એક વાત

04.04.2009 | 4034

એક કારીગરને શું જોઇએ ?

એક શિલ્પકારને શું જોઇએ ?
 
એક સંગીતકારને શું જોઇએ ?
 
એક કલાકારને શું જોઇએ ?
 
સાહિત્ય સર્જકને શું જોઇએ ?
 
….. બધું બહુ જોઇએ … લીસ્ટ લાંબુ છે.
 
આમ તો બધું આપવું સહેલું લાગે છે પણ સવાલ થાય છે કે, કેવીરીતે ?
 
આમ તો બધું આપવું સરળ લાગે છે પણ સવાલ થાય છે કે, કેવીરીતે ?
 
આમ તો બધું આપવું કામનું લાગે છે પણ સવાલ થાય છે કે, કેવીરીતે ?
 
આમ તો બધું આપવું ઉપયોગી લાગે છે પણ સવાલ થાય છે કે, કેવીરીતે ?
 
પણ,
 
તેને લેતાં અને એને આપતાં શરમ આવે છે,
 
કે પછી
 
એને આપતાં અને તેને લેતાં નથી આવડતું ?

કે પછી

તેને લેતાં અને એને આપતાં અહમ નડે છે ?
 
ખરેખર તો આ વાત તેની કે એની નથી,
 
તમારી અને મારી છે.

તમારી, મારી અને આપણી છે.

તમારી, મારી, આપણી અને ટેકનોલોજીની છે.

વિચાર કરવાની આ વાત છે,

વિચાર વહેંચવાની આ વાત છે.

વિચાર વહેતો મુકવાની આ વાત છે.

દાદ મેળવવાની આ વાત છે … પ્રસંશાના ફૂલ પામવાની આ વાત છે,

તડકે તપવાની વાત છે,

દિમાગને બદલે દિલથી કરવાની વાત છે,

શરમના આવરણ છોડી, ફોરમ ફેલાવવાની વાત છે,

મહેકવાની મજા અને મોજ કરવાની વાત છે,

મરીને પણ જીન્દગીમાં એક વાર જીવી જવાની વાત છે.

શું ?

– એક જ ફોન.

 પરિણામ ?

– તમે તમારા વિચારને અવાજ આપીને સાથે વિશ્વભરના ગુજરાતી જાણનારાઓ સુધી પહોંચશો !!!

નંબર ?
 
–  [ +91 9427 222 777  ] ! ! !

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.