવ કરું છું.
Akhil: ૧૨૫ કરોડ … ભારતીયો … અને તેમાંના ૫ કરોડ ગુજરાતીઓ ….. અને તેમાંના ગણયા ગાંઠયા હજારેક બ્લોગરો …. જાણે આખી દુનિયા એમાં આવી જતી હોય..
Vinay: તેમાંથી એક્ટિવ ૧૦૦ ફક્ત. એમાંય વર્ડપ્રેસ/ગુગલ આ મફત સર્વિસ બંધ કરે તો આંગળીના વેઢે ગણી શકાય એટલા બચે.
Akhil: હાહાહાહાહાહાહા ……. 🙂
Vinay: મફતના રિસોર્સ મળે છે તેથી એકની એક કવિતા ચડાવ્યે રાખશે.
Akhil: સાચી વાત
Akhil: આજની આપણી આ વાત બ્લોગ પર મુકવા જેવી ખરી… ચાલો ત્યારે આજની વાત અહી અટકાવીએ.. ફરી કોક વાર મળશું.
આવજો.
3834 / ૨૯.૦૩.૨૦૦૯, રાત્રે ૯.૦૦