મિત્રો,
મને એવો વિચાર આવ્યો કે,
– જો તમે ગુજરાત રાજયમાં રહેતા હો,
– જો તમારે ત્યાં બીએસએનએલનો લેન્ડલાઇન ફોન હોય,
– જો તમે ૧૦ થી ૩૦ મીનીટ મારી સાથે મારા ફોન નં. 02632 243474 પર વાતચિત કરી શકો,
અને જો તમે તમારા શહેરની નવાજૂની અંગે મારા કેટલાક સાદા .. સરળ.. સહેલા .. સવાલોના જવાબ ફોન પર આપવાની ઇચ્છા રાખતા હો તો …
રેડિયો અખિલ પર તમે મને આપેલી જાણકારી તમારા જ અવાજમાં વિશ્વભરના ગુજરાતી શ્રોતાઓ માટે પ્રસારીત કરીશું.
ઉદાહરણ તરીકે –
૧. ….(તમારા શહેરનું નામ)…. ની નવાજૂની કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે ….( તમારા શહેરનું નામ )…. ની નવાજૂની રજૂ કરશે …. ( તમારું નામ )
૨. નમસ્તે, સૌ પ્રથમ તો રેડિયો અખિલના તમામ શ્રોતાઓને તમારા નામ, ગામ અને કામની સંક્ષિપ્ત માહિતી આપી દો.
૩. તમારા શહેરની એવી નવાજૂની કે જે વિશ્વના ગુજરાતીઓએ સાંભળવી જોઇએ તે એક કાગળ પર મુદ્દાસર લખી રાખો. ત્યાર બાદ મારી સાથે વાર્તાલાપ સ્વરૂપે રજુ કરો. ( સામાન્ય માનવીના જીવનને સ્પર્શતા કોઇ પણ વિષયના મહત્વના મુદ્દાઓને કેન્દ્રમાં રાખવા ).
કોઇ સવાલ ? વધુ માહિતી માટે ફોન કરો 9427222777
નવાજૂની જણાવવા ડાયલ કરો … 02632 243474
કેવો લાગ્યો આઇડીયા ??
3880 | 30.03.2009