કેપ્ટન નરેન્દ્ર્ભાઇ સાથે સંવાદ – ૨

Akhil: નમસ્તે
captnarendra: નમસ્કાર – અને સુપ્રભાત! ત્યાં તો સાંજ હશે ને?
Akhil: હાજી…  અહિં રામનવમી ની ઢળતી સાંજ છે
captnarendra: અરે ભગવાન!! આજે રામનવમી છે? કેટલીક વાર તો લાગે છે અહીં રહેવું ટીમ્બકટૂમાં રહેવા જેવું છે.
Akhil: ટીમ્બકટૂ એટલે ?  કોઇ બેટલગ્રાઉન્ડ ?
captnarendra: સહારાના રણ પ્રદેશમાં આવેલ શહેર- middle of nowhere! કહેવત છે કે Meet you in Timbuctoo એટલે ફરી કદી મળવાનું નહિ બને.
Akhil: ઓહો….. મારુ ભૂગોળનું જ્ઞાન ઘણું કાચું નિકળ્યું …
captnarendra: માફ કરશો..મારો કહેવાનો અર્થ એ નહોતો.
Akhil: ના ના……… મને તો હવે ખરખર સ્કૂલમાં જવાનું મન પણ થાય છે. ઇન્ટરનેટને કારણે …. ભણવાની મજા પડે છે.
captnarendra: હું તો એમ કહું છું કે આટલા વિકસેલા દેશમાં રહીને પણ માણસ પોતાના અસ્તિત્વને, વાર તહેવારને ભુલવા લાગે છે. કદાચ મારી ઉમરનો પણ તકાજો હોય!
Akhil: કારણકે ત્યાંના કેલેન્ડર અને સમયપત્રકોમાં એનો ઉલ્લેખ નથી થતો. અમને અહિં તમારા પ્રદેશના તહેવારની જાણ નથી જ થતી ને ? પીસી પર સ્પીકર્સ લાગી ગયા ?

captnarendra: ખરૂં કહીએ તો આપણા વાર તહેવારની જાણ ઇન્ટરનેટ કરી લેવી જોઇએ. બાકી રહી અહીંના તહેવાર…લૉર્ડ મેકૉલેની બક્ષીસને કારણે અહીંના તહેવાર ભારતમાં બધા જાણવા લાગ્યા છે…નાતાલ, ઇસ્ટર, સેન્ટ વૅલેન્ટાઇન્સ ડે, હૅલોવીન…
Akhil: સાચી વાત
captnarendra: હજી સ્પીકર્સ નથી લાગ્યા. આજે રાજેન આવવાનો છે તો સાંજ સુધીમાં activate કરી દેશે.
Akhil: વાહ… એટલે આવતી કાલે મને તમારો અવાજ સાભળી શકવાની સંભાવના છે.
captnarendra: કદાચ… પણ અવાજ સાંભળીને ચોંકી ન જતા!! કર્ણપ્રિય અવાજનું ઇનામ મારી પાસે નથી! પણ તમારો અવાજ સાંભળીને મને ઘણી ખુશી ઉપજશે.
Akhil: મને લશ્કરી …. અવાજ સાંભળવાનો ખાસ્સો અનુભવ છે.

captnarendra: ત્યાંજ તમને કદાચ નિરાશા ઉપજશે. લંડનમાં ૧૭-૧૮ વર્ષ પ્રોફેશનલ સોશિયલ વર્કર તરીકે કામ કર્યા બાદ મારો ‘એ’ અવાજ પણ ખોવાઇ ગયો. હવે કોઇ ભાતીગળ અવાજ સંભળાય તો ચલાવી લેજો.
Akhil: બાળપણમાં જયારે પણ રેલ્વે માં સફર કરવાની થતી ત્યારે ફૌજીઓના ડબ્બામાં જ જતો અને તેમને – જવાનો માટે ઘરનો મમ્મીએ બાંધી આપેલો નાસ્તો ઓફર કરતો …. બદલામાં તેમના અનુભવની વાતો સાંભળવા મળતી. મારી નબળી આંખને કારણે એન.સી.સી જોઇન ન કરી શક્યો..
captnarendra: સરસ. હું મિલિટરીમાં ભરતી થયો તે પહેલાં તેમની નજીક જતાં પણ કોચવાતો.
Akhil: તમારા બ્લોગ પર તમે વર્ણવેલી વાતો …. અનુભવો વાંચવાની મજા … કરતાં તમારા અવાજમાં એજ અનુભવ સાંભળવાની મજા અલગ જ હશે.
captnarendra: એક વાત કહીશ. યુનિફૉર્મની બહાર રહીને પણ જવાનો પ્રત્યે સ્નેહભાવ રાખનારા તમારા જેવા સહૃદનો પ્રત્યક્ષ સાથ જ જવાનોને યુદ્ધમાં જવાનો ઉત્સાહ આપતા હોય છે.
Akhil: આપણે …. પ્લાનિંગ કરીને … તમારા અવાજમાં તમારા લશ્કરી અનુભવોને રેડિયો અખિલ પર રજુ કરશું.
captnarendra: મારા એક બ્લૉગ (સમરાંગણે)માં લખ્યું છે કે ૧૯૬૫માં રણમેદાનમાં જતી વખતે પંજાબમાં અમને કેવો પ્રતિભાવ મળ્યો હતો.  જરૂર! તમારો પ્લાન મને જણાવશો. પ્રશ્નોત્તર જેવું હશે તો પણ ચાલશે…
Akhil: પહેલા તો આપણે ‘મળીએ’!!!!
captnarendra: જરુર. પ્રત્યક્ષમાં મળવાનું થશે તો તૃપ્તિબહેનના હાથની રસોઇનો પ્રસાદ મેળવવાની આશા રાખી શકું કે?
Akhil: હક છે તમારો. તમારું ભારતમાં મૂળ કયાં ?
captnarendra: જન્મ વડોદરા, ભણતર રાજકોટ, ભાવનગર અને અમદાવાદ.
Akhil: અમે વલસાડ …. દક્ષિણ ગુજરાત … તિથલ દરિયા કિનારે શું વાત કરો છો ??
હું મામાની પોળમાં જન્મ્યો. સુરત ગાંધી એન્જી. કોલેજ … રાજકોટ એવીપીટીમાં ભણ્યો
captnarendra: વલસાડમાં એક દિવસ રોકાયો હતો. ઘણું ગમ્યું. ત્યાંની હવામાં ‘નમીં’ – moistureમાં મને સ્નેહની ભીનાશ વર્તાઇ હતી. લીલોછમ પ્રદેશ મારા સ્મૃતીપટલમાં કોતરાઇ ગયો છે.
Akhil: મીકેનીકલ એન્જી ….. અને પીડીઆઇસી ..
captnarendra: PDIC એટલે?
Akhil: Post Diploma in Instrumentation and Control Engineering.
captnarendra: વાહ!
Akhil: http://akhiltv.podbean.com/ મારો સંક્ષિપ્ત પરિચય …. અને ‘અખિલ સુતરીઆ’ મારા બાળપણથી વર્તમાન સુધીની યાત્રા
captnarendra: મને ઇજનેરો પ્રત્યે ઘણું માન છે. ડૉક્ટર ડીગ્રી મેળવ્યા બાદ તરત ધનપ્રાપ્તિના લપસણા ખાડામાં ઉતરી જાય છે. તમે નિર્માણ અને પુનર્નીર્માણ કરતા રહો છો.
તમારો પરિચય વાંચવામાં ઘણી ખુશી થશે.
Akhil: બહુ ઓછા લોકોને રાષ્ટ્રના નિર્માણ અને રક્ષણ કરનારાઓની કદર હોય છે.

captnarendra: આ વાતચીત બહારનો એક પ્રશ્ન: PCમાં ગુજરાતી ટાઇપ કરવા ક્યો સૉફ્ટવેર વાપરો છો? મારા PCમાં પહેલાં iLeap વાપરતો પણ ઘણો કંટાળાજનક છે.
Akhil: હિમાંશુભાઇનું કિબોર્ડ અને વિજયા ફોન્ટસ
captnarendra: કોઇ qwerty પ્રોગ્રામ વિશે જાણકારી છે? અને હિમાંશુભાઇનું કીબોર્ડ અને વિજયા ફૉન્ટ્સ ક્યાં મળે?
Akhil: www.akhilsutaria.wordpress.com
captnarendra: તમારી versatilityથી ઘણો પ્રભાવિત થયો છું.
Akhil: જમણી બાજુ પર લિંક્સ આપી છે તેમાં સૌથી પહેલી લિંક પર ક્લિક કરવાથી તમે હિમાંશુની સાઇટ પર જઇ શકશો.

captnarendra: આભાર. આજે ચેક કરીશ.
Akhil: ગુજરાતી ફોન્ટ અને કીબોર્ડ ડાઉનલોડ કરો. એવું લખ્યું છે બાકીનું સમજ પડી જાય એવું સરળ અને સહેલું છે મારી versatility ? સમજ ના પડી …
captnarendra: તમારી વિવિધ ક્ષેત્રોમાં મેળવેલી સિદ્ધીઓ – જે તમારા શિક્ષણ પૂરતી મર્યાદીત નથી તે… દા.ત. અખિલ TV, રેડિયો, લેખન વિ.
Akhil: નવુંનવું શીખતા રહેવાનું ગમે છે એટલે અખતરા કરતો રહું છું.
captnarendra: અને લોકકલ્યાણની પ્રવૃત્તિઓ..
Akhil: અને બાળકો તેમજ યુવાનો વચ્ચે જે જેટલું આવડે છે તે શીખવવા જઇએ છીએ.
captnarendra: આ થઇ versatility… a versatile person that is Akhil Sutaria!
Akhil: અને મજા એ છે કે તેમને શીખવતી વખતે પાછું કંઇક નવું શીખવા મળી જ જાય છે.
captnarendra: આ humility કદી ન ખોવાય એવી પ્રાર્થના.
Akhil: ૫૧ ના થયા….
captnarendra: મારૂં ૭૫મું ચાલે છે…
Akhil: ૬૦ સુધી માં સમાજે … પ્રકૃતિએ અમને જે આપ્યું તેનો બદલો તો વાળી શકાય તેમ છે જ નહી. પણ …. ફૂલ … ફૂલની પાંખડી જેટલું … જેમને જોઇએ છે તેમને …
captnarendra: કેટલી સરસ ભાવના! આવા આદર્શ અમને અમારા ગુરૂ સ્વ. અરૂણકાંત દિવેટીયા આપતા…પણ જીવનમાં કેટલો ઉતારી શક્યા એ તો ભગવાન જાણે.
Akhil: તમારું બાળપણ , યુવાની અને શિક્ષણ તો વડોદરામાં જ થયા હશે..
captnarendra: ના જી! વડોદરાનો સંબંધ ફક્ત જન્મ પૂરતો! જન્મ બાદ સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ અને ભાવનગર – મારી સંસ્કારભુમિ. ત્યાં .. માની નહિ શકો, B.Com કર્યું અને હિસાબનીશ થવાને બદલે સૈનિક બન્યો!
Akhil: અરે વાહ ….
captnarendra: વિદ્યાર્થી હતો ત્યારે વડોદરા જવાનું થતું. ત્યાં મારો શ્રેષ્ઠ સમય ત્યાંના સંગ્રહસ્થાનમાં ઇટલીની મૂર્તીકળા, પેઇન્ટીંગ્ઝ જોવામાં જતો.
Akhil: મારી સાથે ઓટોમોબાઇલ એન્જીનિયર થયેલા યુવાનો સુરતના ટેક્ષટાઇલ મારકેટમાં સાડીના સેલ્સમેન બન્યાના દાખલા પણ છે.
captnarendra: માની શકું છું… સૈન્યમાં જોડાતાં પહેલાં મારે ગુજરાતી સાહિત્યમાં પદાર્પણ કરવાનો વિચાર હતો! બી.કૉમ થયા બાદ અંગ્રેજી સાહિત્યમાં BA અને ત્યારબાદ MA કરવાનો વિચાર હતો..પણ..

Akhil: પણ આજે જે રીતે બ્લોગિંગ થાય છે તેમાં …. લોકો સર્જન કરવા કરતાં આત્મપ્રસંશા થાય તેવી ઇચ્છા રાખતા જણાય છે. એટલે મેં મારા બ્લોગ પરથી કોમેન્ટ બોક્ષ જ કાઢી નાખ્યું. ન રહે બાંસ … ન બને બાસુરી … તો બજને કા તો સવાલ હી નહી. !!!

captnarendra: માફ કરશો.. બૅટરી ‘ડાઉન’ થઇ ગઇ. કનેક્ટર વિ. લાવવામાં વાર લાગી ગઇ. Sorry for the discourtesy..
Akhil: જેણે પ્રતિભાવ આપવો હોય તે મને સીધો ઇમેઇલ જ કરી દે. તમે ઇનફોરમલ થશો તો વધારે મજા આવશે.
captnarendra: જુની ટેવ!! મને તમારી સાથે ઇન્ફોર્મલ વાત કરવાનું ગમશે.
Akhil: મિત્રતા … સુદામા કે શ્રીકૃષ્ણ કદીયે સોરી કે થેંક્યુ બોલ્યા હશે ?
captnarendra: આજે તમારી સાથે કેવળ બીજી વાર વાર્તાલાપ કરૂં છું તેથી છૂટ લઇ શક્યો નહોતો.
Akhil: તમે તો મને તુંકાર પણ કરી જ શકો … કરવો જ જોઇ.એ
captnarendra: સાચું કહું તો માનવાચક સર્વનામ માણસમાં રહેલા નારાયણ માટે વાપરું છું. આધ્યાત્મિક બાબતમાં એટલો પછાત છું કે ભગવાનને પણ ‘તું’ કહી શકવા જેટલી આત્મિયતા કેળવી શક્યો નથી.
Akhil: …… આતો મારો પ્રિય વિષય અને મુદ્દો… પણ … હવે રાત્રી ભોજનનો સાદ પડી ગયો … અનિચ્છાએ અલ્પવિરામ (આવતી કાલ સુધી) લેવો પડશે. આપણો આજનો સંવાદ બ્લોગ પર મૂકવા જેવો છે…

captnarendra: આવજો ત્યારે.
Akhil: આવજો

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.